Dropdown Setting

ચાલતી પટ્ટી

"જીવનમાં સૌથી વધુ ખુશી એ કામ કરતી વખતે થાય છે કે જેના માટે લોકો કહેતા હોય કે આ આ કામ તુ નહી કરી શકે."* * You Are Responsible For You

February 23, 2020

*હવેથી વિદ્યાર્થીઓને ધો. 10/12 ની ડુપ્લીકેટ માર્કશીટ / પ્રમાણપત્ર, માઇગ્રેશન અને સમકક્ષતા પ્રમાણપત્ર લેવા માટે ગાંધીનગર  ધક્કો નહીં ખાવો પડે, 1952થી અત્યાર સુધીના ડોક્યુમેન્ટ ઘરે બેઠા મળશે*

● *ધો. 10/12 ની ડુપ્લીકેટ માર્કશીટ*
● *ધો. 10/12 નું પ્રમાણપત્ર*
● *માઇગ્રેશન સર્ટીફીકેટ*
● *સમકક્ષતા પ્રમાણપત્ર*

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધો. 10 અને ધો. 12 ની જાહેર પરીક્ષા લેવામાં આવે છે. જેમાં ધો. 10 નો વર્ષ 1952 થી વર્ષ-2019 અને ધોરણ-12 નો વર્ષ-1978 થી વર્ષ-2019 સુધીના પરિણામના રેકર્ડ રજીસ્ટર સ્વરૂપમાં નિભાવવામાં આવેલ છે. બોર્ડની કચેરીમાં વિદ્યાર્થી સેવાકેન્દ્ર ખાતેથી આ રેકર્ડના આધારે વિદ્યાર્થીને ધો. 10/12 ની ડુપ્લીકેટ માર્કશીટ / પ્રમાણપત્ર, ધો. 10/12 પાસ વિદ્યાર્થીને માઇગ્રેશન આપવામાં આવતા હતા, જે માટે વિદ્યાર્થીને કચેરીનું ફોર્મ ભરી શાળાના આચાર્યના સહીસિક્કા કરાવી બોર્ડની કચેરીએ રૂબરૂ આવવાનું હતું. ગુજરાતનાં જુદા-જુદા જિલ્લાઓમાંથી વર્ષ દરમિયાન ઘણા વિદ્યાર્થીઓ ઉપરોક્ત પ્રમાણપત્ર લેવા ગાંધીનગર આવતા હતા જેમાં તેમના સમય અને નાણાનો વ્યય થતો હતો. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા અત્યાર સુધીનાં વર્ષોના પાંચ કરોડ જેટલા વિદ્યાર્થીનાં પરિણામના રેકર્ડનું ડિજીટાઇઝેશન કરી દેવામાં આવ્યું છે.

હવેથી વિદ્યાર્થીઓને ડુપ્લીકેટ માર્કશીટ પ્રમાણપત્ર, માઇગ્રેશન અને સમકક્ષતા પ્રમાણપત્ર લેવા માટે ગાંધીનગર આવવુ નહી પડે, જેથી તેમના સમય અને નાણાંની બચત થશે. ઉપરોક્ત પ્રમાણપત્રો મેળવવા માટે વિદ્યાર્થીઓએ gsebeservice વેબસાઇટ પર Student > Online Student Services માં જઇ ઓનલાઇન એપ્લીકેશન કરવાની રહેશે, જેમાં ડુપ્લીકેટ માર્કશીટ / પ્રમાણપત્રની ફી રુ. 50/-, માઇગ્રેશન ફી રુ. 100/- તથા સમકક્ષતા પ્રમાણપત્રની ફી રુ. 200/- રહેશે. દરેકનો સ્પીડ પોસ્ટનો ચાર્જ રુ. 50/- રહેશે, જેથી વિદ્યાર્થી ધરે બેઠા પ્રમાણપત્ર મેળવી શકશે.

વધુ વિગત માટે અહીં ક્લિક કરો  👉🏼 http://bit.ly/2vTfUWK

🙏🏼 *આ ઉપયોગી માહિતી દરેક વિદ્યાર્થી સુધી પહોંચાડવા આપ સૌને વિનંતી*