*આપણી ભાષામાં વપરાતા ગ્રામ્ય રહેણી-કરણીના ખાસ શબ્દો, જેમાંના કેટલાંક નવી
પેઢીને જાણમાં પણ નહીં હોય...
જેવા કે...
● *દોરી -* કપડાં સૂકવવા કે કંઈક બાંધવા માટે.
● *જાળી -* ભમરડો ફેરવવા માટે.
● *રાશ -* બળદને કન્ટ્રોલ કરવાની લગામ.
● *વરત -* પાણી કાઢવાના કોસ માટે વપરાતું જાડું દોરડું.
● *વરતડી -* પાણી કાઢવાના કોસ માટે વપરાતું પાતળું દોરડું.
● *નાથ -* બળદના નાકમાં પરોવી તેને કન્ટ્રોલ કરવા વપરાતી દોરી.
● *રાંઢવુ -* જુદાં- જુદાં કામ માટે વપરાતી મજબુત જાડી દોરી.
● *નાડી -* ચોરણી કે પાયજામાંં કમરે બાંધવાની પાતળી દોરી.
● *નોંજણું -* ગાયને દોહતી વખતે પાછળના બે પગ અને પુંછડાને સાથે બાંધી ગાયની હલચલ ને રોકવા માટે વપરાતી દોરી.
● *ડામણ -* ઘોડાં કે ગધેડાંને છુટ્ટા ચરવા છોડવામાં આવે ત્યારે તેના એક આગળનો પગ અને એક પાછળના પગને સાથે દોરીથી બાંધવામાં આવે છે, જેથી તે બહુ ઝડપથી દોડી શકે નહિ અને તરત જ પકડાઈ જાય. આ દોરીને ડામણ કહે છે.
● *જોતર -* બળદને ગાડા સાથે જોડવામાં વપરાતી દોરીનું સાધન.
● *નેતર -* છાશ કરવા માટે વલોણાને ફેરવવા વપરાતી દોરી.
● આ ઉપરાંત દોરીના મટિરિયલને લીધે જુદા નામો છે. દા. ત.
● *શીંદરી-* નાળિયેરના છોતરામાંથી બનાવેલી દોરી.
● *સૂતળી -* શણમાં થી બનાવેલી દોરી.
● *વાણ-* જંગલી વેલા વિગરે વનસ્પતિમાંથી બનાવેલી દોરી.
● *કાથી -* નાળિયેરના છોતરામાંથી બનાવેલી દોરી.
...તે જ રીતે કપડાના જુદા જુદા આકારના જુદા જુદા કામ માટે વપરાતા ટુકડાના જુદા જુદા નામ છે. જેમ કે,
● *ચાકળો-* સુતરાઉ કાપડનો ચોરસ ટુકડો, જેમાં ભાત કરી દીવાલ પર ટીંગાડી શકાય.
● *પછેડી-* માથે બાંધવા અથવા ખભા પર રાખવા વપરાતો કાપડનો ટુકડો.
● *ચોફાળ -* પછેડી કરતાં મોટા કાપડનો ટુકડો, જે ખાસ કરીને ગાંસડી બાંધવા વપરાય છે.
● *બુંગણ -* ચોફાળ કરતાં પણ મોટો જાડા કાપડનો ભાગ, જે જુદાં જુદાં ખેતીના કામ માટે વપરાય છે.
● *ફાળિયું-* માથે બાંધવા માટે પાતળો કાપડનો ટુકડો.
● *પનિયું-* કમરે બાંધવાનું કાપડ.
● *ગુમછો-* આછું, પાતળું લાલ કાપડ.
● *ઓછાડ-* ગાદલાંને કવર કરવા વપરાતું કાપડ.
● *કામળી-* ઉનનું વસ્ત્ર, જે ખભા પર રાખવામાં તથા ઓઢવામાં વપરાય છે.
● *મસોતું-* રસોડામાં વપરાતું હાથ લુંછવા માટે તથા વાસણ લુછવા માટે વપરાતો કાપડનો ટુકડો.
● *પંચિયું-* શરીર લુછવા માટે અને કમર નીચે બાંધવા માટે વપરાતો કાપડનો ટુકડો.
● *અબોટિયું -* પૂજા અથવા અન્ય ધાર્મિક વિધિ કરતી વખતે પહેરવામાં આવતું ધોતી જેવું કાપડ.
● *લુગડું -* સાડીને લુગડું પણ કહે છે.
*ગ્રામ્ય પ્રદેશમાં વપરાતા ઓજારો:-*
● *પરોણો -* બળદને હાંકવા માટેની લાકડી.
● *કળીયુ -* ખેતી માટેનું સાધન.
● *બેલી-* બે ભાગમાં વહેંચાયેલું લોખંડના સળીયાને ટીપીને બનાવેલું ખેતરમાં ઘાસ કાઢવાનું સાધન.
● *ફાળ -* હળનો નીચેનો ભાગ.
● *કોશ -* જમીન ખોદવા માટે વપરાતો સીધો લોખંડનો અણિદાર સળિયો.
● *કોસ (ઉ. કોહ) -* કુવામાંથી બળદ વડે પાણી કાઢવાનું સાધન.
● *સુંઢ -* કોસનો ચામડાનો ભાગ.
● *ગરેડી -* કોસને ઉપર ખેંચવા માટે વપરાતું ચક્ર.
● *પાડો -* બળદગાડીના પૈડામાંથી પસાર થતી એક્સલને જેમાંથી પસાર કરવામાં આવે છે, તે મજબુત મોટું લાકડું.
● *તરેલું -* કોસમાં બળદને જોડવાનું સાધન.
● *ધોંસરુ -* ગાડી કે હળને બળદ સાથે જોડવાનું સાધન.
● *પાટ -* ખેડયા પછી જમીનના ઢેફા ભાંગી જમીન સપાટ કરવા વપરાતુ મોટું લાકડું.
● *ઈસ -* ખાટલામાં વપરાતા બે લાંબા લાકડા.
● *ઉપલું -* ખાટલામાં વપરાતા બે ટુંકા લાકડા.
● *પાંગથ -* ખાટલાના એક છેડે ખાટલાના ભરેલા દોરડાઓ ને સખત રાખવા વપરાતું જાડું દોરડું.
● *તગારું -* સીધી ધારવાળું નાની સાઈઝનું પતરાનું માલ ભરવાનું સાધન.
● *ઘમેલું -* કાંઠાને ગોળ વાખેલું તગારા કરતા મોટું સાધન.
● *બકડીયું -* તગારાને બે બાજુ કડીથી ઉપાડી શકાય તેવું સાધન.
● *સૂયો -* કોથળાને શીવવા માટે વપરાતી જાડી સોય.
● *રાંપ -* ખેડેલી જમીનને સાફ કરવા વપરાતું સાધન.
● *રંધો -* સૂતારનું પાટિયા વગેરેને લીસા કરવાનું સાધન.
● *નેવા -* છાપરામાંથી પાણી પડવાના ભાગ.
● *મોભ -* છાપરાના મધ્યમાં આવેલ મજબુત ટેકો, જેના તરફથી બંને બાજુ ઢાળ હોય.
● *વળી -* મોભ અને દિવાલ પર રાખેલ પાતળું લાકડું જેના પર નળીયા ગોઠવી શકાય.
● *સાલ -* ખાટલામાં ઈસ કે ઉપળાંને બંને છેડે અણી કાઢી તેને પાયામાં બંધ બેસતા કરવામાં આવે છે. આવા લાકડાને સાલ કહે છે.
● *વિંધ -* સાલ જેમાં નાખવામાં આવે છે તે કાણાવાળા પોલાણને વિંધ કહે છે.
● *પાયો -* ખાટલાના ઉભા લાકડા જે વિંધમાં સાલ બેસે તે લાકડાના ભાગને પાયા કહે છે
● *ઢોલિયો -* મજબુત અને મોટા અને શણગારેલા ખાટલાને ઢોલિયો કહે છે.
● *નીક -* ખેતરમાં પાણી લઇ જવા બનાવેલ વ્યવસ્થા ને નીક કહે છે.
● *ધોરિયો -* મોટી નીકને ધોરિયો કહે છે.
● *છીંડું -* વાડમાં બાકોરું હોય તો તેને છીંડું કહે છે.
● *ખળું -* અનાજના ડુંડાને સુકવી તેને પીસીને દાણા છુટા પાડવા માટે વપરાતી જગ્યા
● *કેડો -* રસ્તો
● *કેડી -* પગ રસ્તો
● *વંડી -* દિવાલ
● *કમાડ -* મોટું બારણું
● *ડેલો -* મોટા કમાડવાળું બારણું.