Dropdown Setting

ચાલતી પટ્ટી

"જીવનમાં સૌથી વધુ ખુશી એ કામ કરતી વખતે થાય છે કે જેના માટે લોકો કહેતા હોય કે આ આ કામ તુ નહી કરી શકે."* * You Are Responsible For You

December 22, 2019

તૈયાર છે જૂનાગઢ...તો ચાલો એક દોડ કરીએ...

આગામી તારીખ ૧૨ જાન્યુઆરી ૨૦૨૦ " શ્રી સ્વામિ વિવેકાનંદન " જન્મ દિવસને સમગ્ર ભારત રાષ્ટ્રીય યુવા દિવસ તરીકે મનાવે છે. આ ૧૨ જાન્યુઆરી ૨૦૨૦ ના રોજ જુનાગઢ મહાનગરપાલિકા દ્વારા " રન ફોર ક્લીન જુનાગઢ " મેરેથોન દોડ ૨૦૨૦ ની આયોજન સાયકલિંગ એશો. તથા ગુજરાત સ્પોટ્સ જુનાગઢના સહયોગથી જુનાગઢ ખાતે કરવામાં આવેલ છે.

આ મેરેથોન દોડ અંતગત ( ૨૧ કિમી ) (૫ કીમી. ) અને (૧ કીમી. ) દોડ સ્પર્ધાનુ  આયાજન કરેલ છે. આ સ્પર્ધામાં ૨૧ અને ૧ માટે તથા પ કિમી. અંડર ૧૭ , ૧૮ થી ૩૯, અને ૪૦ થી ઉપર એમ ભાઈઓ - બહેનો મળી કુલ ૧૦ વિભાગમાં સ્પર્ધા યોજાશે જેમા ૨૧ કીમી. અને ૫ કીમી. વિજેતાઓને પ્રોત્સાહન સ્વરૂપે " રોકડ ઈનામ " પણ આપવામાં આવશે.

આ સ્પર્ધા માટે કોઈ " એન્ટ્રી ફી રાખેલ નથી " માત્ર વ્યવસ્થાના ભાગરૂપે ગીરનાર સ્પર્ધાની જેમ સામાન્ય રકમ ડીયોઝીટ રાખેલ છે. જે સ્પર્ધા બાદ સ્પર્ધકોને પરત આપવામાં આવશે. ભાગ લેનાર તમામ સ્પર્ધકને જુનાગઢ મહાનગર પાલીકા તરફથી " ટી - શર્ટ, મેડલ અને પ્રમાણપત્ર આપવામાં આવશે.

આ સ્પર્ધામાં ભાગ લેવા માટે ફોર્મ ભરવું જરૂરી છે. ફોર્મ મેળવવા અને પરત કરવા માટે નીચે આપેલ એડ્રેસ પર સંપર્ક કરવો...

▪️સ્થળ - ગુજરાત સ્પોર્ટ્સ, તળાવ
                દરવાજા, સંવાદ કોમ્પલેક્ષ,
                જૂનાગઢ.
                મો. નંબર - ૯૯૯૮૩૪૭૭૧૧

▪️બહાર ગામના સ્પર્ધકો માટે - વેબસા. 👇

www.holidayadventure.org
www.thegujaratsports.com

▪️ ફોર્મ ભરીને આપવા માટે છેલ્લી તારીખ -
      ૦૭ - ૦૧ - ૨૦૨૦ છે.

#VoiceofJunagadh #JMC #Holidayadventure #GujaratSports #NationalYouthDay #GetReady #Run