Dropdown Setting

ચાલતી પટ્ટી

"જીવનમાં સૌથી વધુ ખુશી એ કામ કરતી વખતે થાય છે કે જેના માટે લોકો કહેતા હોય કે આ આ કામ તુ નહી કરી શકે."* * You Are Responsible For You

February 28, 2020

 વિજ્ઞાન દિવસ 

આ જગતમાં દરેક વસ્તુને બે પાસાં હોય છે : સવળું અને અવળું દરેક ઘટનાને બે નાજુઇઓ હોય  છે હકારાત્મક અને અને નકારાત્મક . સિક્કાની બે બાજુની જેમ વિજ્ઞાન જેવું અમોધ ને અનમોલ શાસ્ત્ર પણ બે વિરોધાભાસી દૃષ્ટિબિંદુથી મૂલવવામાં આવે છે. જ્યાં "વિજ્ઞાનના શોધ-સંશોધનનો"  રચનાત્મક ઉપયોગ થાય છે . 
 
માનવજાતના કલ્યાણ માટે એ વપરાય છે ત્યાં વિજ્ઞાન "એક અમૂલ્ય વરદાન"  બનીને સૌની પ્રશંસાને પાત્ર બની જાય છે. 
 
પરંતુ એ જ વૈજ્ઞાનિક શોધો , અખતરાઓ અને પ્રયોગો  જયારે ખતરનાક બની હાય છે વિનાશનું ભયાનક સ્વરૂપ ધારન કરીને માનજાતનીહસ્તી નાબૂદ થઈ જાય. એટલી હદે ફૂલેફાલે છે ત્યારે ત્યાં "  વિજ્ઞાન એક ગોઝારો અભિશાપ" બનીને સૌની ઘૃણા ને પાત્ર બની જાય છે. 
 
વીસમી સદીમાં  કાળા માથના મા નવીને વિજ્ઞાનના સહારે શું શું નથી કર્યું ? ચંદ્ર પર માનવીની અવકાશયત્રાથી માંડીને અવનવા ઉપગ્રહો દ્વારા માનવીએ વકાશ ક્ષેત્રે જે અભૂતપૂર્વ  સિદ્ધિઓ હાંસલ કરી છે એની પાછળ વિજ્ઞાન જ કારણભૂત છે ને ? સાગરના પેટાળમાં જવાળામુખીના પેટમાં ઉત્તર ધ્રુવના નિર્જન બરફ-રણમાં, અરે ! જ્યાં સૂર્યના કિરણ  પણ નથી પહોંચી શકતા ત્યાં વિજ્ઞાનના સાધનોની મદદથી પહોંચી જઈને માણસે કેટકેટલા અણખૂલ્યા રહસ્યો ઉઘાડી નાખ્યાં છે ! 
 
વળી અનેક જીવલેણ રોગો સાધ્ય બનાવીને  , ભૂગર્ભ રેલેવ અને એક પાતા પર દોદતી રેલવેથી માંડી ઘડીના છઠ્ઠા ભાગમાં ક્યાં પહોંચાડી દે એવી અત્યંત ઝડપી વાહનોની શોધોએ તો વિજ્ઞાનની બોલબાલા કરી દીધી છે. સુખસગવડના યાંત્રિક સાધનો , કેલ્ક્યુલેટર અને કમ્પ્યૂટર ઉઅપરાંત હવે તો યંત્ર માનવ (રોબોટ)ની શોધો આવકાર્ય છે અને વિજ્ઞાન   એ માનવજાત માટે એસ્જવરનું વરદાન છે.  
 
પરંતુ એ જ વિજ્ઞાન જ્યારે જીવલેણ શસ્ત્રોનું ઉત્પાદન કરે છે , ઝેરી વાયુનું પ્રસારણ કરે છે . માનવીના સ્વાસ્થય સાથે ચેડાં કરે છે , કુદરતની અખોટ સંપતિના ભંડારાઉં નિકંદન કાઢી નાખે છે , પીવાના પાણીને પ્રદૂષિત કરી નાખે છે. અરે ! ચોખ્ખી હવા માટે ફાંફા મારકા માનવીને મજબૂર કરી દે છે ત્યારે , ન કહેવું પડે છે કે માનવી વિજ્ઞાનના હાથે રહેંસાઈ રહ્યો છ્ર ! હાથે કરીને પોતાન પગ પર કુહાડો મારીનેપોતનું જ અસ્તિત્વ જોખમમં મૂકી રહ્યો છે . બે -બે વિશ્વયુદ્ધોએ કરેલી પાયમલી પછી પણ હજી તો એનાથી અનેકગણી સંહારરક શક્તિ ધરાવતા શસ્ત્રોનો ખડકલો વિશ્વની મહાસત્તાઓ દ્વારા થઈ ચૂક્યો છે ત્યારે નિશ્વાસ નાખીને કહેવું પડે છે . 
 
વિજ્ઞાન શાપરૂપ બનીને ત્રાટક્યું છે ! વસ્તુ વિષય એનો એજ  છે પરંતુ એના ઉપયોગનો અભિગમ દ્વિમાર્ગી છે. વૈજ્ઞાનિક શોધે જેમણે કરી છે તેમને તો આપણી લાખલાખ સલામ  ! પરંતુ એમની એ અદભુતને અન્નય શોધોને સહારે માનવજાતના અસ્તિત્વને જેઓ જોખમમાં મૂકી રહ્યા છે અને વિજ્ઞાનના માધ્યમથી વિનાશને નોતરી રહય છે  . તેમને તો  લાખલાખ ધિક્કાર! 
 
ટૂકમાં વિજ્ઞાનની રચનાત્મક અને ખંડનાત્મક સરનાત્મક કે સંહારાત્મક અસરોમાંથી માનવીએ પોતે જ વિવિકપૂર્વક પસંદગી  કરવાની છે. એટલું જ યાદ રાખવાનું છે કે , સૌના વિનાશમાં આપણો પણ વિનાશ સમાયેલો છે . તેથી માનવી જો વિજ્ઞાનની શિધિઓનો સમજપૂર્વક અબે વિવેકપૂર્વક ઉપયોગ કરશે તો જ વિજ્ઞાન માનવજાત માટે વરદાન રૂપ બની જશે !   
 

February 23, 2020

*હવેથી વિદ્યાર્થીઓને ધો. 10/12 ની ડુપ્લીકેટ માર્કશીટ / પ્રમાણપત્ર, માઇગ્રેશન અને સમકક્ષતા પ્રમાણપત્ર લેવા માટે ગાંધીનગર  ધક્કો નહીં ખાવો પડે, 1952થી અત્યાર સુધીના ડોક્યુમેન્ટ ઘરે બેઠા મળશે*

● *ધો. 10/12 ની ડુપ્લીકેટ માર્કશીટ*
● *ધો. 10/12 નું પ્રમાણપત્ર*
● *માઇગ્રેશન સર્ટીફીકેટ*
● *સમકક્ષતા પ્રમાણપત્ર*

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધો. 10 અને ધો. 12 ની જાહેર પરીક્ષા લેવામાં આવે છે. જેમાં ધો. 10 નો વર્ષ 1952 થી વર્ષ-2019 અને ધોરણ-12 નો વર્ષ-1978 થી વર્ષ-2019 સુધીના પરિણામના રેકર્ડ રજીસ્ટર સ્વરૂપમાં નિભાવવામાં આવેલ છે. બોર્ડની કચેરીમાં વિદ્યાર્થી સેવાકેન્દ્ર ખાતેથી આ રેકર્ડના આધારે વિદ્યાર્થીને ધો. 10/12 ની ડુપ્લીકેટ માર્કશીટ / પ્રમાણપત્ર, ધો. 10/12 પાસ વિદ્યાર્થીને માઇગ્રેશન આપવામાં આવતા હતા, જે માટે વિદ્યાર્થીને કચેરીનું ફોર્મ ભરી શાળાના આચાર્યના સહીસિક્કા કરાવી બોર્ડની કચેરીએ રૂબરૂ આવવાનું હતું. ગુજરાતનાં જુદા-જુદા જિલ્લાઓમાંથી વર્ષ દરમિયાન ઘણા વિદ્યાર્થીઓ ઉપરોક્ત પ્રમાણપત્ર લેવા ગાંધીનગર આવતા હતા જેમાં તેમના સમય અને નાણાનો વ્યય થતો હતો. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા અત્યાર સુધીનાં વર્ષોના પાંચ કરોડ જેટલા વિદ્યાર્થીનાં પરિણામના રેકર્ડનું ડિજીટાઇઝેશન કરી દેવામાં આવ્યું છે.

હવેથી વિદ્યાર્થીઓને ડુપ્લીકેટ માર્કશીટ પ્રમાણપત્ર, માઇગ્રેશન અને સમકક્ષતા પ્રમાણપત્ર લેવા માટે ગાંધીનગર આવવુ નહી પડે, જેથી તેમના સમય અને નાણાંની બચત થશે. ઉપરોક્ત પ્રમાણપત્રો મેળવવા માટે વિદ્યાર્થીઓએ gsebeservice વેબસાઇટ પર Student > Online Student Services માં જઇ ઓનલાઇન એપ્લીકેશન કરવાની રહેશે, જેમાં ડુપ્લીકેટ માર્કશીટ / પ્રમાણપત્રની ફી રુ. 50/-, માઇગ્રેશન ફી રુ. 100/- તથા સમકક્ષતા પ્રમાણપત્રની ફી રુ. 200/- રહેશે. દરેકનો સ્પીડ પોસ્ટનો ચાર્જ રુ. 50/- રહેશે, જેથી વિદ્યાર્થી ધરે બેઠા પ્રમાણપત્ર મેળવી શકશે.

વધુ વિગત માટે અહીં ક્લિક કરો  👉🏼 http://bit.ly/2vTfUWK

🙏🏼 *આ ઉપયોગી માહિતી દરેક વિદ્યાર્થી સુધી પહોંચાડવા આપ સૌને વિનંતી*

February 17, 2020

*આપણી ભાષામાં વપરાતા ગ્રામ્ય રહેણી-કરણીના ખાસ શબ્દો, જેમાંના કેટલાંક નવી
પેઢીને જાણમાં પણ નહીં હોય...
જેવા કે...

● *દોરી -* કપડાં સૂકવવા કે કંઈક બાંધવા માટે.

● *જાળી -* ભમરડો ફેરવવા માટે.

● *રાશ -* બળદને કન્ટ્રોલ કરવાની લગામ.

● *વરત -* પાણી કાઢવાના કોસ માટે વપરાતું જાડું દોરડું.

● *વરતડી -* પાણી કાઢવાના કોસ માટે વપરાતું પાતળું દોરડું.

● *નાથ -* બળદના નાકમાં પરોવી તેને કન્ટ્રોલ કરવા વપરાતી દોરી.

● *રાંઢવુ -* જુદાં- જુદાં કામ માટે વપરાતી  મજબુત જાડી દોરી.

● *નાડી -* ચોરણી કે પાયજામાંં કમરે બાંધવાની પાતળી દોરી.

● *નોંજણું -* ગાયને દોહતી વખતે પાછળના બે પગ અને પુંછડાને સાથે બાંધી ગાયની હલચલ ને રોકવા માટે વપરાતી દોરી.

● *ડામણ -* ઘોડાં કે ગધેડાંને છુટ્ટા ચરવા છોડવામાં આવે ત્યારે તેના એક આગળનો પગ અને એક પાછળના પગને સાથે દોરીથી બાંધવામાં આવે છે, જેથી તે બહુ ઝડપથી દોડી શકે નહિ અને તરત જ પકડાઈ જાય. આ દોરીને ડામણ કહે છે.

● *જોતર -* બળદને ગાડા સાથે જોડવામાં વપરાતી દોરીનું સાધન.

● *નેતર -* છાશ કરવા માટે વલોણાને ફેરવવા વપરાતી દોરી.

● આ ઉપરાંત દોરીના મટિરિયલને લીધે જુદા નામો છે. દા. ત.

● *શીંદરી-* નાળિયેરના છોતરામાંથી બનાવેલી દોરી.

● *સૂતળી -* શણમાં થી બનાવેલી દોરી.

● *વાણ-* જંગલી વેલા વિગરે વનસ્પતિમાંથી બનાવેલી દોરી.

● *કાથી -* નાળિયેરના છોતરામાંથી બનાવેલી દોરી.

...તે જ રીતે કપડાના જુદા જુદા આકારના જુદા જુદા કામ માટે વપરાતા ટુકડાના જુદા જુદા નામ છે. જેમ કે,

● *ચાકળો-* સુતરાઉ કાપડનો ચોરસ ટુકડો, જેમાં ભાત કરી દીવાલ પર ટીંગાડી શકાય.

● *પછેડી-* માથે બાંધવા અથવા ખભા પર રાખવા વપરાતો કાપડનો ટુકડો.

● *ચોફાળ -* પછેડી કરતાં મોટા કાપડનો ટુકડો, જે ખાસ કરીને ગાંસડી બાંધવા વપરાય છે.

● *બુંગણ -* ચોફાળ કરતાં પણ મોટો જાડા કાપડનો ભાગ, જે જુદાં જુદાં ખેતીના કામ માટે વપરાય છે.

● *ફાળિયું-* માથે બાંધવા માટે પાતળો કાપડનો ટુકડો.

● *પનિયું-* કમરે બાંધવાનું કાપડ.

● *ગુમછો-* આછું, પાતળું લાલ કાપડ.

● *ઓછાડ-* ગાદલાંને કવર કરવા વપરાતું કાપડ.

● *કામળી-* ઉનનું વસ્ત્ર, જે ખભા પર રાખવામાં તથા ઓઢવામાં વપરાય છે.

● *મસોતું-* રસોડામાં વપરાતું હાથ લુંછવા માટે તથા વાસણ લુછવા માટે વપરાતો કાપડનો ટુકડો.

● *પંચિયું-* શરીર લુછવા માટે અને કમર નીચે બાંધવા માટે વપરાતો કાપડનો ટુકડો.

● *અબોટિયું -* પૂજા અથવા અન્ય ધાર્મિક વિધિ કરતી વખતે પહેરવામાં આવતું ધોતી જેવું કાપડ.

● *લુગડું -* સાડીને લુગડું પણ કહે છે.

*ગ્રામ્ય પ્રદેશમાં વપરાતા ઓજારો:-*

● *પરોણો -* બળદને હાંકવા માટેની લાકડી.

● *કળીયુ -* ખેતી માટેનું સાધન.

● *બેલી-* બે ભાગમાં વહેંચાયેલું લોખંડના સળીયાને ટીપીને બનાવેલું ખેતરમાં ઘાસ કાઢવાનું સાધન.

● *ફાળ -* હળનો નીચેનો ભાગ.

● *કોશ -* જમીન ખોદવા માટે વપરાતો સીધો લોખંડનો અણિદાર સળિયો.

● *કોસ (ઉ. કોહ) -* કુવામાંથી બળદ વડે પાણી કાઢવાનું સાધન.

● *સુંઢ -* કોસનો ચામડાનો ભાગ.

● *ગરેડી -* કોસને ઉપર ખેંચવા માટે વપરાતું ચક્ર.

● *પાડો -* બળદગાડીના પૈડામાંથી પસાર થતી એક્સલને જેમાંથી પસાર કરવામાં આવે છે, તે મજબુત મોટું લાકડું.

● *તરેલું -* કોસમાં બળદને જોડવાનું સાધન.

● *ધોંસરુ -* ગાડી કે હળને બળદ સાથે જોડવાનું સાધન.

● *પાટ -* ખેડયા પછી જમીનના ઢેફા ભાંગી જમીન સપાટ કરવા વપરાતુ મોટું લાકડું.

● *ઈસ -* ખાટલામાં વપરાતા બે લાંબા લાકડા.

● *ઉપલું -* ખાટલામાં વપરાતા બે ટુંકા લાકડા.

● *પાંગથ -* ખાટલાના એક છેડે ખાટલાના ભરેલા દોરડાઓ ને સખત રાખવા વપરાતું જાડું દોરડું.

● *તગારું -* સીધી ધારવાળું નાની સાઈઝનું પતરાનું માલ ભરવાનું સાધન.

● *ઘમેલું -* કાંઠાને ગોળ વાખેલું તગારા કરતા મોટું સાધન.

● *બકડીયું -* તગારાને બે બાજુ કડીથી ઉપાડી શકાય તેવું સાધન.

● *સૂયો -* કોથળાને શીવવા માટે વપરાતી જાડી સોય.

● *રાંપ -* ખેડેલી જમીનને સાફ કરવા વપરાતું સાધન.

● *રંધો -* સૂતારનું પાટિયા વગેરેને લીસા કરવાનું સાધન.

● *નેવા -* છાપરામાંથી પાણી પડવાના ભાગ.

● *મોભ -* છાપરાના મધ્યમાં આવેલ મજબુત ટેકો, જેના તરફથી બંને બાજુ ઢાળ હોય.

● *વળી -* મોભ અને દિવાલ પર રાખેલ પાતળું લાકડું જેના પર નળીયા ગોઠવી શકાય.

● *સાલ -* ખાટલામાં ઈસ કે ઉપળાંને બંને છેડે અણી કાઢી તેને પાયામાં બંધ બેસતા કરવામાં આવે છે. આવા લાકડાને સાલ કહે છે.

● *વિંધ -* સાલ જેમાં નાખવામાં આવે છે તે કાણાવાળા પોલાણને વિંધ કહે છે.

● *પાયો -* ખાટલાના ઉભા લાકડા જે વિંધમાં સાલ બેસે તે લાકડાના ભાગને પાયા કહે છે

● *ઢોલિયો -* મજબુત અને મોટા અને શણગારેલા ખાટલાને ઢોલિયો કહે છે.

● *નીક -* ખેતરમાં પાણી લઇ જવા બનાવેલ વ્યવસ્થા ને નીક કહે છે.

● *ધોરિયો -* મોટી નીકને ધોરિયો કહે છે.

● *છીંડું -* વાડમાં બાકોરું હોય તો તેને છીંડું કહે છે.

● *ખળું -* અનાજના ડુંડાને સુકવી તેને પીસીને દાણા છુટા પાડવા માટે વપરાતી જગ્યા

● *કેડો -* રસ્તો

● *કેડી -* પગ રસ્તો

● *વંડી -* દિવાલ

● *કમાડ -* મોટું બારણું

● *ડેલો -* મોટા કમાડવાળું બારણું.