Dropdown Setting

ચાલતી પટ્ટી

"જીવનમાં સૌથી વધુ ખુશી એ કામ કરતી વખતે થાય છે કે જેના માટે લોકો કહેતા હોય કે આ આ કામ તુ નહી કરી શકે."* * You Are Responsible For You

February 16, 2023

Physicswala" ની વેબ સિરીઝ જોય લાગ્યું કે જાણે આ વ્યક્તિ અને physics એક બીજાના પૂરક હોય , હુ પણ phyics વાળો છું એટલે થોડો દિલ થી લગાવ હોય એ થોડું વ્યાજબી છે , પણ આજ ના એ દરેક યુવા ના સંઘર્ષ ની વાત એટલે physicswaala "અલખ પાંડે", આજ કાલ જોવ છું બસ ભણવા ની વાત આવે ત્યારે હમેશા તેને નોકરી સાથે જોડવા માં આવે , બસ હજુ તો કોલેજ પણ પૂરું નથી કર્યું ત્યા કમાવા ની વાત શરૂ પણ આ અલખ ની જેમ ક્યારેય એવુ વિચાર્યું કે સાલું "હુ બીજા માટે શુ કરી કરી શકું ?" અને આ વાક્ય ના પ્રત્યુત્તર માં જ એક સંઘર્ષ ની શરૂવાત થઈ . કોજેલ પૂરું ના થયું હોય ત્યારે કોલેજ ના છેલ્લા વર્ષ થી જ નોકરી વિશે ખુબ ગહન ચિંતન સાથે ચિંતા ના વમળો ચાલુ થાય છે ત્યારે આવા સમયે આ ભાઈ આલખ પણ આપણા બધાં ની જેમ જ પરિવાર ના દબાણ વચ્ચે પૈસા કમાવા નું વિચારતો અને ક્યાય ને ક્યાંય પોતાના આત્મ સંતોષ માટે ગમે તે કામ કરી ને પૈસા મેળવી લેવા ના ઇરાદા ક્યારેય નહોતો ધરાવતો અને આના કારણે જ તેને પોતાના શોખ ને યોગ્ય દિશા માં હકારવા ની સાથે મારી આવડત ને બીજા ની મદદે કેમ લાવી શકું આજ અભિલાષા એટલે જ "શિક્ષત્વ" નો જન્મ થાય , વિદ્યાર્થી નો પૂરક એટલે "શિક્ષક" ,આત્મસાતી શિક્ષક બનાવા માટે ખાલી મારી જેમ msc physics થી નહીં ચાલતુ પણ આ અલખ જેવા સાચા ઇરાદા ના ગુણો પણ હોવા જરૂરી છે. આ physicswalaa ભાઈ એ પણ બતાવી દીધું કે શિક્ષક એક નાની ઓરડી માંથી ૮૫૦૦ કરોડ ની કંપનીનુ લોકાર્પણ કરી શકે . અલખ પાડે એ તમામ લોકો ને તેના દ્વારા આખી દુનિયા સામે રજુ કર્યા જે physics ની જેમ ઘણા વિષયો ના વિદ્વાન છે પણ આને બીજા માટે ઉપયોગ કરી ને પણ કઈ રીત સારી ઇકોનોમિકલ સ્થિતિ એ પોંહચી શકાય. અલખ પાડે જ્યારે એક ટ્યૂશન ક્લાસ મા physics ના શિક્ષક તરીકે જોબ માટે ઇન્ક્વાઈરી કરવા જાય છે ત્યારે સૌ થી પેહલો પ્રશ્ન કે શુ છે તમારું ક્વોલિફિકેશન ? ત્યારે નિરાસા સાથે કહે છે કોલેજ શરૂ છે , બીજો પ્રશ્ન કરે છે કેટલો અનુભવ છે ? ત્યારે પોતાના ૧૦મા અને ૧૨ માં ના સમય માં નાના બાળકો ને ભણાવા નો અનુભવ રજુ કરે છે ત્યારે સાહેબ ને હસી ને કહે છે આ કોઈ નાના મોટા કલાસ નથી. પણ આમ છતાં ડિગ્રી ની શુ વિસાત કે ટેલેન્ડ ના રસ્તા રોકી શકે , પેલા સાહેબ એ એક પેપર માંથી પ્રશ્ન પૂછ્યા , થોડી વાર ચૂપ રહ્યો પછી તમામ પ્રશ્નો ને વ્યવહારિક રીતે physics ની ભાષા માં સચોટ સમજાવ્યા અને હવે શરૂ થઈ એક શિક્ષક ની કહાની જે ઇતિહાસ બનાવા નો હતો. પેહલો ડેમો લેક્ચર હતો અને જ્ઞાન નો દરિયો હતો પણ આ દરિયા ના પાણી ને ફિલ્ટર કરી ને કઈ રીતે આપવું એની જરા પણ સમજ ન હતી , પેહલા જ લેક્ચર માં કોઈક મજાક મસ્તિ કિકિયારી ચાલુ કરી દીધું ત્યારે અંદર ના શિક્ષત્વ ને પૂછ્યું સુ ખાલી physics આવડવા થી એક best શિક્ષક બની શકાય ત્યારે આ કલાસ નો અનુભવ સદનતર એમ કેહતો કે ના ખાલી physics થી નહીં ચાલે! પણ બેસ્ટ પર્ફોમર , ધીરજ , સર્જનાત્મક , સ્થિર આવા ગુણો થી શિક્ષત્વ ખરા અર્થ માં આત્મસાત થાય અને એ સાચા ઘરેણાં જેવા ગુણો ને આત્મસાત કરવા લાગ્યો આ physicswaalaa . ઘણી વાર એવુ બનતું હોય કે તમારી મહત્વક્ક્ષા પ્રમાણે ઘણું બધું ના થતું હોય ત્યારે ઘણા પરિસ્થિતિ સ્વીકારી અને ચાલ્યા કરે છે પણ આ ભાઈ એ બીજા સાથે રહીં ને ટ્યુશન કલાસ ચાલુ તો કર્યા પણ જામ્યું નહીં બસ એને તો વિદ્યાર્થી માટે રોજે રોજે સારું શુ કરી શકું એની ધૂન જયારે તેના કલાસ પાર્ટનર ને પૈસા કમાય ને ગાડી કેમ લાવી શકાય એવી ઇરછા. પ્રશ્નો ની યુનિવર્શલ ચાવી એટલે આપનો મિત્ર , ઘરે થી ફુલ પ્રેશર આવ્યું કે ઘર ચાલાવા માટે નોકરી તો કરવી પડશે પણ આ ભાઈ ને આત્મ સન્તોષ સાથે શિક્ષત્વ નો ઓડકાર શિવાય ના અનુભવ શિવાય વાત જ નહીં , મિત્ર એ કહ્યું કે "યાર તુ તારું પોતાનું ચાલુ કર ને " ત્યારે કહ્યું યાર એના માટે રૂમ જોઈએ , એ ભાડા માટે પૈસા નથી , મિત્ર એ કહ્યું ચાલ હુ આપું શરૂ તો કર" પણ શરૂ તો કર્યું ત્યારે ચિંતા એ હતી કે બાળકો કેમ આવશે ત્યારે કહેવાય ને કે કલાસ માં એક વિદ્યાર્થી તો સાહેબ ના જ્ઞાન નો લાભ લેવા વાળો હોય જ ત્ત્યારે બીજા ટ્યુશન જ્યા બધા જ વિષય હતા પણ અહીંયા ખાલી physics પણ તો ઘણા દિવસો રાહ જોય પછી છેલ્લે જ્યારે ટ્યુશન બંધ કરવા નું નક્કી કર્યું ત્યારે પેલા અલખ જ્યા કલાસ લેતો ત્યાંથી ઘણી બધી વિદ્યાર્થીની આવી અને સફર ને રસ્તો મળવા નું શરૂ થયું. અલખ તો અલખ ની મોજ માં બસ એક જ ધૂન મારો વિદ્યાર્થી સફળતા ની તમામ સિડી ઓ પાર કરે ત્યારે તેના માટે પૈસા કાંઈજ મહત્વ ના નોહતા તેનું ઉદાહાર. હતું બીજા કલાસ માંથી વાર્ષિક ૧ લાખ ની ઑફર છતાં તમામ બાળકો કે તેના સાચા શિક્ષત્વ નો લાભ મળે તેથી નજીવી ફી એ ચાલુ રાખ્યું આજ તો છે શિક્ષક તોય પબ હજુ ઘણા બધા પ્રશ્નો આવતા ગયા અને પોતે હાર્યા વગર કામ કરતો ગયો ત્યારે એક દિવશ સાવ હથિયાર હેઠા મુક્યા અને બહાર જતો રહ્યો થોડા દિવસ ઝ ઘરના ને કહ્યા વગર , તેનું કારણ હતું એક છોકરી કે જેના પ્રેમ માં હતા આ ભાઈ પણ સમજીકતા ના કારણે બન્ને ની પ્રેમકહાની આગળ ના ચાલી ત્યારે આ ભાઈ સાંતિમય સ્થળ પર થોડા દિવસ રહેવા ગયા ત્યા એક નાના એવા ઘર માં પેયિંગ ગેસ્ટ તરીકે અલખ રહ્યો ત્યા મકાન માલિક નો છોકરો ૧૨ સાયન્સ મા હતો અને તેના પ્રશ્ન નું નિરાકરણ માટે તે છોકરો અલખ પાસે આવતો અને અલખ તેનું સોલ્યુશન કરતો પણ હવે અલખ ને ઘરે જવાનું થયું છોકરો નિરાસ થયો કે હવે મને મારા physics ના પ્રશ્નો નું સોલ્યુશન કોન આપશે ત્યારે છોકરો અલખ પાસે લાગણી વ્યક્તિ કરી રડતો રડતો ખે છે સાહેબ ના જાવ પલીઝ ત્યારે અલખ ની પણ નિરાસા ના દરિયા માં વ્યસ્ત થઈ ગયો પણ જયારે ઘર ની બહાર નીકળો તો ત્યા પેઈંગ ગેસ્ટ તરીકે ફોરેન થી આવેલ ઘણી છોકરી ઓ સાવરે ઓનલાઇન યોગા you tube ની.મદદ થી કરી રહી હતી અને અલખ ને દુનિયા માં તેના નામ નો ડકો વગાડવા શરૂ માધ્યમ મળી ગયું. પોતાની you tube ચેનલ શરૂ કરી શરૂવાત માં ધીમો પ્રતિભાવ મળ્યો પછી એક innovative શિક્ષક ના ઘરેણાં સાથે અદભુત રીતે physics ના ટોપિક ની સમજ દ્વારા ૮૫૦૦ કરોડ ની ફિઝીકસવાલા ની કંપની આ ભાઈ એ ખોલી..." મન્જીલ ઉન્હી કો મિલતી હે, જીનકે સપનો મે જાન હોતી હેપંખ હોને સે કુછ નહીં હોતાહોશલો કી ઉડાન હોતી હેલી.ઉમેશ બેરડીયા