મિત્રતા નુ ઉત્તમ ઉદાહરણ બતાવતી શૈલેષભાઈ ની આજ ની વાત
રોનાલ્ડોને ફુટબોલનો ભગવાન ગણવામાં આવે છે. રોનાલ્ડોના જીવનની આ એક પ્રેરક ઘટના છે. આ એ વખતની વાત છે જ્યારે રોનાલ્ડો અન્ડર 18 ચેમ્પિયનશીપમાં રમી રહ્યો હતો. આ ટુર્નામેન્ટમાં તેની ટીમમાં તેનો પ્રિય મિત્ર અલ્બર્ટ પણ રમી રહ્યો હતો.
મેચની શરુઆતમાં સ્પોર્ટીંગ લીસબન એકેડેમીએ એક જાહેરાત કરી કે આ મેચમાં જે સૌથી વધુ ગોલ કરશે એને એકેડેમીમાં તાલીમ માટે પ્રવેશ આપવામાં આવશે. ફુટબોલના દરેક ખેલાડીનું સ્વપ્ન હોય છે કે તે સ્પોર્ટીંગ લીસબન એકેડેમીમાં તાલીમ મેળવે.
આ મેચ રોનાલ્ડોની ટીમ 3-0 થી જીતી ગઇ હતી. પ્રથમ ગોલ રોનાલ્ડોએ કર્યો હતો અને બીજો ગોલ અલ્બર્ટે કર્યો હતો. હવે જે ત્રીજો ગોલ કરે એ સ્પોર્ટીંગ લીસબન એકેડેમીનો સભ્ય બની શકે તેમ હતો. મેચની એક અત્યંત મહત્વની ક્ષણે બોલ અલ્બર્ટની પાસે હતો અને એ આરામથી ગોલ કરી શકે તેમ હતો પણ એણે જોયુ કે જો બોલ રોનાલ્ડોને પાસ કરવામાં આવે તો એ પણ ગોલ કરી શકે એમ છે એણે એક સેકન્ડનો પણ વિચાર કર્યા વગર બોલ રોનાલ્ડોને પાસ કર્યો અને ત્રીજો ગોલ રોનાલ્ડોના નામે નોંધાયો.
મેચ પછી જ્યારે બંને મિત્રો મળ્યા ત્યારે રોનાલ્ડોએ પુછ્યુ , “ દોસ્ત, તું બહુ આસાનીથી ગોલ કરી શકે એ સ્થિતીમાં હતો આમ છતા તે મને બોલ પાસ કેમ કર્યો ?” અલ્બર્ટે એટલુ જ કહ્યુ , “ તું મારો દોસ્ત છે અને હું જાણું છું કે મારા કરતા તું વધુ સારુ રમે છે માટે સ્પોર્ટીંગ લીસબન એકેડેમીમાં તને તાલીમ મળે એ હેતુથી મેં બોલ તને પાસ કરી દીધો.”
રોનાલ્ડો ખુબ પ્રખ્યાત થયા પછી લોકોને આ વાતની જાણ થઇ તો કેટલાક પત્રકારો આ સચ્ચાઇની ખાત્રી કરવા માટે અલ્બર્ટને મળવા માટે ગયા. અલ્બર્ટને હવે ફુટબોલ જગત સાથે કંઇ લેવા દેવા નહોતી. એ એક આલિશાન મકાનમાં રહેતો હતો. પત્રકારોએ અગાઉ બનેલી ઘટના વિષે અલ્બર્ટને પુછ્યુ તો એણે ઘટના સાચી હોવાની વાતને સમર્થન આપ્યુ અને સાથે સાથે એ પણ કહ્યુ કે , “ મે પાસ કરેલા એક બોલની કિંમત મારુ આ વૈભવીજીવન છે જે મને મિત્ર રોનાલ્ડો તરફથી ભેટમાં મળેલ છે.”
મિત્રો એ જીવનની મહામૂલી મૂડી છે. મૈત્રીના આ છોડને જો સમર્પણનું ખાતર આપવામાં આવે અને ત્યાગનું પાણી પાવામાં આવે તો એ વિશાળ વૃક્ષ બને, જેની શિતળ છાંયડીમાં તપતા હૈયાને ટાઢક વળે....selute to this friendship ...from U@B