Dropdown Setting

ચાલતી પટ્ટી

"જીવનમાં સૌથી વધુ ખુશી એ કામ કરતી વખતે થાય છે કે જેના માટે લોકો કહેતા હોય કે આ આ કામ તુ નહી કરી શકે."* * You Are Responsible For You

February 16, 2023

કેશુડા વિશે માહિતી

આજનું વનસ્પતિ વિશેષ 
🥀શાસ્ત્રોમાં વર્ણવાયેલ બ્રહ્મવૃક્ષ કેસુડો

🥀હા આયુર્વેદ શાસ્ત્રમાં કેસસુડાને બ્રહ્મ વૃક્ષ તરીકે ઉલ્લેખ જોવા મળે છે.

ખીલ્યો પલાશ પુર બ્હારમાં રે લોલ,
સઘળી ખીલી છે વનવેલ;
ટહુકે શી આમ્રકુંજ કોકિલા રે લોલ,
ટહુકે મયુર અને ઢેલ !
બંધુ બેનીઓ ! ચાલો વસંતૠતુ માણવા.

🥀ખાખરો અથવા કેસૂડો કે ખાખરિયા, ખાકડા, ખાખડો, ખાખર અથવા પલાશ સુંદર કેસરી/સફેદ ફૂલો ધરાવતું વૃક્ષ છે. સંસ્કૃતમાં તેને બીજસનેહ, બ્રાહ્મોપાદપ, કરક, કૃમિધ્ન, લક્ષતરુ, પલાશ, રક્તપુષ્પક અને ત્રિપત્રક એવા નામોથી ઓળખવામાં આવે છે.
🥀તે એક મધ્યમ કદનું આશરે ૨૦ થી ૪૦ ફૂટ ઊંચું, પાનખરનું વૃક્ષ છે. પર્ણો ત્રણ પર્ણિકાઓ ધરાવતા પીંછાકાર છે દરેક પર્ણિકાની લંબાઈની ૧૦-૨૦ સેમી જેટલી હોય છે. પુષ્પો ઘાટ્ટા કેસરી,સફેદ કે પીળા રંગનાં હોય છે તેને લાંબી કલગી પુષ્પવિન્યાસમાં ખીલે છે. તેનાં ફળ, શીંગ રૂપે આવે છે, તેનું થડ વાંકું અને ડાળીઓ પણ અનિયમિત હોય છે. તેની છાલ રાખોડિયા રંગની અને ખરબચડી હોય છે. પાંદડાં ત્રણ-ત્રણનાં ઝુમખામાં હોય છે. પાંદડાંની નીચેની સપાટી રેશમી હોવાથી તેનો દેખાવ દૂરથી ભૂરો લાગે છે. પાંદડાની નીચેની સપાટીમાં નસો ચોખ્ખી દેખાય છે. નવેમ્બર અથવા ડિસેમ્બરમાં પાદડાં ખરવા માંડે અને જાન્યુઆરીમાં લગભગ બધાંજ પાન ખરી પડે છે. એપ્રિલ અથવા મે માસમાં નવાં પાન આવે તે પહેલા મહા-ફાગણ (ફેબ્રુઆરી-માર્ચ)માં તેના ભરપુર પુષ્પો આવવાની શરૂઆત થઈ જાય છે. શિયાળાની ઋતુ પુરી થવામાં હોય ત્યારે કેસુડો મા આવતા કેસરી, સળગતી જ્યોત જેવા ફૂલો ને લીધે અંગ્રેજીમા તેને 'the flame of Forest's કહે છે.
🥀ચંદ્રનું આ પવિત્ર વૃક્ષ છે. કહેવાય છે કે સોમરસ પીધેલા ગરુડનાં પીંછાંમાંથી તેની ઉત્પત્તિ થઈ છે. માટે સોમરસનો તેમાં અંશ હોવાથી ધાર્મિક ક્રિયામાં કૃષણ પૂજા, વિષ્ણુ પૂજા અને લક્ષ્મી પૂજા અભિષેક માં તેનો બહોળો ઉપયોગ થાય છે. કેસુડાના સૂકાં લાકડાં યજ્ઞમાં પણ હોમાય છે. કેટલાંક પવિત્ર વાસણ અને બ્રહ્મચારીનો દંડ કેસુડાના લાકડામાંથી બનાવાય છે. જનોઈ આપતી વખતે કેશ કાપ્યા પછી બ્રહ્મચારીને પલાશના પતરાળામાં જમવાનું વિધાન છે, તે પતરાળું ત્રણ પાનના સમૂહનું બનેલું હોય છે, જેમાં મધ્યનું પાંદડું વિષ્ણુ, ડાબું બ્રહ્મા અને જમણું શિવ મનાય છે.
🥀કેસૂડાની બે પ્રજાતિઓ મળી આવે છે, સફેદ અને કેસરી, કેસરી કેસુડો સર્વ સામાન્ય છે પણ સફેદ કેસુડો ખૂબ જ દુર્લભતાથી મળે છે જો તે મળી જાય તો ભાગ્ય ના દરવાજા ખુલી જાય. તેના માટે તંત્ર શાસ્ત્ર માં બહુ ઉચા ફળ જણાવ્યા છે..
🥀પોતાના પ્રિય ફૂલોનો ઉલ્લેખ મહાભારતમાં યુધિષ્ઠિર સાથે કરતી સમયે શ્રીકૃષ્ણ કહે છે કે મને કમળ, કેસુડો, માલતી, કરવરી, ચણક અને વનની માળાના ફૂલ ખૂબ જ પ્રિય છે.
ભગવતી ગૌરી - શંકર ભગવાનને અર્પણ થતા બધા જ ફૂલ માતા ભગવતીને પણ પ્રિય છે. આ સિવાય મોગરાનું ફૂલ, સફેદ કમળ, કેસુડો, ચંપાના ફૂલ પણ માતા ભગવતી ને પ્રિય છે.
🥀હવે આજે કેસુડાનો ઉલ્લેખ કેમ કરવામાં આવ્યો ???

🥀તો ફેબ્રુઆરી અને માર્ચ મહિના દરમિયાન કેસુડાના ફૂલો ભરપુર પ્રમાણ માં મળી રેહશે, તો શક્ય હોય તેટલા તેને ભેગા કરી લેવા, અને તાપ માં સરસ સુકવી ને એક ડબ્બા માં ભરી દેવા, આ ફૂલ સકાય બાદ એક વર્ષ સુધી બગડતા નથી કે તેને કાઈ પણ થતું નથી.
હવે જયારે જયારે શિવ પૂજા, વિષ્ણુ પૂજા, શાલીગ્રામ પૂજા કે શ્રીયંત્ર પૂજા અને અભિષેક કરો ત્યારે આ સૂકાયેલ કેસુડાને આગલા દિવસે રાત્રે પાણી માં પલાળી દેવા જેથી સવારે કેસરી પાણી તૈયાર થશે, અને આ કેસુડાં ના પાણી થી શિવ, કૃષ્ણ, વિષ્ણુ, શાલીગ્રામ અને શ્રીયંત્ર ઉપર અભિષેક અદમ્ય લાભ આપનાર અને અખૂટ લક્ષ્મી સાથે રાજ્ય લક્ષ્મી અર્પણ કરનાર છે. માટે કેમે કરીને આ બે મહિના માં બને તેટલા કેસુડાં ના ફૂલ ને એકત્રિત કરી લેવાની ભલામણ કરું છુ.
🥀બીજી એક મહત્વ ની વાત કે આ બે મહિના સુધી જ્યાં સુધી કેસુડાં ના ફૂલ મળે છે ત્યાં સુધી ઘરના દરેક સભ્યો એ કેસુડાં યુક્ત પાણી થી સ્નાન કરવામાં આવે તો, લક્ષ્મી લાભ સાથે શુઆરોગ્ય ની પ્રાપ્તિ થાય છે.
😍(મેં વર્ષ ભર ચાલે તેટલો કેસુડાં ના ફૂલ એત્રિત કરવાનું શરુ કરી દીધું, અને તમે ??)
🙏ૐ નમો નારાયણ🙏