સફળ લેન્ડિંગ બાદ હવે શું કરશે ચંદ્રયાન-3 ?
ચંદ્રયાન-3 પોતાની સાથે આઠ પેલોડનો સેટ લઈ ગયું છે. તેમાં એક પેલોડ અમેરિકી અંતરિક્ષ એજન્સી નાસા દ્વારા ફાળવવામાં આવ્યું છે. ચંદ્રયાન-3નું પ્રપલ્સન મોડ્યૂલ શેપ નામનાં એક પ્રયોગ સાથે આવે છે જે જીવન માટે યોગ્ય વાતાવરણથી પસાર થતાં તારાઓનાં પ્રકાશમાં થતાં પરિવર્તનોનાં નિરિક્ષણ માટે ડિઝાઈન કરવામાં આવ્યું હોય છે. તેનો ઉદેશ્ય પૃથ્વી જેવા રહેવાલાયકે અન્ય ગ્રહોની શોધ કરવાનો છે.
ચંદ્ર પર ભૂકંપનું અધ્યયન કરશે
ચંદ્રયાન-3નું લેન્ડર મોડ્યૂલ ILSA નામનું એક ઐતિહાસિક ઉપકરણ સાથે લઈને ગયું છે. આ ઉપકરણ ચંદ્રનાં ભૂકંપીય ગતિવિધિની દેખરેખ માટેનું કામ કરે છે. ILSAનું મુખ્ય કામ ચંદ્ર પર આવતાં ભૂકંપોનું અધ્યયન કરશે.
લેન્ડરના ચાર પેલોડ્સ કાર્યરત છે. આ ચાર પેલોડ્સ ચંદ્રની સપાટી પર વિવિધ સંશોધનો કરશે.વિક્રમ લેન્ડર ઉપર ચાર પેલોડ્સ લાગ્યા છે જ્યારે પ્રજ્ઞાન રોવર ઉપર બે પેલોડ્સ કાર્યરત છે.
RAMBHA
ચંદ્રની સપાટી પર આવતા સૂર્યના પ્લાઝ્મા કણનો અભ્યાસ કરશે. પ્લાઝ્મા કણના ઘનત્વ, માત્ર અને ફેરફારની તપાસ કરશે.
ChaSTE
ચંદ્રની સપાટીના તાપમાનનું રિસર્ચ કરશે
ILSA
લેન્ડિંગ સાઈટ આસપાસ ભૂકંપની ગતિવિધિનું નિરીક્ષણ કરશે
LRA
ચંદ્રના પરિમાણ સમજવાનો પ્રયાસ કરશે
પ્રજ્ઞાન રોવરના પેલોડ્સ
LIBS
ચંદ્રની સપાટી ઉપર રહેલા રસાયણોનો અભ્યાસ કરશે અને ખનીજોની તપાસ કરશે
APXS
ચંદ્ર ઉપર ખનીજના કમ્પોઝીશનનો અભ્યાસ કરશે
વિજ્ઞાનની દ્રષ્ટિએ મહત્વ
ચંદ્રયાન-3ની સફળતા વિજ્ઞાનની દ્રષ્ટિએ અતિ મહત્વનો મિશન છે. ચંદ્રના વાયુમંડળ, સપાટી, રસાયણ અંગે માહિતી મળશે અને ચંદ્ર ઉપર ભૂકંપની ગતિવિધિ, ખનીજ વગેરેની તપાસ,ભવિષ્યના રિસર્ચ માટે મહત્વની જાણકારી પણ મળશે.વિશ્વમાં ફક્ત 3 દેશ ચંદ્રની સપાટી ઉપર સફળતાપૂર્વક ઉતરી શક્યા છે.ચંદ્ર ઉપર સફળતાપૂર્વક સોફ્ટ લેન્ડિંગ કરનાર ભારત ચોથો દેશ જ્યારે ચંદ્રના દક્ષિણ ધ્રુવ ઉપર સફળતાપૂર્વક લેન્ડિંગ કરનારો ભારત પહેલો દેશ
ISROની વધશે શાન
ઈસરો ઓછા બજેટમાં કોમર્શિયલ લોન્ચિંગ માટે જાણીતું છે.ISRO અત્યાર સુધીમાં 34 દેશના 424 વિદેશી સેટેલાઈટ્સ છોડી ચુક્યું છે અને 104 સેટેલાઈટ્સ એકસાથે છોડી ચુક્યું છે. ચંદ્રયાન-3નું બજેટ 614 કરોડ હતું. તમે વિચારી શકો છો કે આટલા નાના બજેટમાં ઈસરોએ ચંદ્ર પર ભવ્ય ઈતિહાસ રચી અને દરેક ભારતીયોનું માંથુ ગર્વથી ઊંચું કરી દીધું છે.
લોકોને શું ફાયદો?
ચંદ્રયાન-3ની લેન્ડિંગને લીધે લોકોને હવામાન અને સંચાર સંબંધી માહિતી મળી શકશે અને સંરક્ષણ સંબંધી સેટેલાઈટ્સમાં પેલોડ્સ કામ આવશે. નકશો બનાવનારા સેટેલાઈટ્સમાં અને સંચાર વ્યવસ્થા વિક્સિત કરવામાં મદદ મળશે.