August 31, 2021
August 26, 2021
August 25, 2021
ફળોના સ્પેલિંગ ,ઉચ્ચાર અને અર્થ
સ્પેલિંગ*
*Fruits -ફ્રૂટ્સ-ફળો* 🍓🫐🍒🍉🍇🫐🥭🍍
*સ્પેલિંગ=ઉચ્ચાર=અર્થ*
Apple | એપલ | સફરજન
Mango |મેન્ગો |કેરી
Chickoo|ચીકુ |ચીકુ
Cherries |ચેરી|ચેરી
Tangerine|ટેન્ગરિન |મોસંબી
Watermelon |વોટરમેલન |તડબૂચ
Pomegranate|પોમિગ્રેનિટ |દાડમ
Custard apple |કસ્ટર્ડ એપલ |સીતાફળ
Orange |ઓરિન્જ |નારંગી
Lychees|લીચી |લીચી
Grapes|ગ્રેપ્સ |દ્રાક્ષ
Peach|પીચ |પીચ
Pineapple|પાઇનેપલ |અનાનસ
Banana|બનાના |કેળાં
Papaya|પપૈયા |પપૈયું
Guava|ગ્વાવા |જામફળ
Pear |પેઅર |નાસપતી
Muskmelon |મસ્કમેલન | ટેટી
ગુજરાતી વર્ણમાળા ની સમજ
આજકાલના વિદ્યાર્થીઓને કદાચ ખબર પણ નથી કે ભારતીય ભાષાઓની વર્ણમાળામાં વિજ્ઞાન ભરેલું છે. વર્ણમાળાના પ્રત્યેક અક્ષર તર્કશુદ્ધ છે અને ચોક્કસ ગણતરી સાથે ક્રમશઃ મુકવામાં આવ્યાં છે. અન્ય વિદેશી ભાષાની વર્ણમાળામાં આવો વિજ્ઞાનિક દ્રષ્ટિકોણ જડતો નથી. ઉદા. જુઓ :
*ક ખ ગ ઘ ઙ* - આ પાંચના સમુહને *કંઠવ્ય* કહેવાય છે કારણકે આનો ઉચ્ચાર કરતી વખતે કંઠમાંથી ધ્વનિ નીકળે છે. ઉચ્ચાર કરી જુઓ.
*ચ છ જ ઝ ઞ* - આ પાંચેય *તાલવ્ય* કહેવાય છે કારણકે આનો ઉચ્ચાર કરતી વખતે જીભ તાળવે લાગશે. ઉચ્ચાર કરી જુઓ.
*ટ ઠ ડ ઢ ણ* - આ પાંચેય *મૂર્ધન્ય* કહેવાય છે કારણકે આનો ઉચ્ચાર કરતી વખતે જીભ મૂર્ધાને લાગશે. ઉચ્ચાર કરી જુઓ.
*ત થ દ ધ ન* - આ પાંચના સમુહને *દંતવ્ય* કહેવાય છે કારણકે આનો ઉચ્ચાર કરતી વખતે જીભ દાંતને અડે છે. પ્રયત્ન કરી જુઓ.
*પ ફ બ ભ મ* - આ પાંચના સમુહને *ઔષ્ઠવ્ય* કહેવાય છે કારણકે આનો ઉચ્ચાર કરવા માટે બન્ને હોઠનું મિલન થાય છે. પ્રયત્ન કરી જુઓ.
આટલો વૈજ્ઞાનિક એપ્રોચ છે દુનિયાની અન્ય કોઈપણ ભાષામાં? આપણે આપણી ભારતીય ભાષા માટે ગૌરવ જરૂર કરીએ પણ સાથોસાથ શા કારણસર એ પણ જાણકારી રાખીએ તથા દુનિયાને જણાવીએ.
August 23, 2021
August 22, 2021
August 18, 2021
August 17, 2021
Subscribe to:
Posts (Atom)