Dropdown Setting

ચાલતી પટ્ટી

"જીવનમાં સૌથી વધુ ખુશી એ કામ કરતી વખતે થાય છે કે જેના માટે લોકો કહેતા હોય કે આ આ કામ તુ નહી કરી શકે."* * You Are Responsible For You

August 28, 2023

ચંદ્રયાન3 ચન્દ્ર પર શુ શુ કરશે એ જાણો

સફળ લેન્ડિંગ બાદ હવે શું કરશે ચંદ્રયાન-3 ?

ચંદ્રયાન-3 પોતાની સાથે આઠ પેલોડનો સેટ લઈ ગયું છે. તેમાં એક પેલોડ અમેરિકી અંતરિક્ષ એજન્સી નાસા દ્વારા ફાળવવામાં આવ્યું છે. ચંદ્રયાન-3નું પ્રપલ્સન મોડ્યૂલ શેપ નામનાં એક પ્રયોગ સાથે આવે છે જે જીવન માટે યોગ્ય વાતાવરણથી પસાર થતાં તારાઓનાં પ્રકાશમાં થતાં પરિવર્તનોનાં નિરિક્ષણ માટે ડિઝાઈન કરવામાં આવ્યું હોય છે. તેનો ઉદેશ્ય પૃથ્વી જેવા રહેવાલાયકે અન્ય ગ્રહોની શોધ કરવાનો છે.

ચંદ્ર પર ભૂકંપનું અધ્યયન કરશે
ચંદ્રયાન-3નું લેન્ડર મોડ્યૂલ ILSA નામનું એક ઐતિહાસિક ઉપકરણ સાથે લઈને ગયું છે. આ ઉપકરણ ચંદ્રનાં ભૂકંપીય ગતિવિધિની દેખરેખ માટેનું કામ કરે છે. ILSAનું મુખ્ય કામ ચંદ્ર પર આવતાં ભૂકંપોનું અધ્યયન કરશે.

લેન્ડરના ચાર પેલોડ્સ કાર્યરત છે. આ ચાર પેલોડ્સ ચંદ્રની સપાટી પર વિવિધ સંશોધનો કરશે.વિક્રમ લેન્ડર ઉપર ચાર પેલોડ્સ લાગ્યા છે જ્યારે પ્રજ્ઞાન રોવર ઉપર બે પેલોડ્સ કાર્યરત છે.

RAMBHA
ચંદ્રની સપાટી પર આવતા સૂર્યના પ્લાઝ્મા કણનો અભ્યાસ કરશે. પ્લાઝ્મા કણના ઘનત્વ, માત્ર અને ફેરફારની તપાસ કરશે.

ChaSTE
ચંદ્રની સપાટીના તાપમાનનું રિસર્ચ કરશે

ILSA
લેન્ડિંગ સાઈટ આસપાસ ભૂકંપની ગતિવિધિનું નિરીક્ષણ કરશે

LRA
ચંદ્રના પરિમાણ સમજવાનો પ્રયાસ કરશે

પ્રજ્ઞાન રોવરના પેલોડ્સ
LIBS
ચંદ્રની સપાટી ઉપર રહેલા રસાયણોનો અભ્યાસ કરશે અને ખનીજોની તપાસ કરશે

APXS
ચંદ્ર ઉપર ખનીજના કમ્પોઝીશનનો અભ્યાસ કરશે

વિજ્ઞાનની દ્રષ્ટિએ મહત્વ

ચંદ્રયાન-3ની સફળતા વિજ્ઞાનની દ્રષ્ટિએ અતિ મહત્વનો મિશન છે. ચંદ્રના વાયુમંડળ, સપાટી, રસાયણ અંગે માહિતી મળશે અને ચંદ્ર ઉપર ભૂકંપની ગતિવિધિ, ખનીજ વગેરેની તપાસ,ભવિષ્યના રિસર્ચ માટે મહત્વની જાણકારી પણ મળશે.વિશ્વમાં ફક્ત 3 દેશ ચંદ્રની સપાટી ઉપર સફળતાપૂર્વક ઉતરી શક્યા છે.ચંદ્ર ઉપર સફળતાપૂર્વક સોફ્ટ લેન્ડિંગ કરનાર ભારત ચોથો દેશ જ્યારે ચંદ્રના દક્ષિણ ધ્રુવ ઉપર સફળતાપૂર્વક લેન્ડિંગ કરનારો ભારત પહેલો દેશ

ISROની વધશે શાન

ઈસરો ઓછા બજેટમાં કોમર્શિયલ લોન્ચિંગ માટે જાણીતું છે.ISRO અત્યાર સુધીમાં 34 દેશના 424 વિદેશી સેટેલાઈટ્સ છોડી ચુક્યું છે અને 104 સેટેલાઈટ્સ એકસાથે છોડી ચુક્યું છે. ચંદ્રયાન-3નું બજેટ 614 કરોડ હતું. તમે વિચારી શકો છો કે આટલા નાના બજેટમાં ઈસરોએ ચંદ્ર પર ભવ્ય ઈતિહાસ રચી અને દરેક ભારતીયોનું માંથુ ગર્વથી ઊંચું કરી દીધું છે.

લોકોને શું ફાયદો?

ચંદ્રયાન-3ની લેન્ડિંગને લીધે લોકોને હવામાન અને સંચાર સંબંધી માહિતી મળી શકશે અને સંરક્ષણ સંબંધી સેટેલાઈટ્સમાં પેલોડ્સ કામ આવશે. નકશો બનાવનારા સેટેલાઈટ્સમાં અને સંચાર વ્યવસ્થા વિક્સિત કરવામાં મદદ મળશે.

ખરે ખર જીવન શુ છે?

વિશ્વ વિખ્યાત ફેશન ડિઝાઇનર ક્રિસ્ડા  રોડ્રિગ્ઝ  કેન્સરથી
પીડાઈને મૃત્યુ પામી એ પહેલાં એક હૃદય સ્પર્શી લેખ લખ્યો હતો. એ લેખ ભૌતિક સુખો પાછળ પોતાના સ્વાસ્થ્યની પરવા કર્યા વિના ભાગતી આજની યુવા પેઢી માટે છે. 

એ લેખનો એક અંશ અહીં રજૂ કરું છું. 

ક્રિસ્ટા એ પોતાના જીવન વિશે ખૂબ જ ચોટદાર રજૂઆતથી લોકોને આધુનિક વિશ્વની ભૌતિક માયાના ભ્રમથી સચેત કરવાનો અંતિમ પ્રયાસ કર્યો છે. ક્રિસ્ટા એ લખ્યું હતુ:

મારી પાસે મારી ગેરેજમાં વિશ્વની સૌથી મોંઘી બ્રાન્ડની કાર છે પરંતુ હવે હું વ્હીલચેરમાં મુસાફરી કરું છું. 

મારી અલમારીઓ ડિઝાઈનર કપડાં, શૂઝ અને કીમતી આભૂષણોથી ભરેલી છે પરંતુ હવે મારું શરીર હોસ્પિટલની નાનકડી ચાદરમાં લપેટેલું છે.

મારા બેંક એકાઉન્ટમાં અઢળક નાણાં છે પરંતુ હવે મને એ નાણાં કે એના વ્યાજમાં કોઈ જ રસ નથી રહ્યો. 

 મારું ઘર રાજ મહેલ જેવું સુંદર છે પણ હવે હું હોસ્પિટલમાં ડબલ સાઈઝના બેડને જ મારું ઘર સમજવા લાગી છું. 

 હું એક ફાઈવ સ્ટાર હોટેલમાંથી બીજી ફાઈવ સ્ટાર હોટેલમાં ફરતી રહેતી હતી પરંતુ હવે હું હોસ્પિટલથી લેબ અને લેબથી હોસ્પિટલ જવામાં જ સમય પસાર કરું છું.

 મેં સેંકડો લોકોને ઓટોગ્રાફ આપ્યા હતા પરંતુ આજે ડૉક્ટર કાગળ પર દવા લખી આપે એ જ મારી ઓળખ બની ગઈ છે. એક સમયે મારા વાળ સજાવવા સાત બ્યુટિશિયન હતા પરંતુ આજે મારા માથા પર વાળ જ નથી રહ્યા. 

હું મારા પોતાના પ્રાઈવેટ વિમાનમાં મન થાય ત્યાં ફરતી હતી પરંતુ હવે મને હોસ્પિટલમાં જવા માટે પણ બે માણસોની મદદની જરૂર પડે છે. 

મારી પાસે મનભાવતાં ભોજનની કોઈ કમી નથી પરંતુ હવે હું સવારે બે ગોળી અને રાત્રે મીઠાવાળું  પાણી પીઉં છું. 

આ ગાડી, આ બંગલા, આ વિમાન, આ ફર્નિચર, બેંક ખાતાની રકમ, આ પ્રતિષ્ઠા અને ખ્યાતિ, એ કશું મારા માટે કામનું નથી. એનાથી મને જરા સરખી પણ રાહત મળે એમ નથી. 

તમને ખબર છે અંતિમ સમયે મને શેનાથી રાહત મળી હતી? મને અંતિમ સમયે મેં હસેલા દરેક અસલી હાસ્યને યાદ કરીને રાહત મળી હતી, મેં જે લોકોના જીવનમાં ખુશીઓ લાવી હતી એ લોકોના ચહેરા યાદ કરીને રાહત મળી હતી, મને મારા અસ્તિત્વની દુનિયા પર અસર રહી જવાની છે એની ખાતરીની રાહત થઈ હતી. 

આપણું જીવન આપણા એકલા માટે નથી. આપણું જીવન અનેક લોકોના ચહેરા પર સ્મિત લાવવા અને આપણા ગયા પછી પણ આપણા અસ્તિત્વની અસર છોડી જવા માટે છે.

નીરજ ચપરા એ વર્ડ એથલેટિક ચેમ્પિયન શિપ માં ભાલા ફેક માં ગોલ્ડ મેડમ મેળવ્યો , જાણો તેના વિશે સંપૂર્ણ વિગત

નીરજ ચોપરા બાયોગ્રાફી જેવલિન થ્રો (ભાલા ફેંક) ખેલાડી ટોક્યો ઓલિમ્પિક ગોલ્ડ મેડલ વિજેતા, કારકિર્દી, શારીરિક, જાણો કોણ છે નીરજ ચોપરા?, નીરજ ચોપરા વિશે સંપૂર્ણ માહિતી તમને અમારા લેખમાં ઉપલબ્ધ કરાવવામાં આવશે.  અમે આશા રાખીએ છીએ કે તમે તેને અંત સુધી ધ્યાનથી વાંચશો.  અમારા આર્ટિકલમાં તમને જણાવવામાં આવશે કે નીરજ ચોપરા એ કયા મેડલ જીત્યા છે અને તેમની અત્યાર સુધીની સફર શું છે.  નીરજ ચોપરા નું જીવનચરિત્ર અમારા લેખમાં આપવામાં આવ્યું છે. 
તેનો જન્મ 24 ડિસેમ્બર 1997ના રોજ હરિયાણાના પાણીપતમાં થયો હતો.  હવે તે 24 વર્ષનો છે અને તેણે ઓલિમ્પિકમાં ઘણા ગોલ્ડ મેડલ જીત્યાં છે.  તેની ઊંચાઈ 178 સેમી અથવા 6 ફૂટ છે અને તેનું વજન 86 કિલો છે.  તે ટ્રેક અને ફિલ્ડની શ્રેણીમાં આવે છે અને 4માં ક્રમે છે. તેના કોચનું નામ ઉવે હોન (Uwe Hohn) છે.

નામ

નીરજ ચોપરા

માતા નું નામ

સરોજ દેવી

પિતા નું નામ

સતીશ કુમાર


ગામ

ખંડરા

જીલ્લો

પાણીપત

રાજ્ય

હરિયાણા


ઉમર

24 (૨૦૨૨ માં)

ઊંચાઈ

૧૭૮ સેમી/ ૬ ફૂટ

વજન

૮૬ કિલો

ઓલમ્પિક મેડલ

૧ ગોલ્ડ મેડલ

રમત

ભાલા ફેંક (Javelin Throw)

બેસ્ટ રેકોર્ડ

૮૮.૧ મીટર

નોકરી


નીરજ ચોપરા મેડલ – Neeraj Chopra Medal

તેમને મોટી સંખ્યામાં મેડલ આપવામાં આવ્યા છે.  તેણે 2021માં નેશનલ જુનિયર ચેમ્પિયનશિપમાં ગોલ્ડ મેડલ મેળવ્યો. નેશનલ યુથ ચેમ્પિયનશિપ 2013માં સિલ્વર મેડલ. એશિયન જુનિયર ચૅમ્પિયનશિપ 2017માં સિલ્વર મેડલ અને અસાઇન ઍથ્લેટિક્સ ચૅમ્પિયનશિપ 2017માં ગોલ્ડ મેડલ જીત્યો.


તેણે એશિયન ગેમ્સ 2018માં ગોલ્ડ મેડલ જીત્યો છે. તેને રાજીવ ગાંધી ખેલ રત્ન પુરસ્કાર માટે પણ નામાંકિત કરવામાં આવ્યો હતો જે હવે મેજર ધ્યાનચંદ ખેલ રત્ન પુરસ્કાર છે.  તેણે 2018માં અર્જુન એવોર્ડ પણ જીત્યો હતો. તેણે 88.07નો ભારતીય રાષ્ટ્રીય રેકોર્ડ પણ બનાવ્યો છે.  નીરજ ચોપરાની નેટવર્થ 1 થી 5 મિલિયન છે.

તેણે એશિયન ગેમ્સ 2018માં ગોલ્ડ મેડલ જીત્યો છે. તેને રાજીવ ગાંધી ખેલ રત્ન પુરસ્કાર માટે પણ નામાંકિત કરવામાં આવ્યો હતો જે હવે મેજર ધ્યાનચંદ ખેલ રત્ન પુરસ્કાર છે.  તેણે 2018માં અર્જુન એવોર્ડ પણ જીત્યો હતો. તેણે 88.07નો ભારતીય રાષ્ટ્રીય રેકોર્ડ પણ બનાવ્યો છે.  નીરજ ચોપરાની નેટવર્થ 1 થી 5 મિલિયન છે.

નીરજ ચોપરા ઓલિમ્પિકમાં ગોલ્ડ – Neeraj Chopra Gold Medal In Olympic

તેણે ઘણા ગોલ્ડ મેડલ મેળવીને પોતાના દેશને ગૌરવ અપાવ્યું છે.  તે ભાલા ફેંક (જેવલિન થ્રો)માં 2018ના વર્લ્ડ કોન્ટિનેંટલ કપમાં છઠ્ઠા ક્રમે હતો.  તેણે વર્લ્ડ U20 ચેમ્પિયનશિપ 2016માં પ્રથમ રેન્ક મેળવ્યો. તેણે એસાઈન્ડ ચેમ્પિયનશિપ 2017, એશિયન ગેમ્સ 2018 અને કોમનવેલ્થ ગેમ્સ 2018માં પણ પ્રથમ રેન્ક મેળવ્યો.

આ વર્ષની વર્તમાન રેન્કિંગ મુજબ, તે જેવલિન થ્રોમાં 4મા ક્રમે અને એકંદરે 107મા ક્રમે છે.  આ તમામ મેડલ નીરજ ચોપરાએ ઉવે હોન અને તેના કોચિંગ હેઠળ મેળવ્યા છે.

નીરજ ચોપરા કરિયર – Neeraj Chopra Career

નીરજ ચોપરા હરિયાણાના પાણીપતનો રહેવાસી છે.  તેમના પિતા ખેડૂત છે અને તેઓ તેમના નાના ગામ ખંડરામાં ખેતી કરે છે.  નીરજને બે બહેનો છે અને તેની માતા ગૃહિણી છે.  11 વર્ષની ઉંમરથી જ તેની ભાલા ફેંક માં રસ હતો કારણ કે તે જય ચૌધરીને કારણે પાણીપત સ્ટેડિયમમાં પ્રેક્ટિસ કરતો હતો અને તેને જોઈને જ નીરજ આ રમત તરફ આકર્ષાયો હતો.

જયવીરે જેવલિન એથલીટમાં હરિયાણાનું પ્રતિનિધિત્વ કર્યું છે.  11 વર્ષની ઉંમરે નીરજનું વજન 80 કિલો હતું અને તે વજન ઘટાડવા માટે પાણીપત સ્ટેડિયમ જતો હતો.  તે દરમિયાન તેની જેવલિન સાથે પરિચય થયો.

નીરજ ચોપરા શારીરિક – Neeraj Chopra Physique

નીરજ ચોપરા શારીરિક અને માનસિક રીતે સંપૂર્ણ સ્વસ્થ છે.  તેનું કુલ વજન 86 કિગ્રા છે અને તેની ઉંચાઈ 178 સેમી અથવા 6 ફૂટ છે. તે ટ્રેક અને ફિલ્ડ ગેમ્સમાં ખૂબ જ સારો છે અને તેણે ઘણા મેડલ પણ જીત્યા છે.  નીરજ ચોપરા તેમના સ્વાસ્થ્યનું ખૂબ ધ્યાન રાખે છે અને તેઓ શારીરિક રીતે ફિટ છે.  તેના શરીરના કારણે તેણે એથલીટ તરીકે ખૂબ સારું પ્રદર્શન કર્યું છે.  24 વર્ષની ઉંમરે, તે બાકીના સામાન્ય લોકોની તુલનામાં ખૂબ જ સારું રમે છે.




ભારતીય સેનામાં સૈનિક



August 25, 2023

ચેસ વર્લ્ડ કપ: મેગ્નસ કાર્લસન બન્યો ચેમ્પિયન, પ્રજ્ઞાનંદાએ હારીને પણ ઈતિહાસ રચ્યો

Chess World Cup Final: બુધવારે ભારતે ચંદ્રના સાઉથ પોલ પર સ્પેસક્રાફ્ટ ઉતારીને ઈતિહાસ રચ્યો તેના બીજા દિવસે ગુરૂવારે વધુ એક ખુશી મળવાની હતી. જોકે, ગુરૂવારે ભારતને થોડી નિરાશા હાથ લાગી હતી કેમ કે ચેસ વર્લ્ડ કપ ફાઈનલમાં ભારતના યુવાન ખેલાડી પ્રજ્ઞાનંદાનો પરાજય થયો હતો અને મેગ્નસ કાર્લસને પોતાની છઠ્ઠી ટ્રોફી જીતી છે.

બાકુમાં રમાયેલા FIDE ચેસ વર્લ્ડ કપમાં પાંચ વખતના ચેમ્પિયન મેગ્નસ કાર્લસને વધુ એક વર્લ્ડ કપ ટ્રોફી પોતાના નામે કરી છે. કાર્લસનનો અનુભવ ભારતીય યુવાન ખેલાડી પ્રજ્ઞાનંદ પર ભારે પડ્યો હતો. જોકે, પ્રજ્ઞાનંદ ભલે ફાઈનલમાં હારી ગયો હોય પરંતુ હારીને પણ તેણે એક ઈતિહાસ રચી દીધો છે. પ્રજ્ઞાનંદ ચેસ વર્લ્ડ કપમાં રનર અપ બનનારો સૌથી નાની વયનો ખેલાડી બન્યો છે. ગુરુવારે ત્રીજા દિવસે ટાઈ-બ્રેકરમાં કાર્લસને બાજી મારી હતી અને તેણે પ્રજ્ઞાનંદને પરાજય આપ્યો હતો.
અગાઉ પ્રથમ બે દિવસની લગભગ ચાર ગેમ બાદ ફાઈનલ પણ કપરી રહી હતી. નોર્વેના અનુભવી ખેલાડીએ ભારતના 18 વર્ષના યુવાન પ્રજ્ઞાનંદને હરાવીને છઠ્ઠી વખત વર્લ્ડ કપ ટાઈટલ જીત્યું છે. કાર્લસને આ મેચ 1.5 - 0.5ના માર્જિનથી જીતી લીધી હતી. પ્રજ્ઞાનંદે ટુર્નામેન્ટમાં વિશ્વના બીજા નંબરના ખેલાડી હિકારુ નાકામુરા અને ત્રીજા નંબરના ખેલાડી ફેબિયાનો કારુઆનાને હરાવીને કાર્લસન સામે ફાઇનલમાં જગ્યા બનાવી હતી, પરંતુ ફાઈનલમાં હાર સાથે તેનું અને કરોડો ભારતીય ચેસ ચાહકોનું સ્વપ્ન ચકનાચૂર થઈ ગયું હતું.

જોકે, કારકિર્દી વિશે વાત કરીએ તો આર. પ્રજ્ઞાનંદે તેના માતા-પિતાને કારણે ચેસ રમવાનું શરૂ કર્યું હતું, જેઓ ઈચ્છતા હતા કે તે અને તેની બહેન ટીવી ન જુએ. તે સમયે તેમને ખબર નહોતી કે ટીવીથી દૂર રહેવાનો તેમનો નિર્ણય તેમના પુત્ર અને પુત્રી માટે વરદાન સાબિત થશે. જ્યારે બાળકો ધોરણ 10 અને 12 ની પરીક્ષાની તૈયારી કરે છે અથવા રમતગમતમાં વ્યસ્ત હોય છે ત્યારે પ્રજ્ઞાનંદ દેશનું ગૌરવ બની ગયો છે. 18 વર્ષીય યુવાનને લાંબા સમયથી વિશ્વનાથન આનંદના અનુગામી તરીકે ગણવામાં આવે છે. વિશ્વનાથન આનંદ પાંચ વખતનો વર્લ્ડ ચેમ્પિયન છે.
4.5 વર્ષની ઉંમરે આ રમત શરૂ કરનાર આ યુવાન ખેલાડીએ અત્યાર સુધી પોતાની કારકિર્દીમાં ઘણી સિદ્ધિઓ મેળવી છે. વિશ્વનાથન આનંદના માર્ગદર્શન હેઠળ પ્રજ્ઞાનંદ સતત આગળ વધી રહ્યો છે. ગયા વર્ષે ઓનલાઈન ટુર્નામેન્ટમાં વિશ્વના નંબર-1 અને ભૂતપૂર્વ ક્લાસિક ચેમ્પિયન મેગ્નસ કાર્લસનને હરાવ્યો ત્યારે પ્રજ્ઞાનંદે બતાવ્યું હતું કે, તે શ્રેષ્ઠ ખેલાડીઓને તેની પોતાની રમતમાં દબાણ હેઠળ હરાવવા સક્ષમ છે. જોકે, ક્લાસિક ફોર્મેટમાં તેની સંભવિતતા પર હજુ પણ પ્રશ્નો છે. આમ છતાં આટલી નાની ઉંમરમાં ફિડે વર્લ્ડ કપની ફાઈનલમાં પહોંચવું એ કોઈ મોટી સિદ્ધિથી ઓછી નથી. ટીન ગ્રાન્ડમાસ્ટરે બતાવ્યું છે કે તે મોટી લીગમાં સ્થાન મેળવવા માટે સક્ષમ છે.