Dropdown Setting

ચાલતી પટ્ટી

"જીવનમાં સૌથી વધુ ખુશી એ કામ કરતી વખતે થાય છે કે જેના માટે લોકો કહેતા હોય કે આ આ કામ તુ નહી કરી શકે."* * You Are Responsible For You

December 1, 2016

મહત્વના દિવસો Important Days..

"પિતાશ્રી ની ક્રુપા"
જાન્યુઆરી

તારીખ               દિવસો
9      પ્રવાસી ભારતીય દિવસ
10.   વિશ્વ હાસ્ય દિવસ
11.   લાલ બહાદુર શાસ્ત્રી પુણ્યતિથિ
12.   યુવા દિન, સ્વામી વિવેકાનંદ જયંતિ
15.   સેવા દિન
23.   સુભાષચંદ્ર બોઝ જયંતિ
25.   રાષ્ટ્રીય પ્રવાસન દિવસ
26.   પ્રજાસત્તાક દિન, આંતરરાષ્ટ્રીય કસ્ટમ દિન.
28.    લાલા લજપતરાય જન્મદિવસ
29.    રાષ્ટ્રીય પ્રેસ દિવસ
30.    શહીદ દિન, રક્તપિત નિવારણ દિવસ, મહાત્મા ગાંધીની પુણ્યતિથિ

ફેબ્રુઆરી
 
તારીખ                દિવસો
1     તટરક્ષક દિવસ
12.  સર્વોદય દિન, ઉત્પાદકતા દિવસ
14.  વેલેન્ટાઈન દિન
18.  રામકૃષ્ણ પરમહંસ જયંતિ
21.  વિશ્વ માતૃભાષા દિવસ
22.  કસ્તુરબા ગાંધી પુણ્યતિથિ
24.  કેન્દ્રીય ઉત્પાદક શુક્લ દિવસ
28.  રાષ્ટ્રીય વિજ્ઞાન દિન
29.  મોરારજીભાઈ દેસાઈ જન્મદિન

માર્ચ

તારીખ                દિવસો
1    આર્મી પોસ્ટલ સર્વિસ દિન
2    વિશ્વ કીડની દિવસ, કોમનવેલ્થ દિવસ
3    રાષ્ટ્રીય સુરક્ષા દિન.
8     આંતરરાષ્ટ્રીય મહિલા દિન.
12  દાંડીકુચ દિન.
15   વિશ્વ ગ્રાહક દિન
19   વિશ્વ વિકલાંગ દિન.
21   વિશ્વ વન દિન.
22   વિશ્વ પાણી દિવસ.
23   વિશ્વ ઋતુ વિજ્ઞાન દિન, તથા શહીદ ભગતસિંહ, રાજગુરુ અને સુખદેવ પુણ્યતિથિ.
24   વિશ્વ ક્ષય રોગ દિવસ, ભારતીય ડાક જીવન વીમા દિવસ
27   આંતરરાષ્ટ્રીય રંગમંચ દિવસ
28   રાષ્ટ્રીય નૌકા દિવસ
30    રાજસ્થાન દિવસ.

એપ્રિલ

તારીખ                  દિવસો
1        એપ્રિલ ફૂલ દિન, ઓરિસ્સા દિવસ, વાયુ સેના દિવસ
4       સાગર દિવસ
5       નેશનલ મેરી ટાઈમ ડે.
7       વિશ્વ આરોગ્ય દિવસ
10    વિશ્વ કેન્સર દિવસ
11    રાષ્ટ્રીય જનની સુરક્ષા દિવસ      (કસ્તુરબા ગાંધી જયંતિ)
12    વિશ્વ ઉડ્ડયન અને અવકાશી દિવસ
13    જલિયાંવાલા બાગનો હત્યાકાંડ દિન
14    ડૉ. આંબેડકર જયંતિ, અગ્નિશમન દિન.
15    હિમાચલ દિવસ.
17    વિશ્વ હિમોફિલિયા દિવસ.
18    વિશ્વ વારસા દિન.
21    સિવિલ સર્વિસ દિવસ
22     પૃથ્વી દિવસ
23     વિશ્વ પુસ્તક દિવસ.
24     પંચાયત દિવસ.
26    ચેર્નોબિલ દિવસ.
30    બાળમજુરી વિરોધી દિવસ.

મે

તારીખ.                   દિવસો
1         મજુર દિન, ગુજરાત રાજ્ય સ્થાપના દિવસ, વિશ્વ અસ્થમા દિવસ
3        પ્રેસ સ્વાતંત્ર્ય દિન, આંતરરાષ્ટ્રીય ઊર્જા દિવસ.
5        આંતરરાષ્ટ્રીય સુર્ય દિવસ.
7       રવીન્દ્રનાથ ટાગોર જયંતિ
8       રેડક્રોસ દિવસ, વિશ્વ પ્રવાસી પક્ષી દિવસ.
9      ઇતિહાસ દિવસ, મધર્સ ડે, વિશ્વ થેલેસેમિયા દિવસ.
10     પ્રથમ સ્વાતંત્ર્ય દિન (1857)
11     રાષ્ટ્રીય ટેકનોલોજી દિવસ.
15    આંતરરાષ્ટ્રીય પરિવાર દિવસ.
16    રાષ્ટ્રીયવાદ ગૌરવ દિન.
17    વિશ્વ દુરસંચાર દિવસ.
18    વિશ્વ સંગ્રહાલય દિવસ.
21    સ્વ. રાજીવ ગાંધીની મૃત્યુ તિથિ (ત્રાસવાદ વિરોધી દિવસ)
24    કોમનવેલ્થ ડે.
27    જવાહરલાલ નહેરુની પુણ્યતિથિ
31    તમાકુ વિરોધી દિવસ.

જુન

તારીખ                  દિવસો
1     ડૉક્ટર્સ ડે, આંતરરાષ્ટ્રીય બાળ દિવસ, વિશ્વ દૂધ દિવસ,
5     વિશ્વ પર્યાવરણ દિવસ.
10   વિશ્વ ભૂગર્ભ દિવસ.
12    વિશ્વ બાળમજૂરી વિરોધ દિવસ.
14     વિશ્વ રક્તદાતા દિવસ.
17     વિશ્વ રણવિસ્તાર અને રોકથામ દિવસ.
23      આંતરરાષ્ટ્રીય ઓલિમ્પિક દિવસ,        પંડિત શ્યામાપ્રસાદ મુખર્જીનો બલિદાન      દિવસ, વિશ્વ પ્રાર્થના દિવસ.
26      આંતરરાષ્ટ્રીય નશામુક્તિ દિવસ.
27     વિશ્વ ડાયાબિટિશ દિવસ.
28.     ફાધર્સ ડે.

જુલાઈ

તારીખ                  દિવસો
1     ડૉક્ટર્સ ડે
4    અમેરિકાનો સ્વતંત્રતા દિવસ, સ્વામી વિવેકાનંદ પુણ્યતિથિ.
11   વિશ્વ વસ્તી દિવસ.
19   બેન્ક રાષ્ટ્રીયકરણ દિન.
22   રાષ્ટ્રીય ઝંડા અંગીકરણ દિવસ.
23.    લોકમાન્ય તિલક જન્મદિન.
25     પેરેન્ટ્સ ડે.
26    કારગીલ વિજય દિવસ.
31   પ્રેમચંદનો જન્મદિવસ.

ઓગસ્ટ

તારીખ                દિવસો
1     લોકમાન્ય તિલકની પુણ્યતિથિ, વિશ્વ સ્તનપાન દિવસ.
3     હૃદય પ્રત્યારોપણ દિવસ.
4     આંતરરાષ્ટ્રીય મૈત્રી દિવસ.
6     હિરોશીમા દિવસ, વિશ્વ શાંતિ દિવસ.
7     રવીન્દ્રનાથ ટાગોરની પુણ્યતિથિ
8વર્લ્ડ સિનિયર સિટિઝન દિવસ.
9નાગાસાકી દિવસ, આંતરરાષ્ટ્રીય આદિવાસી દિવસ, ભારત છોડો આંદોલન દિવસ (ઓગસ્ટ ક્રાંતિ દિવસ)
11મચ્છુ દુર્ઘટના દિવસ.
12આંતરરાષ્ટ્રીય યુવા દિવસ.
14પાકિસ્તાનનો સ્વતંત્રતા દિવસ.
15ભારતનો સ્વતંત્રતા દિવસ, મહર્ષિ અરવિંદ જયંતિ.
16પોંડીચેરીનો ભારતમાં વિલય દિવસ.
19અફઘાનિસ્તાનનો સ્વતંત્રતા દિવસ, વિશ્વ ફોટોગ્રાફી દિવસ.
20રાજીવ ગાંધીનો જન્મ દિવસ (સદભાવના દિવસ)
21મધર ટેરેસા જન્મદિવસ.
26યુથ હોસ્ટેલ દિવસ.
29રાષ્ટ્રીય રમત દિવસ. (મેજર ઘ્યાનચંદનો જન્મદિવસ)
30લઘુ ઉદ્યોગ દિવસ.

સપ્ટેમ્બર

તારીખ.                  દિવસો
1.      IOC સ્થાપના દિવસ, NAM દિવસ.
5.     શિક્ષક દિવસ, સંસ્કૃત દિવસ.
8.      વિશ્વ સાક્ષરતા દિવસ.
10.    વિનોબા ભાવે જયંતિ
11.    દેશભક્તિ દિવસ
14.   હિન્દી દિવસ, અંધજન દિવસ.
15.    ઈજનેર દિવસ
16.   રાષ્ટ્રીય ઓઝોન દિવસ
21.    સ્વાગત દિવસ
22.   રોઝ ડે
24.   આંતરરાષ્ટ્રીય બાલિકા દિવસ, વિશ્વ શાંતિ અને અહિંસા દિવસ.
25.   સામાજિક ન્યાય દિવસ, વિશ્વ નૌકા દિન.
27.   વિશ્વ પ્રવાસ દિવસ.
28.  વિશ્વ હૃદય દિવસ.

ઓક્ટોમ્બર

તારીખ.                દિવસો
1.  રક્તદાન દિવસ, વૃદ્ધ દિવસ.
2.   મહાત્મા ગાંધી જયંતિ, લાલ બહાદુર શાસ્ત્રી જયંતિ.
3.   વિશ્વ પશુ દિવસ.
4.   રાષ્ટ્રીય પ્રાણી કલ્યાણ દિવસ.
5.  વિશ્વ શિક્ષક દિવસ.
6.  વિશ્વ આવાસ દિવ
8   જયપ્રકાશ નારાયણ પુણ્યતિથિ, ભારતીય વાયુસેના દિવસ.
9.  વિશ્વ ટપાલ દિવસ.
10રાષ્ટ્રીય ટપાલ દિન, વિશ્વ માનસિક સ્વાસ્થ્ય દિવસ.
11 વિશ્વ દ્રષ્ટી દિવસ, લોકનાયક જયપ્રકાશ નારાયણનો જન્મદિવસ.
14 વિશ્વ માનવ દિવસ.
16  વિશ્વ ખાદ્ય દિવસ.
20રાષ્ટ્રીય એકતા દિવસ.
21પોલીસ સ્મૃતિ દિવસ
24સંયુક્ત રાષ્ટ્ર દિવસ, ભારત-તિબેટ પોલીસ સ્થાપના દિવસ.
30વિશ્વ બચત દિવસ.
31સરદાર પટેલ જયંતિ, શ્રીમતી ઇન્દિરા ગાંધી પુણ્યતિથિ, સંકલ્પ દિવસ.

નવેમ્બર

તારીખ.               દિવસો
1   આંધ્ર પ્રદેશ, મધ્ય પ્રદેશ, છત્તીસગઢ, પંજાબ અને હરિયાણાનો સ્થાપના દિવસ.
4   યુનેસ્કો દિવસ.
7.  બાળ સુરક્ષા દિવસ, રાષ્ટ્રીય કેન્સર જાગરુકતા દિવસ.
9   ઉત્તરાંચલનો સ્થાપના દિવસ, રાષ્ટ્રીય કાયદાકીય સેવા દિવસ.
11ફોરેન સ્ટુડન્ટ ડે, મૌલાના અબુલ કલામ આઝાદનો જન્મદિવસ.
12રાષ્ટ્રીય પક્ષી દિવસ, સલીમ અલીનો જન્મદિવસ.
14 બાળ દિવસ (ચાચા નહેરુનો જન્મદિવસ)
16 રાષ્ટ્રીય પત્રકારિતા દિન
18 પ્રાદેશિક સેના દિવસ
19 નાગરિક દિવસ, લક્ષ્મીબાઈનો જન્મદિવસ, ઇન્દિરા ગાંધીનો જન્મદિવસ.
20ઝંડા દિવસ, બાળ અધિકાર દિન.
21વર્લ્ડ હેલો ડે.
23રાષ્ટ્રીય ક્રેડેટ દિવસ
25વિશ્વ પર્યાવરણ સંરક્ષણ દિવસ.
26કાયદા દિવસ.

ડિસેમ્બર

તારીખ.                 દિવસો
1   વિશ્વ એઇડ્સ દિન, સીમા સુરક્ષા દળ (BSF) સ્થાપના દિવસ, સમાજ શિક્ષણ દિન.
2   પ્રદુષણ નિવારણ દિવસ, વિશ્વ કમ્પ્યુટર સાક્ષરતા દિવસ.
3   આંતરરાષ્ટ્રીય વિકલાંગ દિવસ, ભોપાલ ગેસ દુર્ઘટનાની વર્ષગાંઠ, ડૉ. રાજેન્દ્ર પ્રસાદની જન્મજ્યંતિ.
4   નૌસેના દિવસ (નૌકાદળ દિન)
5   શ્રી અરવિંદ સમાધિ દિન.
6    ડૉ. આંબેડકર મહાપરિનિર્વાણ દિવસ, નાગરિક સુરક્ષા દિન.
7     સશસ્ત્ર સેના ઝંડા દિવસ, પર્લહાર્બર પર હુમલાની વર્ષગાંઠ
8  મંદ બુદ્ધિ બાળક દિવસ.
10. માનવ અધિકાર દિવસ.
11  યુનિસેફ દિવસ.
14  રાષ્ટ્રીય ઊર્જા સંવર્ધન દિવસ.
15  સરદાર પટેલ પુણ્યતિથિ.
16  બાંગ્લાદેશ મુક્તિ દિવસ.
18.  લઘુમતી અધિકાર દિવસ.
19   ગોવા મુક્તિ દિવસ.
23. ખેડૂત દિવસ (ચૌધરી ચરણસિંહનો જન્મદિવસ)
25અટલબિહારી વાજપેયીનો જન્મદિવસ

28 કોંગ્રેસ સ્થાપના દિવસ.

November 25, 2016

Bharat na bandharan vise mahiti

“દરેક સ્વતંત્ર રાષ્ટ્રને તેનું પોતાનું બંધારણ હોય છે. બંધારણએ દેશનો મૂળભૂત દસ્તાવેજ છે. સામાન્ય રીતે લેખિત દસ્તાવેજના સ્વરૂપમાં હોય છે. જે અનુસાર સરકાર દેશનો વહીવટ કરે છે. બંધારણ દેશના કાયદાઓ કરતા ચડિયાતું છે. સરકાર દ્વારા અમલમાં મુકાતો દરેક કાયદો બંધારણ સાથે સુસંગત હોવો જોઈએ. બંધારણમાં જણાવ્યા પ્રમાણે જ દેશનો વહીવટ થવો જોઈએ.”
*  ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસે ૧૯૩૫માં, બંધારણ સભા રચવાની સૌ પ્રથમ માંગણી કરી.
* બંધારણ સભાની પ્રથમ બેઠક ડીસેમ્બર ૯, ૧૯૪૬ નાં રોજ મળી હતી.
* ૨૯ ઓગસ્ટ ૧૯૪૭ના રોજ બંધારણ ઘડવાની સમિતિ રચવામાં આવી.
* બંધારણ સભાના કાર્યકારી અધ્યક્ષ ડૉ.સચ્ચિદાનંદ સિંહા બન્યા.
* બંધારણની ખરડા સમિતિનાં અધ્યક્ષ ડૉ. બી.આર.આંબેડકર હતા.
* જયારે બંધારણ સભાના પ્રમુખ ડૉ.રાજેન્દ્ર પ્રસાદ હતા.
* બંધારણ ઘડવાનું કાર્ય ૨૬ નવેમ્બર, ૧૯૪૯ નાં રોજ પૂર્ણ થયું.
* ૨૬ જાન્યુઆરી, ૧૯૫૦ નાં રોજ ભારતનું બંધારણ અમલમાં આવ્યું હતું.
* બંધારણ સભાના ૩૮૯ સભ્યો હતા.
* બંધારણ પૂર્ણ કરતા ૨ વર્ષ ૧૧ મહિના અને ૧૮ દિવસ લાગ્યા હતા.
* જયારે રૂ/- ૬૪ લાખ બંધારણ ઘડવાનો ખર્ચ થયો હતો.
* બંધારણ ઘડવાનો સૌ પ્રથમ વિચાર સર.એમ.એન.રોય ને આવ્યો હતો.
* ભારતના બંધારણમાં ૧૨ પરિશિષ્ટો, ૪૪૬ અનુચ્છેદ છે.
*  બંધારણનું આમુખ જવાહારલાલ નહેરુએ તૈયાર કર્યું હતું.
* જયારે આમુખનો વિચાર અમેરિકાના બંધારણમાંથી લેવામાં આવ્યા હતો.

બંધારણનું  આમુખ 

અમે ભારતના લોકો પ્રતિજ્ઞા કરીએ છીએ કે  ભારતએ  સાર્વભોમ , બિનસાંપ્રદાયિક, સમાજવાદી , લોકશાહી પ્રજાસત્તાક  રાજય  બને  અને તેના બધા નાગરિકોને  સામાજિક, આર્થિક  અને રાજકીય ન્યાય મળે . વિચારો , વાણી , ધર્મ અને પૂજાની  સ્વતંત્રતા રહે . વ્યક્તિને  દરજજાની અને તકની  સમાનતા રહે . વ્યક્તિના  ગૌરવ અને રાષ્ટ્ની  એકાત્મકતા  અને અખંડીતાતા  જળવાઈ રહે તે માટે  ભાઈચારો  કેળવવાનો  દઢ સંકલ્પ  કરીને  અમારી બંધારણ  સભામો  આજે  ૨૬ નવેમ્બર, ૧૯૪૯ના  દિવે છે. આ બંધારણ  અપનાવીએ  છીએ  . સમાજવાદી , બિનસાંપ્રદાયિક  અને અખંડિતતા જેવા શબ્દો ૪૨માં  બંધારણીય  સુધારા દ્વારા  ૧૯૭૬ માં  ઉમેરવામાં  આવ્યા .
બંધારણનો સ્વીકાર ક્યારે કરવામાં આવ્યો ?
26 નવેમ્બર, 1949 ના રોજ

બંધારણને બનાવતા કેટલો સમય લાગ્યો હતો ?
2 વર્ષ , 11 મહિના અને 18 દિવસ લાગ્યા હતા .

ભારતના ક્યાં સભ્ય રાજ્યને બંધારણમાં અલગ અધિકારો આપવામાં આવ્યા છે ?
જમ્મુ એન્ડ કાશ્મીરને

ભારતના ક્યાં સભ્ય રાજ્યને બંધારણમાં અલગ અધિકારો આપવામાં આવ્યા છે ?
જમ્મુ એન્ડ કાશ્મીરને

ભારતના ક્યાં સભ્ય રાજ્યને બંધારણમાં અલગ અધિકારો આપવામાં આવ્યા છે ?
જમ્મુ એન્ડ કાશ્મીરને

બંધારણી કઈ અનુસૂચિમાં ભારતની સતાવાર ભાષાઓની યાદી આપવામાં આવી છે ?
આઠમી અનુસૂચિમાં

ભારતમાં પ્રથમ બિન કોંગ્રેસી સરકાર ક્યાં રાજ્યમાં સ્થાપવામાં આવી હતી ?
કેરલમાં

એડવોકેટ જનરલની નિયુક્તિ કોણ કરે છે ?
રાજ્યપાલ

મધ્યપ્રદેશની હાઇકોર્ટ ક્યાં આવેલી છે ?
જબલપુરમાં

રૂપિયા સોની નોટ પર સો રૂપિયા એમ કેટલી ભાષામાં લખાયેલું હોય છે ?
15 ભાષામાં

પક્ષ પલટા વિરોધી કાયદા સાથે બંધારણનો કયો સુધારો સંબંધિત છે ?
52 મો સુધારો

ક્યાં બંધારણીય સુધારા દ્વારા મિલકતના અધિકારને મૂળભૂત અધિકારોમાંથી કાઢી નંખાયા ?
44 મો બંધારણીય સુધારો

October 26, 2016

દિવાળી vise n janata hoy tevo itihas

દિવાળી અથવા દીપાવલીહિન્દુ ધર્મ,નો મહત્વપૂર્ણ તહેવાર છે અને આ દિવસે સમગ્ર ભારતમાં જાહેર રજા હોય છે.[૧] માનવીની અંદર રહેલા દુર્ગુણો પર સદગુણોના વિજયના પ્રતિકરૂપે તેઓ માટીના નાનકડા કોડિયામાં રૂની દિવેટ બનાવીને મૂકેલા દીવામાં તેલ ભરીને તેને પ્રગટાવે છે.
દિવાળીનો પાંચ દિવસનો ઉત્સવ નવા ચંદ્રના ઉદયની સાથે ઓક્ટોબર 13 અને નવેમ્બર 14ની વચ્ચે આવે છે. હિન્દુ કેલેન્ડર પર તેને અશ્વિન મહિનાના અંતમાં અને કારતક મહિનાની શરૂઆતમાં નવા ચંદ્ર દિવસમાં ગોઠવવામાં આવેલ છે, અશ્વિન મહિનાના અંધારિયા પખવાડિયાના 13મા દિવસથી તે શરૂ થાય છે (અશ્વિનની 28મી તિથિ) અને કાતરક મહિનાના અજવાળિયા પખવાડિયાના બીજા દિવસે (કારતકની બીજી તિથિ)તે પૂરી થાય છે. ઉજવણીના મુખ્ય દિવસોમાં પ્રાદેશિક વૈવિધ્ય છે.[૨] ભારત અને નેપાળના ઘણા વિસ્તારોમાં હિન્દુ માન્યતા અનુસાર 14 વર્ષના વનવાસ બાદ રામના આગમન અને રાવણ પરના તેમના વિજયની ઉજવણીનું આ પર્વ છે.[૩]સમય જતાં આ શબ્દ હિન્દીમાં દિવાળી અને નેપાળીમાં દિપાવલીમાં ફેરવાઈ ગયો, પરંતુ આજે પણ ભારતની દક્ષિણ અને પૂર્વની ભાષાઓમાં હજુ પણ આ શબ્દ તેના મૂળસ્વરૂપે જળવાયો છે. જૈન ધર્મ માં દિવાળી એ 15 ઓક્ટોબર, 527 ઈસ.પૂર્વે મહાવીર દ્વારા મેળવવામાં આવેલા નિર્વાણનું પ્રતિક છે.

 છઠ્ઠા શીખ ગુરુ ગુરુ હર ગોબિંદ જી (1595-1644)ને બાદશાહ જહાંગીરે અન્ય 56 હિન્દુ રાજાઓની સાથે ગ્વાલિયરના કિલ્લામાં બંદી બનાવ્યા હતા, તેમને મુક્ત કરાય પરત આવ્યા ત્યારથી તેમની યાદમાં શીખ ધર્મમાં અમૃતસર શહેરને ઝગમગાવવામાં આવે છે અને ત્યારથી દિવાળી મહત્ત્વ ધરાવે છે.અન્ય કેદીઓને મુક્ત કર્યા બાદ તેઓ પવિત્ર શહેર અમૃતસરમાં આવેલ દરબાર સાહિબ (સુવર્ણ મંદિર) ગયા હતા અને ત્યાં લોકોએ મીણબત્તીઓ અને દીવડાઓ પ્રગટાવીને ગુરુને ઉમળકાભેર આવકાર આપ્યો હતો. આ કારણથી શીખો દિવાળીને બંદી છોડ દિવસ- "કેદમાં પૂરાયેલા લોકોની આઝાદીનો દિવસ" પણ કહે છે. હિન્દુ બહુમતી ધરાવતા દેશ નેપાળના બૌદ્ધધર્મીઓમાંથી નેવાર બૌદ્ધધર્મીઓ પણ આ તહેવાર ઉજવે છે. ભારત અને નેપાળમાં હવે દિવાળીને રાષ્ટ્રીય તહેવાર ગણવામાં આવે છે અને ધર્મ-સંપ્રદાયના ભેદભાવ વગર નેપાળ અને ભારતના મોટાભાગના લોકો આ તહેવારના ધાર્મિક મહાત્મ્યનો લાભ મેળવે છે.

 દિપઆવલી નો અર્થ થાય છે દીવડાઓની હારમાળા (સંસ્કૃત દિપ= દીવડો અને આવલી= હારમાળા, હાર). ઘણી આધુનિક ભાષાઓમાં અને ખાસ કરીને ઉત્તર ભારતમાં તેને દિવાળીના ટૂંકા નામથી ઓળખવામાં આવે છે. વિવિધ સમુદાયો દિવસોની સંખ્યાને અલગ પાડવા માટે કિધાની ઉજવણી કરે છે.ભારત અને નેપાળમાં મુખ્ય દિવસો સરખા હોવા છતાં અને એક સાથે જ આવતા હોવા છતાં તેઓ અલગ-અલગ ગ્રેગેરિયન મહિનાઓમાં આવે છે, જેનો આધાર જે-તે વિસ્તારમાં પ્રચલિત હિન્દુ પંચાંગની આવૃત્તિ પર રહેલો છે. હિન્દુ પંચાંગની અમંતા ("નવા ચંદ્રનો અંત") આવૃત્તિનો રાષ્ટ્રીય પંચાંગ તરીકે સ્વીકાર કરવામાં આવ્યો છે. દક્ષિણ ભારત અને મહારાષ્ટ્રમાં પ્રચલિત આ પંચાંગ મુજબ અશ્વિન મહિનાના છેલ્લા ચાર દિવસ અને કારતક મહિનાના શરૂઆતના બે દિવસો દરમિયાન, આમ કુલ છ દિવસ સુધી તહેવાર ઉજવવામાં આવે છે.ઉત્તર ભારતમાં પ્રચલિત પૂર્ણિમાંતા ("પૂર્ણ ચંદ્રનો અંત") આવૃત્તિ મુજબ તે અશ્વાયુજા/અશ્વિન મહિનાની મધ્યમાં આવે છે. ગ્રેગેરિયન કેલેન્ડર મુજબ તે સામાન્ય રીતે ઓક્ટોબર કે નવેમ્બર મહિનામાં આવે છે. નેપાળમાં નેપાળી પંચાંગ મુજબ તેની ઉજવણી કરાય છે. આ તહેવાર નેપાળી વર્ષના છેલ્લા ત્રણ દિવસો અને પ્રથમ બે દિવસ દર્શાવે છે.
 પુષ્પક વિમાનમાં તેમને ઉડીને જતા દર્શાવતો દિવસ, આ દિવસ હવે દિવાળી તરીકે ઉજવાય છે]. અસત પર સતના વિજયને પ્રદર્શિત કરતો આ તહેવાર અંતરના અંધકારને ઉલેચવાનો દિવસ પણ છે.રામાયણમાં દર્શાવ્યુ છે તે મુજબ પ્રતિકાત્મક સંદર્ભે તે સદગુણો અને શ્રદ્ધાના ગૃહ આગમનને દર્શાવે છે. દિવાળીના દિવસે ઘણાં લોકો નવા કપડાં પહેરે છે અને એકબીજાને મિઠાઈ તથા ફરસાણો ખવડાવે છે.કેટલાક ઉત્તરભારતીય વેપારી સમુદાયો દિવાળીના દિવસે તેમના નાણાકીય વર્ષનો પ્રારંભ કરે છે અને નવા ચોપડા શરૂ કરે છે. આની સાથે હિન્દુઓની ઘણી મહત્વની ઘટનાઓ સંકળાયેલી છે:

  • રામનું અયોધ્યા આગમન :વનવાસ અને યુદ્ધમાં રાવણના મૃત્યુ પછી 14 વર્ષે અયોધ્યાના રાજા રામ પોતાની પત્ની સીતા અને ભાઈ લક્ષ્મણ સાથે અયોધ્યા પરત ફર્યા તેની ખુશીમાં પણ દિવાળી ઉજવવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે અંધકારભર્યા માર્ગમા પ્રકાશ પાથરવા માટે અયોધ્યાના લોકોએ ઘીના દીવા કર્યા હતા. દક્ષિણ ભારતમાંથી રામે પોતાના ઉત્તર ભારતમાં તેમના રાજ્ય તરફ મુસાફરી કરી હોવાથી તેઓ પહેલા દક્ષિણમાંથી પસાર થયા હતા.આ કારણથી દક્ષિણ ભારતમાં આ તહેવાર એક દિવસ વહેલો ઉજવાય છે
  • નરકાસુરનો વધ : દિવાળીના એક દિવસ પહેલા ઉજવાતો નરક ચતુર્દશીનો દિવસ અત્યાચારી રાક્ષસ નરકાસુરનો વધ કૃષ્ણના પત્ની સત્યભામાએ કર્યો હતો. આ ઘટના કૃષ્ણના અવતાર સમયે દ્વાપર યુગમાં બની હતી. અન્ય એક કથા મુજબ, રાક્ષસને કૃષ્ણએ માર્યો હતો ( કૃષ્ણએ પત્ની સત્યભામાને ઈન્દ્રને હરાવવા નર્શને મારવા ઉશ્કેર્યા હતા: ગોવર્ધન પૂજા દિવાળીના એક દિવસ બાદ ઉજવાય છે. આ દિવસે કૃષ્ણએ વરસાદ અને વીજળીના દેવતા ઈન્દ્રને હરાવ્યા હતા. કથા મુજબ, ભગવાન ઈન્દ્રની વાર્ષિક પૂજા માટેની મોટી તૈયારીઓ કૃષ્ણએ જોઈ અને તેમણે આ અંગે પિતા નંદને પ્રશ્ન પૂછ્યા.ગ્રામજનો સાથે તેમણે સાચા ‘ધર્મ’ અંગે ચર્ચા કરી. તેઓ ખેડૂત હતા અને તેમણે કૃષિ તથા પશુધનના રક્ષણ પર ધ્યાન આપવું જોઈએ અને પોતાની ફરજ નિભાવવી જોઈએ. તેઓ સતત એવું કહેતા હતા કે દરેક મનુષ્યએ પોતાની ક્ષમતા મુજબ શ્રેષ્છ રીતે પોતાનું 'કર્મ' કરવું જોઈએ અને કુદરતના તત્વોને પ્રાર્થના કરવી જોઈએ નહિ. ગ્રામજનો કૃષ્ણ સાથે સંમત થઈ ગયા અને વિશેષ પૂજા (પ્રાર્થના) કરી નહિ.આનાથી ઈન્દ્ર ગુસ્સે ભરાયા અને ગામમાં પૂર લાવી દીધું.ત્યાર બાદ કૃષ્ણે ગોવર્ધન પર્વત ઊંચકી લીધો અને તેમના લોકો તથા પશુઓને વરસાદથી બચાવવા માટે તેને પકડી રાખ્યો. આખરે ઈન્દ્રએ પોતાનો પરાજય સ્વીકાર્યો અને કૃષ્ણની સર્વોચ્ચતાને સ્વીકારી. કૃષ્ણના જીવનના આ પાસામાં કલ્પના વધારે છે, (સંદર્ભ આપો) પરંતુ તેના દ્વારા 'કર્મ'ના સિદ્ધાંતનો પાયો નંખાય છે, જેની પાછળથી ભગવદ ગીતા માં વિસ્તૃત ચર્ચા છે.
 

આધ્યાત્મિક મહત્વ

 

દિવાળીનો તહેવાર "પ્રકાશના પર્વ" તરીકે જાણીતો છે ત્યારે તેનો સૌથી વધારે આધ્યાત્મિક અર્થ થાય છે, "મનના પ્રકાશની જાગૃતિ".સ્થૂળ શરીર અનને મનની પેલે પાર પણ કશુંક છે, જે શુદ્ધ, અનંત અને અવિનાશી છે અને તેને આત્મા કહેવાય છે તેવી વિચારધારા હિન્દુ તત્વજ્ઞાનનું કેન્દ્ર છે. આપણે જેવી રીતે આપણા સ્થૂળ જન્મને ઉજવીએ છીએ તેવી રીતે દિપાવલી આંતરિક પ્રકાશનો તહેવાર છે, કે જેને જાણવાથી અંધકારે પ્રકાશમય બને છે(તમામ મુશ્કેલીઓ દૂર થાય છે અને અજ્ઞાન વિખેરાઈ જાય છે), વ્યક્તિનું પોતાનું સાચુ સ્વરૂપ જાગૃત થાય છે, શરીર તરીકે નહિ, પરંતુ અપરિવર્તનીય, અનંત, વિશ્વવ્યાપી અને ગુણાતીત વાસ્તવિકતા સમજાય છે. આત્માની અનુભૂતિ થતાની સાથે જ સમગ્ર સૃષ્ટિ માટે કરુણા, પ્રેમ અને તમામ વસ્તુઓના એકાકારની જાગૃતિ (ઉચ્ચ જ્ઞાન) આવે છે. આનાથી આનંદ (આંતરિક ઉલ્લાસ અથવા શાંતિ) આવે છે. દિવાળી ફટાકડા, પ્રકાશ, ફૂલો, મિઠાઈઓ તથા ભક્તિ દ્વારા ઉજવવામાં આવે છે. પ્રદેશે-પ્રદેશે દિવાળીની કથા અલગ છે ત્યારે આ તમામનો સાર એકસરખો છે - આંતરિક પ્રકાશનો આનંદ લેવો (આત્મા) અથવા તમામ વસ્તુઓનું પાયારૂપ સત્ય (બ્રાહ્મન).

પાંચ દિવસો


  1. વસુ બારસ (27 અશ્વિન અથવા 12 ઘણાં ખરાબ તહેવારો
કૃષ્ણ પક્ષ અશ્વિન ): બારસનો અર્થ થાય છે12મો દિવસ અને વસુનો અર્થ છે ગાય. આ દિવસે ગાય તથા વાછરડાની પૂજા થાય છે.
  1. ધનત્રયોદશિ અથવા ધન તેરસ (28 અશ્વિન અથવા 13 કૃષ્ણ પક્ષ અશ્વિન ): ધનનો અર્થ છે "સંપત્તિ" અને ત્રયોદશી એટલે "13મો દિવસ". આમ નામના અર્થ મુજબ ચંદ્ર મહિનાના બીજા પખવાડિયાના 13મા દિવસે આ તિથિ આવે છે.વાસણો અને સોનું ખરીદવા માટે આ દિવસ શુભ મનાય છે. આ દિવસને ભગવાન ધન્વંતરીની જયંતિ તરીકે પણ ઉજવાય છે કે જેઓ દેવતાઓ અને દાનવો દ્વારા થયેલા સમુદ્રમંથનમાં બહાર આવ્યા હતા.ધન્વંતરી જયંતિ
  2. નરક ચતુર્દશી (29 અશ્વિન અથવા 14 કૃષ્ણ પક્ષ અશ્વિન ): ચતુર્દશી એ ચૌદમો દિવસ છે કે જ્યારે રાક્ષસ નરકાસુર હણાયો હતો. તે અસુર પર દૈવી શક્તિનો અને અંધકાર પર પ્રકાશનો વિજય અભિવ્યક્ત કરે છે. (ગુજરાતી: કાળી ચૌદસ, રાજસ્થાન : રુપ ચૌદસ).
    નરક ચતુર્દશી: અશ્વિન પખવાડિયાનો ચૌદમો દિવસ (ચતુર્દશી)

  3. શ્રીમદભાગવત પુરાણ અનુસાર આ દિવસે ભગવાન કૃષ્ણે નરકાસુરનો વધ કર્યો હતો. ભૌમાસુર અથવા નરકાસુર તરીકે ઓળખાતો શક્તિશાળી રાક્ષસ અગાઉ પ્રાગજ્યોતિશપુર તરીકે ઓળખાતા સ્થળ પર શાસન કરતો હતો. તેણે ભક્તજનો અને લોકો બંનેને રંજાડવાનું શરૂ કર્યુ હતું. આ ક્રૂર રાક્ષસે મહિલાઓને પજવવાનું શરૂ કર્યું. તેણે યુદ્ધોમાં જીતેલી લગ્નયોગ્ય ઉંમરની સોળ હજાર રાજકુમારીઓને જેલમાં રાખી હતી અને તેમની સાથે લગ્ન કરવા માગતો હતો. આના કારણે ચારેબાજુ હાહાકાર મચી ગયો હતો.ભગવાન કૃષ્ણએ અને સત્યભામાએ આ સાંભળ્યું ત્યારે તેમણે રાક્ષસ પર હુમલો કર્યો, વધ કર્યો અને તમામ રાજકુમારીઓને મુક્ત કરી. મરતી વખતે નરકાસુરે ભગવાન કૃષ્ણ પાસે એક વરદાન માગ્યું, "આ તારીખે (તિથિએ) પવિત્ર સ્નાન (મંગલસ્નાન) કરનાર વ્યક્તિને નરકની યાતના ભોગવવી પડશે નહિ". ભગવાન કૃષ્ણે તેને આ વરદાનના આશીર્વાદ આપ્યા. પરિણામે અશ્વિનના અંધારા પખવાડિયાનો ચૌદમો (ચતુર્દશી) દિવસ નરક ચતુર્દશી તરીકે જાણીતો બન્યો અને આ દિવસે લોકોએ સૂર્યોદય પહેલા સ્નાન કરવાનું શરૂ કર્યું. નરકાસુરના વધ પછી આ દિવસે કૃષ્ણ જ્યારે મળસ્કે ઘરે પહોંચ્યા ત્યારે તેમણે નરકાસુરના લોહીથી કપાળ પર તિલક કર્યું અને નંદે તેમને પવિત્ર સ્નાન કરાવ્યું. મહિલાઓએ તેમની આરતી ઉતારીને (ઓવારણા લઈને) પોતાનો આનંદ વ્યક્ત કર્યો.'
    દક્ષિણ ભારતમાં ઉત્સવોનો આ વાસ્તવિક દિવસ છે. હિન્દુઓ સૂર્યોદય પહેલા ઉઠી જાય છે, સવારના બે વાગ્યા જેટલા વહેલા ઉઠીને તેઓ સુગંધી અત્તરથી સ્નાન કરે છે અને નવા વસ્ત્રો પહેરે છે. તેઓ સમગ્ર ઘરમાં નાના દીવા સળગાવે છે અને ઘરની બહાર આકર્ષક કોલમો/રંગોળીઓ દોરે છે.તેઓ ભગવાન શ્રી કૃષ્ણ અથવા ભગવાન શ્રી વિષ્ણુને અર્ઘ્ય ચડાવીને વિશેષ પૂજા કરે છે, કારણ કે આ દિવસે તેમણે વિશ્વને રાક્ષસ નરકાસુરમાંથી મુક્તિ અપાવી હતી. એવું માનવામાં આવે છે કે આકાશમાં તારા દેખાતા હોય તેવા સમયે વહેલી સવારે સૂર્યોદય પહેલા સ્નાન કરવાથી ગંગામાં પવિત્ર સ્નાન જેટલું ફળ મળે છે. તેથી લોકો સવારે એકબીજાને શુભેચ્છા આપતી વખતે પૂછે છે "શું તમે ગંગાસ્નાન કર્યું?".

     પૂજા પછી બાળકો ફટાકડા ફોડે છે અને રાક્ષસના પરાજયને ઉજવે છે. આનંદના આ દિવસે ઘણાં લોકો વિવિધ નાસ્તો અને ભોજનનો સ્વાદ માણે છે અને મિત્રો તથા પરિવારજનોને મળે છે. સાંજે ફરીથી દીવા પ્રગટાવવામાં આવે છે અને દેવી લક્ષ્મીની પૂજા થાય છે તથા તેમને વિશેષ ભોગ ધરાવાય છે. આ દિવસે ચંદ્ર નહિ હોવાના કારણે ઘણા લોકો વડવાઓને વિશેષ તર્પણ(પાણી અને સીસમના દાણાનું અર્ઘ્ય) આપે છે. આ દિવસ રુપ ચતુર્દશી પણ કહેવાય છે


    1. લક્ષ્મી પૂજા (30 અશ્વિન અથવા 15 કૃષ્ણ પક્ષ અશ્વિન ): ઉત્તર ભારતમાં લક્ષ્મી પૂજા એ દિવાળીનો સૌથી વધુ મહત્વનો દિવસ છે. હિન્દુ ઘરો સંપત્તિના દેવી લક્ષ્મી અને શુભ શરૂઆતના દેવતા ગણેશની પૂજા કરે છે અને પછી તમામ ગલીઓ તથા ઘરોમાં દીવા સળગાવી સમૃદ્ધિ તથા શુભ શરૂઆતને આવકારે છે.                                                                            
    2. ગોવર્ધન પૂજા (1 કારતક અથવા 1 શુક્લ પક્ષ કાતરક ):અન્નકૂટ પણ કહેવાય છે, તે કૃષ્ણ દ્વારા ઈન્દ્રના પરાજયના દિવસ તરીકે ઉજવાય છે.ભગવાન કૃષ્ણે લોકોને તેમનું 'કર્મ' કરવા અને પ્રકૃતિનું જતન કરવા ઉપદેશ આપ્યો હતો. આ અંગે તેમણે કારણ આપ્યુ હતું કે ઈન્દ્ર અથવા અન્ય કોઈ દેવતાની પૂજા કરવાથી પાકની સફળતા પર કોઈ અસર પડતી નથી, તેના માટે માત્ર સખત મહેનત જરૂરી છે. તેમનો સંદેશો હતો કે આપણે પ્રકૃતિને સાચવીશું તો પ્રકૃતિ આપણી સંભાળ રાખશે. આપણે આપણી પોતાની જાત માટે, સમાજ માટે અને પ્રકૃતિ માટે જે કામ કરીએ છીએ તેનું પ્રતિક 'કર્મ' છે. {0અન્નકૂટ{/0} માટે ખોરાકના ટેકરાને શણગારવામાં આવે છે, જે ભગવાન કૃષ્ણે ઉંચકેલા ગોવર્ધન પર્વતનું પ્રતિક છે. મહારાષ્ટ્રમાં તે પડવા અથવા બલિપ્રતિપદા તરીકે ઉજવાય છે. મહારાજ બલિને યાદ કરવાનો દિવસ.આ દિવસે પુરુષો પોતાની પત્નીને ભેટ આપે છે.   
    3. ભાઈદૂજ (ભય્યાદૂજ, ભાઉબીજ અથવા ભાઈટિકા પણ કહેવાય છે) (2 કાર્તિક અથવા બીજ શુક્લ પક્ષ કાર્તિક ): આ દિવસે ભાઈઓ અને બહેનો મળે છે અને એકબીજા માટેના પ્રેમ તથા લાગણીને અભિવ્યક્ત કરે છે.(ગુજરાતી: ભાઈ બીજ, બંગાળી: ભાઈ ફોટા). મોટાભાગના ભારતીય ઉત્સવો પરિવારોને નજીક લાવે છે, ભાઈદૂજ પરિણિત બહેનો તથા ભાઈઓને નજીક લાવે છે અને તેમના માટે આ દિવસ તહેવારનો મહત્વનો દિવસ છે. આ તહેવાર પ્રાચીન છે અને હાલમાં ભાઈ બહેનના અન્ય તહેવાર તરીકે ઉજવાતા 'રક્ષા બંધન' કરતાં વધારે જૂનો છે.                                                                                                        

     

લક્ષ્મી પૂજા

 

ભારત અને નેપાળના મોટાભાગના વિસ્તારોમાં દિવાળી એ લણણીની મોસમ પૂરી થયાનું સૂચવે છે. ખેડૂતો વીતેલા વર્ષના અઢળક પાક માટે આભાર માને છે અને આગામી વર્ષ માટેના સારા પાક માટે પ્રાર્થના કરે છે. પરંપરાગત રીતે આ પ્રસંગે કૃષિ ચક્ર આધારિત વેપારીઓ માટે ખાતા બંધ કરવાનો સમય તથા શિયાળા પહેલાની છેલ્લી મોટી ઉજવણી સૂચવે છે. લક્ષ્મીની પૂજા સંપત્તિ અને સમૃદ્ધિનું પ્રતિક છે અને આગામી વર્ષ સારુ જાય તે માટે તેમના આશીર્વાદ માગવામાં આવે છે. આ દિવસે લક્ષ્મીની પૂજા સાથે બે દંતકથાઓ સંકળાયેલી છે.પ્રથમ દંતકથા મુજબ સમુદ્રમંથન દરમિયાન આ દિવસે લક્ષ્મી દૂધના સમુદ્ર ક્ષીર સાગરમાંથી બહાર આવ્યા હતા. બીજી દંતકથા (પશ્ચિમ ભારતમાં વધારે પ્રચલિત છે) રાક્ષસ રાજા બલિને મારવા માટે વિષ્ણુએ લીધેલા વામન અવતાર સાથે સંકળાયેલી છે. ત્યાર બાદ આ દિવસે વિષ્ણુ પોતાના ઘર વૈકુંઠ પરત ફર્યા હતા; આથી આ દિવસે લક્ષ્મીની પૂજા કરતા લોકો લક્ષ્મીના હિતકારી મનોભાવનો લાભ મેળવે છે અને માનસિક, શારીરિક તથા ભૌતિક સમૃદ્ધિના આશીર્વાદ મેળવે છે.[૫]આધ્યાત્મિક સંદર્ભો મુજબ આ દિવસે બ્રહ્માંડમાં "લક્ષ્મી-પંચાયતન" પ્રવેશે છે. શ્રી વિષ્ણુ, શ્રી ઈન્દ્ર, શ્રી કુબેર શ્રી ગજેન્દ્ર અને શ્રી લક્ષ્મી આ "પંચાયતન" (પાંચનું જૂથ)ના સભ્યો છે.

આ તત્વોની કામગીરી છે...
  • વિષ્ણુ: આનંદ (આનંદ અને સંતોષ)
  • ઈન્દ્ર: સમૃદ્ધિ (સંપત્તિના કારણે સંતોષ)
  • કુબેર: સંપત્તિ (ઉદારતા; સંપત્તિનો ત્યાગ કરનાર વ્યક્તિ)
  • ગજેન્દ્ર: સંપત્તિનું વહન કરે છે
  • લક્ષ્મી: દૈવી ઊર્જા(શક્તિ) જે ઉપરની તમામ પ્રવૃત્તિ                                                                                                                                                                                         

    જૈન ધર્મમાં

     

    બુદ્ધના નિર્વાણની તારીખ બુદ્ધ પૂર્ણિમા અને ખ્રિસ્તિઓ માટે ક્રિસમસનું જેટલું મહત્વ છે તેટલું જ મહત્વ જૈન ધર્મમાં દિવાળીનું છે.છેલ્લા જૈન તિર્થંકર ભગવાન મહાવીરે/0} આ દિવસે કારતક મહિનાની ચૌદસે ઈસ. પૂર્વે 527ની 15 ઓક્ટોબરે પાવાપુરી ખાતે નિર્વાણ અથવા મોક્ષ મેળવ્યો હતો, છઠ્ઠી સદીના રાજ્યો યતિવર્શબાના તિલ્યાપન્નતિમાંથી:
    ભગવાન મહાવીરે સ્થાપેલા ધર્મનું પાલન જૈનો આજે પણ કરે છે. પરંપરા મુજબ મહાવીરના મુખ્ય શિષ્ય ગણધર ગૌતમ સ્વામીએ પણ સંપૂર્ણ જ્ઞાન (કેવલજ્ઞાન) આ દિવસે મેળવ્યુ હતું, આમ આ કારણોથી દિવાળી જૈનોનો સૌથી વધુ મહત્વના તહેવારોમાંનો એક છે. મહાવીરે અમાસની (નવો ચંદ્ર) વહેલી પરોઢે નિર્વાણ મેળવ્યું હતું. ઈસ. પૂર્વે ત્રીજી સદીમાં આચાર્ય ભદ્રબાહુ રચિત કલ્પસૂત્ર અનુસાર ઘણા દેવતાઓ ત્યાં ઉપસ્થિત હતા અને અંધકારને પ્રકાશથી અજવાળતા હતા[૭]ત્યાર બાદની રાત કાળી અંધારી હતી અને તેમાં દેવતાનો કે ચંદ્રનો પ્રકાશ નહોતો. તેમના ગુરુની જ્ઞાનની જ્યોતને જીવંત રાખવાના પ્રતિક તરીકે:


    કાશી અને કોસલના 16 ગણ-રાજા, 9 મલ્લ અને 9 લિચ્છવીઓએ તેમના દરવાજા પ્રકાશિત કર્યા હતા. તેઓએ કહ્યું: "જ્ઞાનનો પ્રકાશ જતો રહ્યો હોવાથી આપણે સામાન્ય વસ્તુઓથી અજવાળું કરીશું" ("गये से भवुज्जोये, दव्वुज्जोयं करिस्समो").
    દિપાવલીનો સૌ પ્રથમ ઉલ્લેખ જૈન પુસ્તકોમાં આવે છે અને આ તારીખને મહાવીરના નિર્વાણનો દિવસ કહેવામાં આવી છે. હકીકતમાં દિવાળીનો સૌથી પ્રાચીન સંદર્ભ દિપાલિકાયા શબ્દ સાથે સંકળાયેલો છે, આ શબ્દ આચાર્ય જિનસેન લિખિત હરિવંશ-પુરાણમાં જોવા મળે છે[૮]


    ततस्तुः लोकः प्रतिवर्षमादरत् प्रसिद्धदीपलिकयात्र भारते |
    समुद्यतः पूजयितुं जिनेश्वरं जिनेन्द्र-निर्वाण विभूति-भक्तिभाक् |२० |
    તતસ્તુઃ લોકઃ પ્રતિવર્ષમારત એકો
    પ્રસિદ્ધદીપલિકયાત્ર ભારતે
    સમુદ્યતઃ પૂજયિતું જિનેશ્વરં
    જિનેન્દ્ર-નિર્વાણ વિભૂતિ-ભક્તિભાક
    અનુવાદ: આ પ્રસંગના માનમાં દેવતાઓએ પાવાપુરીને દીવડાઓના પ્રકાશથી ઝગમગાવી હતી. કારણ કે તે સમયે ભારતના લોકો ભગવાન જિનેન્દ્ર (એટલે કે ભગવાન મહાવીર)ના નિર્વાણ પ્રસંગે તેમની ભક્તિ માટે પ્રખ્યાત તહેવાર "દિપાલિકા"ની ઉજવણી કરી રહ્યા હતા.
    ततस्तुः लोकः प्रतिवर्षमादरत् प्रसिद्धदीपलिकयात्र भारते |
    समुद्यतः पूजयितुं जिनेश्वरं जिनेन्द्र-निर्वाण विभूति-भक्तिभाक् |२० |
    તતસ્તુઃ લોકઃ પ્રતિવર્ષમારત એકો
    પ્રસિદ્ધદીપલિકયાત્ર ભારતે
    સમુદ્યતઃ પૂજયિતું જિનેશ્વરં
    જિનેન્દ્ર-નિર્વાણ વિભૂતિ-ભક્તિભાક
    અનુવાદ: આ પ્રસંગના માનમાં દેવતાઓએ પાવાપુરીને દીવડાઓના પ્રકાશથી ઝગમગાવી હતી. કારણ કે તે સમયે ભારતના લોકો ભગવાન જિનેન્દ્ર (એટલે કે ભગવાન મહાવીર)ના નિર્વાણ પ્રસંગે તેમની ભક્તિ માટે પ્રખ્યાત તહેવાર "દિપાલિકા"ની ઉજવણી કરી રહ્યા હતા.
    ततस्तुः लोकः प्रतिवर्षमादरत् प्रसिद्धदीपलिकयात्र भारते |
    समुद्यतः पूजयितुं जिनेश्वरं जिनेन्द्र-निर्वाण विभूति-भक्तिभाक् |२० |
    તતસ્તુઃ લોકઃ પ્રતિવર્ષમારત એકો
    પ્રસિદ્ધદીપલિકયાત્ર ભારતે
    સમુદ્યતઃ પૂજયિતું જિનેશ્વરં
    જિનેન્દ્ર-નિર્વાણ વિભૂતિ-ભક્તિભાક
    અનુવાદ: આ પ્રસંગના માનમાં દેવતાઓએ પાવાપુરીને દીવડાઓના પ્રકાશથી ઝગમગાવી હતી. કારણ કે તે સમયે ભારતના લોકો ભગવાન જિનેન્દ્ર (એટલે કે ભગવાન મહાવીર)ના નિર્વાણ પ્રસંગે તેમની ભક્તિ માટે પ્રખ્યાત તહેવાર "દિપાલિકા"ની ઉજવણી કરી રહ્યા હતા.

August 12, 2016

ગણિત વિજ્ઞાન માટે ઉપયોગી વેબસાઈટ

www.mathsisfun.com
www.syvum.com
www.mathpuzzle.com
www.coolmath4kids.com
video.nationalgeographic.com
www.sciencebob.com
www.neok12.com
www.cut-the-knot.org
www.funbrain.com
www.doscience.com
www.homeworkplanet.com
www.sciencemaster.com
www.navneet.com
www.howstuffworks.com
MiniScience
Science Project

August 11, 2016

રાષ્ટ્રધ્વજ વિશે

૨૦મી સદીની શરૂઆતમાં બ્રિટિશ શાસનમાંથી મુક્ત થવા માટે આઝાદીની ચળવળ જોર પકડવા લાગી ત્યારે એક રાષ્ટ્રધ્વજ જેવા કોઇ શક્તિશાળી માધ્યમની જરૂર જણાઇ, જે સર્વે દેશભક્તોને એક નેજા હેઠળ લાવી પ્રેરણા પ્રદાન કરે. ૧૯૦૪ માં સિસ્ટર નવેદિતા, સ્વામી વિવેકાનંદનાં શિષ્યાએ પ્રથમ ધ્વજ રજુ કર્યો, જે સિસ્ટર નવેદિતા ધ્વજ(Sister Nivedita's Flag) તરીકે ઓળખાણો. જે લાલ ચોરસ આકારનો વચ્ચે પીળો અને મધ્યમાં સફેદ રંગના કમળમાં વજ્ર નું ચિહ્ન ધરાવતો તથા બંગાળી ભાષામાં વંદેમાતરમ્ ("বন্দে মাতরম")લખાણ કરેલ હતો. જેમાં લાલ રંગ આઝાદીની લડાઇ,પીળો રંગ વિજય અને સફેદ કમળ શુધ્ધતા નાં પ્રતિક હતા.
પ્રથમ ત્રિરંગો ધ્વજ ૭ ઓગસ્ટ,૧૯૦૬ નાં રોજ બંગાળના ભાગલા વિરોધી દેખાવો દરમિયાન સચિન્દ્રપ્રસાદ બોઝ અને સુરેન્દ્રનાથ બેનરજી દ્વારા "પારસી બાગાન ચોક" કોલકાતામાં લહેરાવવામાં આવ્યો.જે કલકત્તા(હવે કોલકાતા) ધ્વજ તરીકે જાણીતો થયો.આ ધ્વજમાં એકસરખા પહોળાઇના ત્રણ આડા પટ્ટા,ઉપર નારંગી,વચ્ચે પીળો અને નિચે લીલો હતા. ઉપલા પટ્ટામાં આઠ અડધા ઉઘડેલા કમળ અને નિચલા પટ્ટામાં સુર્ય અને ચાંદ-તારાનું ચિત્ર હતાં.વચ્ચેનાં પટ્ટામાં વંદેમાતરમ્ દેવનાગરી ભાષામાં લખેલ હતું.
૨૨ ઓગસ્ટ,૧૯૦૭ ના રોજ ભિખાયજી કામા (en:Bhikaiji Cama) એ સ્ટુટગાર્ટ, જર્મની માં એક અન્ય ત્રિરંગો ધ્વજ ફરકાવ્યો. આ ધ્વજમાં ઉપર લીલો ,વચ્ચે કેશરી અને નિચે લાલ રંગ ના પટ્ટા હતા. લીલો રંગ ઇસ્લામ,કેશરી હિન્દુ અને બૌધ્ધ ધર્મના પ્રતિક હતા. આ ધ્વજમાં લીલા પટ્ટામાં રહેલ આઠ કમળ તે સમયનાં બ્રિટિશ ભારતનાં આઠ પ્રાંતોનું પ્રતિનિધિત્વ કરતા હતા. વચલા પટ્ટામાં દેવનાગરી લિપિમાં "વંદેમાતરં" લખેલ હતું.નિચલા પટ્ટામાં ધ્વજદંડ બાજુ અર્ધ ચંદ્ર અને સામે છેડે સુર્યનું ચિહ્ન હતાં. આ ધ્વજ ભિખાયજી કામા,વીર સાવરકર અને શ્યામજી કૃષ્ણ વર્મા દ્વારા સંયુક્ત રીતે રચવામાં આવેલ.
બાલ ગંગાધર તિલક અને એની બેસન્ટ દ્વારા ૧૯૧૭ માં સ્થપાયેલ હોમરૂલ ચળવળ માટે એક નવો ધ્વજ પસંદ કરાયો,જે પાંચ લાલ અને ચાર લીલી આડી પટ્ટીઓ તથા ઉપરનાં ડાબા ચતૃથ ભાગમાં "યુનિયન જેક"(બ્રિટિશ ધ્વજ) ધરાવતો હતો.ઉપલી સામેની બાજુ પર ચાંદ-તારાની સફેદ આકૃતિ અને સફેદ રંગમાં સાત તારાઓ સપ્તર્ષિ આકારમાં ગોઠવાયેલ હતાં. આ ધ્વજ જનસમુદાયમાં લોકપ્રીય બન્યો નહોતો.
૧૯૧૬ ની શરૂઆતમાં મછલીપટ્ટનમ (આંધ્રપ્રદેશ)નાં "પિંગાલી વૈંકય્યા" એ સર્વમાન્ય રાષ્ટ્રધ્વજ બનાવવાનો પ્રયત્ન કર્યો,તેમની તરફ "ભારતીય રાષ્ટ્રધ્વજ અભિયાન" ચલાવતા ઉમર સોબાની અને એસ.બી.બોમનજીનું ધ્યાન દોરાયું,જ્યારે વૈંકય્યાએ મહાત્મા ગાંધીને આ ધ્વજ બતાવ્યો ત્યારે તેમણે સુચન કર્યું કે ધ્વજ પર ચરખાનું ચિત્ર મુકવું.ચરખો ત્યારે ભારતનીં આર્થિક ઉન્નતિનું પ્રતિક બની ગયેલ હતો. "પિંગાલી વૈંકય્યા" લાલ-લીલી પાશ્વભુમીમાં ચરખાનાં ચિત્ર વાળો ધ્વજ બનાવી લાવ્યા,પરંતુ ગાંધીજીને તેમાં સર્વ ધર્મનું પ્રતિનિધિત્વ જણાયુ નહીં.
મહાત્મા ગાંધી સમક્ષ અન્ય એક ત્રિરંગો ધ્વજ રજૂ કરવામાં આવ્યો,જેમાં ઉપર સફેદ,વચ્ચે લીલો અને નિચે લાલ રંગના આડા પટ્ટા હતા,જે લઘુમતિ ધર્મો,મુસ્લીમ અને હિન્દુ ધર્મનું પ્રતિનિધિત્વ કરતા હતા. સાથે ત્રણે પટ્ટાઓને આવરતો ચરખો હતો. આ ધ્વજની રૂપરેખા "આયરલેન્ડ"નાં ધ્વજનાં આધારે બનાવાયેલ,કારણકે "આયરલેન્ડ" પણ ત્યારે બ્રિટિશ શાસન સામે આઝાદીની લડાઇ લડતું હતું.આ ધ્વજ પ્રથમ વખત અમદાવાદ માં કોંગ્રેસ પક્ષનાં સંમેલન વખતે ફરકાવાયેલ,જોકે તેને ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ પક્ષનાં અધિકૃત ધ્વજ તરીકે પસંદ કરાયો નહીં.આ ધ્વજ આઝાદીની ચળવળમાં પણ બહોળો વપરાયેલ નહીં.
ઘણાં એવા લોકો હતા જે અત્યાર સુધી રજુ થયેલા ધ્વજ દ્વારા વ્યક્ત થતી ધાર્મિક ભાવનાઓથી સંતુષ્ટ નહોતા.૧૯૨૪ માં કોલકાતામાં મળેલ "અખિલ ભારતીય સંસ્કૃત કોંગ્રેસે" જેમાં વચ્ચે વિષ્ણુની ગદાનું પ્રતિક હોય તેવો ભગવા રંગનો ધ્વજ સુચવ્યો. પછીનાં સમયમાં "ગેરૂ" રંગનું સુચન પણ થયું.જેમાં ગેરૂ રંગ હિન્દુ યોગીઓ અને સન્યાસી તથા મુસ્લિમ ફકિર અને દુર્વેશોનાં પ્રતિકરૂપ ગણાવાયેલ. શીખ સમુદાય દ્વારા પીળા રંગનો સમાવેશ કરવાનું પણ સુચવાયું.
આટલી પ્રગતિ બાદ,૨ એપ્રિલ,૧૯૩૧ નાં રોજ "કોંગ્રેસ કાર્યકારી સમિતી" દ્વારા સાત સભ્યોનીં "ધ્વજ સમિતી" નીં રચના કરવામાં આવી. આ સમિતીએ એકજ રંગનો,સોનેરી-પીળો (golden-yellow) (કે જે "ગેરૂ" પણ કહેવાય)રંગ અને ઉપરનાં ખુણામાં ચરખાનું ચિત્ર ધરાવતો ધ્વજની ભલામણ કરી. ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ દ્વારા આ ધ્વજ કોમી કારણોસર નામંજુર થયો.
છેલ્લે, જ્યારે ૧૯૩૧ માં કોંગ્રેસ સમિતી કરાચીમાં મળી ત્યારે રાષ્ટ્રધ્વજ પર આખરી ઠરાવ પસાર થયો,અને "પિંગાલી વૈંકય્યા" નાં ધ્વજનાં આધારે ત્રિરંગો ધ્વજ જેમાં કેશરી,સફેદ અને લીલો ત્રણ આડા પટ્ટા અને વચ્ચે ચરખાનું ચિત્ર હતું.
આજ સમયે "ભારતીય રાષ્ટ્રીય સેના" (Indian National Army) દ્વારા આજ પ્રકારનો પરંતુ ઉપર નિચે "આઝાદ-હીંદ" લખેલ અને વચ્ચેનાં પટ

ઉત્પાદન પ્રક્રિયા
ધ્વજ પ્રમાણમાપ
માપએમ.એમ.
૧૬૩૦૦ × ૪૨૦૦
૨૩૬૦૦ × ૨૪૦૦
૩૨૭૦૦ × ૧૮૦૦
૪૧૮૦૦ × ૧૨૦૦
૫૧૩૫૦ × ૯૦૦
૬૯૦૦ × ૬૦૦
૭૪૫૦ × ૩૦૦
૮૨૨૫ × ૧૫૦
૯૧૫૦ × ૧૦૦

બેંગલોર, વિધાન સભા ભવન પર રાષ્ટ્ર ધ્વજ અને રાષ્ટ્રીય ચિહ્ન
૧૯૫૦ મા ભારત ગણતંત્ર બન્યા પછી ૧૯૫૧ માં પ્રથમ વખત ભારતીય માનક સંશ્થા (Bureau of Indian Standards (BIS)) એ રાષ્ટ્રધ્વજ માટે પ્રમાણીત માપદંડ નક્કિ કર્યા,જે ૧૯૬૪ માં ભારતમાં મેટ્રિક પધ્ધતિ દાખલ થઇ ત્યારે સુધારવામાં આવ્યા. આ માપદંડ ૧૭ ઓગસ્ટ,૧૯૬૮ થી લાગુ કરવામાં આવ્યા, આ માપદંડ રાષ્ટ્રધ્વજ ઉત્પાદનનાં તમામ પાસાઓ જેવાકે,માપ,રંગ,ચમક,દોરાઓ,કાપડનો વણાંટ વિગેરે નક્કી કરે છે. આ માર્ગદર્શિકાને તમામ ઉત્પાદકોએ ચોક્કસપણે અનુસરવું ફરજીયાત છે,તેમાં ચુક કરનારને ગંભીર ગુનો ગણી દંડ અથવા કારાવાસ કે બન્ને સાથેની સજા થઇ શકે છે.

ખાદી અથવા હાથવણાટનું કાપડજ રાષ્ટ્રધ્વજ બનાવવા માટે વાપરી શકાય છે.ખાદી બનાવવા માટે કાચામાલ તરીકે સુતર,ઉન અથવા રેશમ જ વપરાયેલ હોવું જોઇએ. આ માટે બે પ્રકારની ખાદી વપરાય છે, ખાદી-બન્ટિંગ થી ધ્વજનો મુખ્યભાગ બને છે,જ્યારે ધ્વજને ધ્વજદંડ સાથે જોડતો ભાગ ત્રણતારનાં વણાટ વાળી ખાદી-ડક વડે બનાવાય છે. આ પ્રકારનું વણાટકામ કરતા બહુ ઓછા કારીગરો મળે છે. આ ઉપરાંત માર્ગદર્શિકા મુજબ એક ચોરસ સે.મી. માં ૧૫૦ દોરા,સાંધા દીઠ ચાર દોરા અને એક ચોરસ ફીટનું વજન બરાબર ૨૦૫ ગ્રામ હોવું જોઇએ.

કાપડ વણાઇ ગયા પછી ભારતીય માનક સંશ્થામાં મોકલવું પડે છે,જ્યાં તે તમામ માપદંડ પર ખરૂં ઉતરે પછી ફરી તેને ઉત્પાદકનાં કારખાને મોકલાય છે. જ્યાં સાફ કરવાનું તથા યોગ્ય રંગોથી રંગી અને ઉપર અશોક ચક્ર ની છાપણી અથવા ભરતકામ કરવામાં આવે છે.ધ્યાન એટલું રાખવાનું કે અશોક ચક્ર બન્ને બાજુથી દેખાતું હોવું જોઇએ.ત્યાર બાદ ફરી એકવખત ચકાસણી પ્રક્રિયામાં થી પસાર થઇ અને વેંચાણ માટે મુકાય છે.

રાષ્ટ્રધ્વજ આચારસંહિતા(flag protocol)
૨૦૦૨ પહેલા ભારતના જનસામાન્ય માટે, નક્કી કરાયેલ રાષ્ટ્રીય તહેવારો સિવાયનાં દિવસોમાં,જાહેરમાં રાષ્ટ્રધ્વજ ફરકાવવાનું પ્રતિબંધીત હતું. ફક્ત સરકારી કચેરીઓ અને ભવનો માટેજ છુટછાટ હતી. નવીન જિંદાલ (en:Naveen Jindal) નામનાં એક ઉધોગપતિએ દિલ્હી વડી અદાલત માં જનહીતનીં એક અરજી દાખલ કરી અને આ પ્રતિબંધનો અંત કરાવ્યો. જિંદાલ તેમનાં કચેરી ભવન પર રાષ્ટ્રધ્વજ ફરકાવતા,પરંતુ ત્યારે આ રાષ્ટ્રધ્વજ આચારસંહિતા કાનુનની વિરૂધ્ધ હતું,આથી તેમને જણાવવામાં આવ્યું કે તેમની સામે કાનુની કાર્યવાહી થઇ શકે છે.જિંદાલે દલીલ કરીકે સંપૂર્ણ સન્માન અને વિધીપૂર્વક રાષ્ટ્રધ્વજ ફરકાવવો તે તેમનો નાગરીક અધિકાર છે,અને આ રીતે તે પોતાનો દેશપ્રેમ વ્યક્ત કરી શકે છે. આ દાવો ભારતના ઉચ્ચ ન્યાયાલય (Supreme Court) માં ફેરવવામાં આવ્યો, જ્યાં માન.ઉચ્ચ ન્યાયાલય દ્વારા ભારત સરકારને આ બાબત ઉકેલવા માટે એક સમિતિ રચવાનું કહેવામાં આવ્યું.કેન્દ્રિય મંત્રીમંડળમાં ભારતીય ધ્વજ સંહિતા માં સુધારો કરી,૨૬ જાન્યુઆરી,૨૦૦૨ થી જનસામાન્યને રાષ્ટ્રધ્વજની ગરીમાં અને સન્માન જળવાય તે રીતે તમામ દીવસોમાં રાષ્ટ્રધ્વજ ફરકાવવાની છુટ આપવામાં આવી.

રાષ્ટ્રધ્વજનું સન્માન
ભારતીય ધ્વજ સંહિતા-૨૦૦૨, રાષ્ટ્ર્ધ્વજનાં ઉપયોગ અને પ્રદર્શન પર દેખરેખ માટે છે. આ મુજબ રાષ્ટ્ર્ધ્વજ જમીન અથવા પાણીને અડતો હોવો જોઇએ નહીં,૨૦૦૫ સુધી રાષ્ટ્ર્ધ્વજનો ઉપયોગ ગણવેશ કે પહેરવેશ પર થઇ શકતો નહીં, ૫ જુલાઇ,૨૦૦૫ નાં ભારત સરકારે કરેલા સુધારા મુજબ હવે તેનો ઉપયોગ થઇ શકે છે.પરંતુ કમરથી નિચેનાં કપડાં,આંતરવસ્ત્રોમાં,ગાદી તકિયાનાં કવર કે ગળાનાં સ્કાર્ફમાં ઉપયોગ થઇ શકતો નથી. રાષ્ટ્ર્ધ્વજને ઉંધો (upside down),કશાનીં અંદર ઉંડાઇમાં,કે કશું વિંટાળીને (ફરકાવતી વખતે ફુલપાંદડીઓ સીવાય) વાપરી શકાતો નથી. રાષ્ટ્રધ્વજ પર કશું લખાણ થઇ શકતું નથી.

રાષ્ટ્રધ્વજની જાળવણી
રાષ્ટ્રધ્વજની જાળવણી અને પ્રદર્શન વખતે ધ્યાને રાખવા માટેનાં ઘણાં પારંપરીક નિયમો છે. રાષ્ટ્રધ્વજ જ્યારે ખુલ્લામાં ફરકાવવાનો હોય ત્યારે સવારે ધ્વજ ચડાવવાનો અને સાંજે ઉતારવાનો હોય છે. જાહેર ભવનો પર અમુક ચોક્કસ પરીશ્થિતિઓમાં રાષ્ટ્રધ્વજ રાત્રે પણ ફરકતો રખાય છે.

રાષ્ટ્રધ્વજ ક્યારેય પણ ઉંધો (Upside down) ફરકાવી કે પ્રદર્શીત કરી શકાતો નથી. રાષ્ટ્રધ્વજને ફાટેલી કે ગંદી શ્થિતીમાં પ્રદર્શીત કરવો તે અપમાનજનક ગણાય છે.આજ નિયમ ધ્વજદંડ અને દોરીને પણ લાગુ પડે છે,અને તેમનો પણ નિયમાનુસાર રખરખાવ કરવાનો હોય છે. Tradition also states that when draped vertically, the flag should not merely be rotated through 90 degrees, but also reversed. One "reads" a flag like the pages of a book, from top to bottom and from left to right, and after rotation the results should be the same.(ભાષાંતર ?)

ભીંત પર પ્રદર્શન
અન્ય દેશોનાં રાષ્ટ્રધ્વજ સાથે
જ્યારે રાષ્ટ્રધ્વજને અન્ય દેશોનાં રાષ્ટ્રધ્વજ સાથે જાહેરમાં ફરકાવવાનો હોય ત્યારે અમુક નિયમો ધ્યાનમાં રાખવાનાં હોય છે.જેમકે રાષ્ટ્રધ્વજ હંમેશા માન ભરી શ્થિતીમાં,અન્ય ધ્વજોથી સંપૂર્ણ જમણી (દર્શકનીં ડાબી)બાજુ રહેવો જોઇએ. અન્ય દેશોનાં ધ્વજ અંગ્રેજી એ.બી.સી.ડી. મુજબ ગોઠવાયેલ હોવા જોઇએ. તમામ ધ્વજો લગભગ એક સરખા માપનાં અને ભારતીય રાષ્ટ્રધ્વજ કરતાં મોટા માપનાં તો નહીંજ એમ હોવા જોઇએ. દરેક દેશનો ધ્વજ અલગ અલગ ધ્વજદંડ પર ફરકતો હોવો જોઇએ. એકજ ધ્વજદંડ પર એક રાષ્ટ્રધ્વજ નીં ઉપર અન્ય રાષ્ટ્રધ્વજ કોઇ સંજોગોમાં ફરકાવાતો નથી.

અમુક સંજોગોમાં ભારતીય રાષ્ટ્રધ્વજને અન્ય રાષ્ટ્રધ્વજો સાથે પંકતિની શરૂઆતમાં,અંતમાં કે અંગ્રેજી વર્ણાક્ષરોનાં ક્રમમાં ફરકાવવાની છુટ અપાય છે. જયારે તમામ ધ્વજોને વર્તુળાકાર ફરકાવવાનાં હોય ત્યારે,રાષ્ટ્ર્ધ્વજને વર્તુળનીં શરૂઆતનાં શ્થાને અને અન્ય દેશોનાં ધ્વજ તેનાંથી ઘડિયાળનાં કાંટાની દિશામાં, તેમ ગોઠવતા જઇ અંતે છેલ્લો ધ્વજ ફરીથી રાષ્ટ્રધ્વજ પાસે આવે તેમ ગોઠવાય છે. ભારતનો રાષ્ટ્રધ્વજ હંમેશા પહેલો ચડાવાય છે અને છેલ્લો ઉતારાય છે.

જ્યારે ધ્વજોને ત્રાંસા ધ્વજદંડો પર (crossed poles) ફરકાવવાનાં હોય ત્યારે ભારતનાં રાષ્ટ્રધ્વજનો ધ્વજદંડ આગળ રહે અને રાષ્ટ્રધ્વજ જમણી બાજુ (દર્શકનીં ડાબી) રહે તેમ રખાય છે. જ્યારે સંયુક્ત રાષ્ટ્રસંઘ (en:United Nations) નાં ધ્વજ સાથે એકલા ભારતનો રાષ્ટ્રધ્વજ ફરકાવવાનો હોય ત્યારે તેની ગમેતે બાજુ ફરકાવી શકાય છે. સામાન્ય રીતે રાષ્ટ્રધ્વજને સામેની બાજુથી સંપૂર્ણ જમણી બાજુ ફરકાવવાનોં રીવાજ છે.

રાષ્ટ્રધ્વજ ન હોય તેવા ધ્વજો સાથે
રાષ્ટ્રધ્વજ જ્યારે અન્ય ધ્વજ જેવાકે,વ્યાપારી ધ્વજ અને જાહેરાતનાં બેનરો,વિગેરે સાથે ફરકાવવાનો હોય ત્યારે,નિયમ એવો છેકે,અન્ય ધ્વજો જો અલગ અલગ ધ્વજદંડ પર હોય તો રાષ્ટ્રધ્વજ હંમેશાં વચ્ચેજ રાખવો અથવાતો જોનાર દર્શકની છે