સમય બધાનો આવે છે ! બસ ધીરજ રાખવાની જરૂર છે
૨૦૦૪ માં દિનેશ કાર્તિક નામનાં યુવા ક્રિકેટરે ભારતીય ટીમમાં આગમન કર્યું એનું ક્રિકેટ જીવન સફળતાનાં શીખરે હતુ એવામાં એણે પોતાની બાળપણની મિત્ર નિકિતા વંજારા સાથે ૨૦૦૭ માં લગ્ન કરી લીધા!
દિનેશ અને નિકિતા પોતાના લગ્ન જીવનથી બહુ ખુશ હતા દિનેશ કાર્તિક રણજી ટ્રોફી મા તામિલનાડુ ટીમની કેપ્ટનશીપ કરી રહ્યા હતો એ ટીમમાં દિનેશ કાર્તિક નો ખાસ મિત્ર અને તામિલનાડુ ટીમનો ઓપનર મોરલી વિજય જે ભારતીય ટીમનો હિસ્સો રહી ચૂક્યો છે એ મોરલી વિજય....
એક દિવસ મોરલી વિજ્ય ની મુલાકાત કાર્તિક ની પત્ની નિકિતા સાથે થઈ અને શરૂઆત થઈ દિનેશ કાર્તિક ની નવી લાઇફ ની મોરલી વિજય ને નિકિતા ગમવા લાગી બન્ને વચ્ચે અંતર ઘટવા લાગ્યું અને અફેરની શરૂઆત થઈ બન્ને ખુલ્લી ને મળવા લાગ્યા પણ આ વાતની જાણ નિર્દોષ દિનેશ કાર્તિક ને નહોતી
કાર્તિક સિવાય આખી ટીમને ખબર હતી મુરલી વિજય અને કેપ્ટન દિનેશ કાર્તિક ની પત્ની નિકિતા પ્રેમમાં ગળાડૂબ છે ૨૦૧૨ મા નિકિતા ને પ્રેગ્નન્સી રહી પણ એણે બોંમ્બ ફોડ્યો આ બાળક દિનેશ કાર્તિક નું નહીં મુરલી વિજય નું છે દિનેશ કાર્તિક ને આઘાત લાગ્યો એ ટૂટી ગયો ઘણી સમજાવટ બાદ નિકિતા નહીં માનતા દિનેશ કાર્તિકે છૂટાછેડા લીધા
છૂટાછેડા ના બીજા જ દિવસે નિકિતા એ મુરલી વિજય સાથે લગ્ન કરી લીધા !!! અને ત્રણ મહિના બાદ બાળકને જન્મ આપ્યો બીજી બાજુ દિનેશ કાર્તિક ડિપ્રેશન માં ચાલ્યો ગયો માનસિક રીતે બિમાર થઈ ગયો એની સાથે એના મિત્ર અને પત્ની એ કરેલા દગાને એ ભુલી શકતો નહોતો એ બધી વાતોને લઈને દિનેશ કાર્તિક દારૂડીયો થઈ ગયો રાત દિવસ એકજ કામ દારૂ પીવાનો એકદમ કબીરસીંગ માફક....
એ દેવદાસ બની ગયો એને ભારતની ટીમમાં થી કાઢી નાખવામાં આવ્યો રણજી ટ્રોફી મા પણ નિષ્ફળતાના કારણે તામિલનાડુ ટીમની કેપ્ટનશીપ ગઈ અને મોરલી વિજય ને નવો કેપ્ટન બનાવી દેવામાં આવ્યો અસફળતાનો સીલસીલો અટક્યો નહીં અને આઈપીએલ માંથી પણ બહાર કરી દેવામાં આવ્યો
દિનેશ કાર્તિકે જીમ જવાનું બંધ કરી દીધું પ્રેક્ટિસ પણ છોડી દીધી અને હતાશા વચ્ચે આત્મહત્યા તરફ દોરાઈ ગ્યો
એકદિવસ અચાનક એના જીમ ટ્રેલર એના ઘરે પહોંચ્યા દિનેશ કાર્તિક ને બહુ ખરાબ પરિસ્થિતિમાં હતો
ટ્રેનર એને જબરદસ્તીથી પકડી જીમમાં લઈ ગયા દિનેશે કાંઈ કરવા માટે અસમર્થતા બતાવી પણ જીમ ટ્રેનર ન માન્યા અને કાર્તિક ની ગાડી પાટે ચડાવી
આ જીમમાં સ્કવૈશ મહિલા ચેમ્પિયન દિપિકા પલ્લીકલ પણ આવતી હતી દિનેશ કાર્તિક ની હાલત જોઈ દિપિકા ને પણ મેટર માં રસ પડયો જીમ કોચ અને દિપિકા બન્ને એ દિનેશ કાર્તિક પાછળ સખત મહેનત કરી અને હવે દિનેશ ની હાલત સુધારા ઉપર હતી
દિનેશ કાર્તિક ધીમે ધીમે પ્રેક્ટિસ વધારી રહ્યો અને ઘરેલૂ ક્રિકેટમા સારું પ્રદર્શન કરવા લાગ્યો
બીજી તરફ મુરલી વિજય સતત ફ્લોપ સાબિત થઈ રહ્યો હતો જેના કારણે પહેલા એના ચિન્નાઈ સુપર કિંગ્સ આઈપીએલ ટીમમાં થી બહાર કાઢ્યો બાદમાં ભારતીય ટીમમાં થી હકાલપટ્ટી કરવામાં આવી બીજી તરફ દિપિકા ની મદદથી દિનેશ નેટ પ્રેક્ટિસ વધારી સારું પ્રદર્શન કરી રહ્યો હતો જેથી
ઘરની મેચમાં સારું પ્રદર્શન થતાં તાત્કાલિક એને કલકત્તા નાઈટ રાઇડર્સ ટીમમાં લેવામાં આવ્યો અને ટીમનો કેપ્ટન બનાવી દેવામાં આવ્યો જેમાં દિનેશ કાર્તિક કલકત્તા નાઈટ રાઇડર્સ ટીમને ફાઈનલ સુધી લઈ ગયો અને ટીમ રનર અપ રહી દિનેશ ની સફળતા બાદ દિપિકા અને દિનેશ વધુ નજીક આવી ગયા હતા જેથી બન્ને લગ્નગ્રંથિથી જોડાઈ ગયા
ક્રિકેટ ની ઉંમર મુજબ લોકો માની રહ્યા હતા કે દિનેશ કાર્તિક હવે ઘરડો થઈ ગયો છે બીજી તરફ ભારતીય ટીમમાં વિકેટ કીપર બેસ્ટ મેન ઋષભ પંત નું આગમન થઈ ગયું હતું જેથી સમજદારી દાખવી દિનેશ કાર્તિકે ઈન્ટરનેશનલ ક્રિકેટ માં થી સંન્યાસ જાહેર કરી દીધો બીજી તરફ એની પત્ની દિપિકા એ બે જોડીયા બાળકોને જન્મ આપ્યો!!!
દિપિકા ની પોતાની રમત રમવાની પણ બંધ થઈ ગઈ બીજી તરફ કાર્તિક નું ભવિષ્ય ડામાડોળ છતાં દિપિકા અને કાર્તિકની ઈચ્છા હતી ચેન્નાઈ ના સંભ્રાંત વિસ્તારમાં પોસ ગાર્ડન માં પોતાનો એક બંગલો હોય ૨૦૨૧ માં ચેન્નાઇ ના આજ વિસ્તારમાં ઘર ખરીદવાની ઓફર આવી અને દિનેશ કાર્તિકે ખરીદી લીધું
બધા માટે નવાઈની વાત બન્ને પતિ પત્ની નું કેરિયર ખત્મ થવાના આરે છે અને આ લોકોએ આટલો મોંઘો સોદો કેમ કર્યો હશે એવામાં ૨૦૨૨ આઈપીએલ ની હરરાજી આવી ખબર મળી કે મહેન્દ્ર સિંહ ધોની ને દિનેશ કાર્તિકમા ભરોસો છે અને એ એને ખરીદવા માંગે છે
પણ ૨૦૨૨ માં રોયલ ચેલેન્જ ની ટીમે દિનેશ કાર્તિક ને ખરીદી લીધો
બીજી તરફ એની પત્ની એ ફરીથી સ્કવૈશ રમવાની શરૂઆત કરી અને બે જોડીયા બાળકોના જન્મના છ મહિના બાદ સ્કવૈશ ની વર્લ્ડ ચેમ્પિયનશીપ (ગલાસ્ગો) મા મિક્સ ડબલ મહિલાનો ખિતાબ જીતી લીધો
પોતાની પત્ની ની સફળતા અને નવી ટીમ સાથે જોડાણ થી દિનેશ કાર્તિક ૨૦૨૨ માં ફરી મેદાનમાં ઉતર્યો અને એક બાદ એક મેચમાં જોરદાર પ્રદર્શન કરવા લાગ્યો આજની તારીખ માં આઈપીએલ માં દિનેશ કાર્તિક ને બેસ્ટ ફિનિશર માનવામાં આવે છે એક મેચમાં તો એણે ૮ બોલમાં ૩૦ રન ફટકાર્યા મેચ પુરો થયા બાદ વિરાટ કોહલી દ્રારા ઝુકીને દિનેશ કાર્તિક નું સન્માન કરવામાં આવ્યું આજના દિવસોમાં દિનેશ કાર્તિક સૌથી શાનદાર ખેલાડી છે અને આજની તારીખે ૩૭ વર્ષ ની ઉંમરે વર્લ્ડ ૨૦-૨૦ ની ટીમમાં ભારતીય ટીમમાં રમવા મજબૂત દાવેદાર છે