Dropdown Setting

ચાલતી પટ્ટી

"જીવનમાં સૌથી વધુ ખુશી એ કામ કરતી વખતે થાય છે કે જેના માટે લોકો કહેતા હોય કે આ આ કામ તુ નહી કરી શકે."* * You Are Responsible For You

January 8, 2023

બોન્સાઇ વૃક્ષ ઉછેરવા ની માહિતી

⭕ બોન્સાઇ વૃક્ષ  ઉછેરવા ની માહિતી⭕

ઇસબ મલેક... " અંગાર ", કાલાવડ...( જામનગર) દ્વારા લેખીત એક પોસ્ટ અહીં ફરી રી પોસ્ટ કરીએ છીએ. 

તેમણે બોન્સાઇ પર સરસ માર્ગદર્શન આપતો લેખ 28 ઓક્ટોમ્બર 2018 માં લખ્યો હતો જે આત્યંરે ફરી તમારા સમક્ષ મૂકીએ છીએ. 

ઘણા લોકો ને બોન્સાઇ વિશે માહિતી જોઈતી હતી તો આ લેખ આપને ઉપયોગી થશે એ હેતુ સાથે મૂકીએ છીએ.

નોંધ. 
વૃક્ષ નું બોન્સાઇ કરવું એ સારું કે ખરાબ !? એ વ્યક્તિ ના પોતાના અંગત વિચારો પર આધારિત છે. એટલે એ વિષય પર અહીં ખોટી કૉમેન્ટ્સ કે દલીલ ન થાય એ ખાસ ધ્યાન આપવું.

----------------------------------------------

       બોન્સાઇ વૃક્ષ એ એક જીવંત કલાકૃતિ છે.
        જોકે.., આ કલા ના મૂળ ચીન.પણ તેનો વિકાસ થયો જાપાન માં.
     ચીની શબ્દ છે પેંજાય...
બોન્સાઇ શબ્દ જાપાની છે. તેનો અર્થ થાય
બઠીયો વૃક્ષ .
જાપાનમાં આજે કેટલાયે કુટુંબો પાસે સો વર્ષ કે તેથી મોટી ઉંમરના જીવંત બોન્સાઇ વૃક્ષ હશે.એટલે કે ચાર થી પાંચ પેઢી એ વાવેલાં કુંડા  ના એ છોડ... વૃક્ષ ને હજુ જીવતા રાખેલા છે. અને વધુ સુંદર બનાવતા રહ્યા છે !
   બોન્સાઇ જેમ જૂનું થાય તેમ તેની સુંદરતા માં વધારો થાય !અને તેમ તેની મહત્તા વધે.
       બોન્સાઇ  ઉછેરવા થી માનસિક શાંતિ પ્રાપ્ત થાય છે. કારણ કે આ એક નિર્દોષ રચનાત્મક પ્રવુતિ છે.
    બોંસાઈ ને માવજત ની જરૂર પડે છે.,પણ અન્ય કેટલીક ફૂલછોડ ની જાતો થી ઓછી માવજત હોય.
       બોસાઈ 3 ઈંચ થી માંડી ને ત્રણ ફૂટ ના બનાવે છે, પણ સામાન્યરીતે  દોઢ થી બે ફૂટ ના સારા પણ લાગે અને માવજત માં અનુકૂળ  પણ રહે.
     શરૂઆત માં વિકાસ માટે ઊંડા કુંડા વાપરવા. બાદ છીછરા કુંડા માં જ રાખવા જેથી દેખાવ સારો લાગે અને બિન જરૂરી ડાળો વધે નહિ.
      જે વનસ્પતિ બહુ  વર્ષાળુ હોય તે તમામ  બોંસાઈ થઈ શકે...પણ આ જાતો ની પસંદગી માં  નીચે ના મુદા ઓ ખાસ ધ્યાને રાખવા જરૂરું છે
1     નાના પાંદ વાળી અને ઝીણાં પાંદ વળી જાતો સારી લાગે...કેમકે તેમાં થડ.. ડાળ અને પાંદ ની સાઇઝ નું પ્રમાણ જળવાઈ રહે.
    મોટા પાંદ વાળી  જાતો મોટા વૃક્ષ જેવો દેખાવ આપી શકતી નથી.
2     સ્થાનિક આબોહવા માફક આવે તેવી જ જાતો લેવી...
3   જેની ડાળો વકાચુકી થતી હોય તે વધુ સારી લાગે..જેની ડાળો સીધા સોટા થતા હોય તે ના લેવા.
આ માટે મારા મતે..ઝેડ પ્લાન્ટ.., fikul પ્લાન્ટ.., અડીનીયમ પ્લાન્ટ વિગેરે વધુ સારા છે.જે તમામ  છોડ ની શરૂઆતી કલમો નર્ષરી માં થી મળી શકે. ત્યાર બાદ આપણે ઘેર પણ તેની  સંખ્યા વધારી શકીએ.
   ઝેડ પ્લાન્ટ ની ડાળો ને  સહેલાઇ  થી વાંકી ચુકી  વાળી શકાય છે.તેમાં ક્યારેક લાંબા સમય સુધી પાણી ન મળે તો પણ નાશ થતો નથી.
    યાદ રહે.., બોન્સાઇ ના કુંડા માં પાણી નો ભરાવો રહેવો ના જોઈએ.., નહિતર તેના મૂળ માં કોહવાળો લાગી જશે.
   બોંસાઈ ને પૂરતો સૂર્ય પ્રકાશ ખાસ જરૂરી છે.
   વરસ માં એકાદ વાર કુંડા માં થી થોફિક માટી બદલતી રહેવી.
   દર બે ચાર મહિને છોડ નું યોગ્ય આકાર માટે કલ્પના મુજબ કટીંગ કરતા રહેવું.
સમય ની સાથે આ છોડ મોટા વૃક્ષ જેવો આકાર  ધારણ કરશે.
  જો... તમે ભેટ કલમ કરી શકતા હોય તો.. આ જ  જાત ના છોડ  ની ડાળ.. ને જોઈટ કરો તો દેખાવ ખૂબ જ સુંદર લાગશે.
  દોઢ ફૂટ ના વડલમાં ટેટા પણ આવે વડવાઈઓ પણ ફૂટે...આબેહૂબ મોટા વૃક્ષ નો દેખાવ આવે.
આવી રીતે ઉછેરેલ કુંડા નું આ વૃક્ષ ને જો યોગ્ય માવજત મળતી રહે તો   પેઢીઓ સુધી ટકે.. અને જેમ જૂનું થાય તેમ સુંદરતા વધારતું રહે.
અહીં ફોટા માં બતાવેલ ઝેડ પ્લાન્ટ બોસાઈ 25 વરસ નું છે. અમોએ ઘેર જ  તૈયાર કરેલા છે.
સોખ ને ખાતર રાખ્યા છે. વેંચતા  માટે નથી
    જો બાગાયત નો સહેજ પણ શોખ હોય તો  આ પ્રવુતિ થી માનસીક આંનદ અને શાંતિ મળે.
   ઘરના બાળકો ને પણ પ્રકૃતિ સાથે પ્રેમ થઈ શકે..તેની વિચાર શક્તિ ખીલે.જે આજના ટચ મીડિયા ના સમય માં  ખાસ જરૂરી છે.
  આ પ્રવુતિ થી હળવી કસરત પણ થઈ રહે છે.