Dropdown Setting

ચાલતી પટ્ટી

"જીવનમાં સૌથી વધુ ખુશી એ કામ કરતી વખતે થાય છે કે જેના માટે લોકો કહેતા હોય કે આ આ કામ તુ નહી કરી શકે."* * You Are Responsible For You

April 6, 2020

યોગ રાખે સ્વસ્થ થોડો યોદ અભ્યાસ ..

March 21, 2020

કોરના કઈ રીતે ફેલાય છે તેની વીડિયો દ્વારા સમજૂતી...અને આપણે પણ આ ભૂલો ના કરી એ તેવી વિનંતી.... 








February 28, 2020

 વિજ્ઞાન દિવસ 

આ જગતમાં દરેક વસ્તુને બે પાસાં હોય છે : સવળું અને અવળું દરેક ઘટનાને બે નાજુઇઓ હોય  છે હકારાત્મક અને અને નકારાત્મક . સિક્કાની બે બાજુની જેમ વિજ્ઞાન જેવું અમોધ ને અનમોલ શાસ્ત્ર પણ બે વિરોધાભાસી દૃષ્ટિબિંદુથી મૂલવવામાં આવે છે. જ્યાં "વિજ્ઞાનના શોધ-સંશોધનનો"  રચનાત્મક ઉપયોગ થાય છે . 
 
માનવજાતના કલ્યાણ માટે એ વપરાય છે ત્યાં વિજ્ઞાન "એક અમૂલ્ય વરદાન"  બનીને સૌની પ્રશંસાને પાત્ર બની જાય છે. 
 
પરંતુ એ જ વૈજ્ઞાનિક શોધો , અખતરાઓ અને પ્રયોગો  જયારે ખતરનાક બની હાય છે વિનાશનું ભયાનક સ્વરૂપ ધારન કરીને માનજાતનીહસ્તી નાબૂદ થઈ જાય. એટલી હદે ફૂલેફાલે છે ત્યારે ત્યાં "  વિજ્ઞાન એક ગોઝારો અભિશાપ" બનીને સૌની ઘૃણા ને પાત્ર બની જાય છે. 
 
વીસમી સદીમાં  કાળા માથના મા નવીને વિજ્ઞાનના સહારે શું શું નથી કર્યું ? ચંદ્ર પર માનવીની અવકાશયત્રાથી માંડીને અવનવા ઉપગ્રહો દ્વારા માનવીએ વકાશ ક્ષેત્રે જે અભૂતપૂર્વ  સિદ્ધિઓ હાંસલ કરી છે એની પાછળ વિજ્ઞાન જ કારણભૂત છે ને ? સાગરના પેટાળમાં જવાળામુખીના પેટમાં ઉત્તર ધ્રુવના નિર્જન બરફ-રણમાં, અરે ! જ્યાં સૂર્યના કિરણ  પણ નથી પહોંચી શકતા ત્યાં વિજ્ઞાનના સાધનોની મદદથી પહોંચી જઈને માણસે કેટકેટલા અણખૂલ્યા રહસ્યો ઉઘાડી નાખ્યાં છે ! 
 
વળી અનેક જીવલેણ રોગો સાધ્ય બનાવીને  , ભૂગર્ભ રેલેવ અને એક પાતા પર દોદતી રેલવેથી માંડી ઘડીના છઠ્ઠા ભાગમાં ક્યાં પહોંચાડી દે એવી અત્યંત ઝડપી વાહનોની શોધોએ તો વિજ્ઞાનની બોલબાલા કરી દીધી છે. સુખસગવડના યાંત્રિક સાધનો , કેલ્ક્યુલેટર અને કમ્પ્યૂટર ઉઅપરાંત હવે તો યંત્ર માનવ (રોબોટ)ની શોધો આવકાર્ય છે અને વિજ્ઞાન   એ માનવજાત માટે એસ્જવરનું વરદાન છે.  
 
પરંતુ એ જ વિજ્ઞાન જ્યારે જીવલેણ શસ્ત્રોનું ઉત્પાદન કરે છે , ઝેરી વાયુનું પ્રસારણ કરે છે . માનવીના સ્વાસ્થય સાથે ચેડાં કરે છે , કુદરતની અખોટ સંપતિના ભંડારાઉં નિકંદન કાઢી નાખે છે , પીવાના પાણીને પ્રદૂષિત કરી નાખે છે. અરે ! ચોખ્ખી હવા માટે ફાંફા મારકા માનવીને મજબૂર કરી દે છે ત્યારે , ન કહેવું પડે છે કે માનવી વિજ્ઞાનના હાથે રહેંસાઈ રહ્યો છ્ર ! હાથે કરીને પોતાન પગ પર કુહાડો મારીનેપોતનું જ અસ્તિત્વ જોખમમં મૂકી રહ્યો છે . બે -બે વિશ્વયુદ્ધોએ કરેલી પાયમલી પછી પણ હજી તો એનાથી અનેકગણી સંહારરક શક્તિ ધરાવતા શસ્ત્રોનો ખડકલો વિશ્વની મહાસત્તાઓ દ્વારા થઈ ચૂક્યો છે ત્યારે નિશ્વાસ નાખીને કહેવું પડે છે . 
 
વિજ્ઞાન શાપરૂપ બનીને ત્રાટક્યું છે ! વસ્તુ વિષય એનો એજ  છે પરંતુ એના ઉપયોગનો અભિગમ દ્વિમાર્ગી છે. વૈજ્ઞાનિક શોધે જેમણે કરી છે તેમને તો આપણી લાખલાખ સલામ  ! પરંતુ એમની એ અદભુતને અન્નય શોધોને સહારે માનવજાતના અસ્તિત્વને જેઓ જોખમમાં મૂકી રહ્યા છે અને વિજ્ઞાનના માધ્યમથી વિનાશને નોતરી રહય છે  . તેમને તો  લાખલાખ ધિક્કાર! 
 
ટૂકમાં વિજ્ઞાનની રચનાત્મક અને ખંડનાત્મક સરનાત્મક કે સંહારાત્મક અસરોમાંથી માનવીએ પોતે જ વિવિકપૂર્વક પસંદગી  કરવાની છે. એટલું જ યાદ રાખવાનું છે કે , સૌના વિનાશમાં આપણો પણ વિનાશ સમાયેલો છે . તેથી માનવી જો વિજ્ઞાનની શિધિઓનો સમજપૂર્વક અબે વિવેકપૂર્વક ઉપયોગ કરશે તો જ વિજ્ઞાન માનવજાત માટે વરદાન રૂપ બની જશે !   
 

February 23, 2020

*હવેથી વિદ્યાર્થીઓને ધો. 10/12 ની ડુપ્લીકેટ માર્કશીટ / પ્રમાણપત્ર, માઇગ્રેશન અને સમકક્ષતા પ્રમાણપત્ર લેવા માટે ગાંધીનગર  ધક્કો નહીં ખાવો પડે, 1952થી અત્યાર સુધીના ડોક્યુમેન્ટ ઘરે બેઠા મળશે*

● *ધો. 10/12 ની ડુપ્લીકેટ માર્કશીટ*
● *ધો. 10/12 નું પ્રમાણપત્ર*
● *માઇગ્રેશન સર્ટીફીકેટ*
● *સમકક્ષતા પ્રમાણપત્ર*

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધો. 10 અને ધો. 12 ની જાહેર પરીક્ષા લેવામાં આવે છે. જેમાં ધો. 10 નો વર્ષ 1952 થી વર્ષ-2019 અને ધોરણ-12 નો વર્ષ-1978 થી વર્ષ-2019 સુધીના પરિણામના રેકર્ડ રજીસ્ટર સ્વરૂપમાં નિભાવવામાં આવેલ છે. બોર્ડની કચેરીમાં વિદ્યાર્થી સેવાકેન્દ્ર ખાતેથી આ રેકર્ડના આધારે વિદ્યાર્થીને ધો. 10/12 ની ડુપ્લીકેટ માર્કશીટ / પ્રમાણપત્ર, ધો. 10/12 પાસ વિદ્યાર્થીને માઇગ્રેશન આપવામાં આવતા હતા, જે માટે વિદ્યાર્થીને કચેરીનું ફોર્મ ભરી શાળાના આચાર્યના સહીસિક્કા કરાવી બોર્ડની કચેરીએ રૂબરૂ આવવાનું હતું. ગુજરાતનાં જુદા-જુદા જિલ્લાઓમાંથી વર્ષ દરમિયાન ઘણા વિદ્યાર્થીઓ ઉપરોક્ત પ્રમાણપત્ર લેવા ગાંધીનગર આવતા હતા જેમાં તેમના સમય અને નાણાનો વ્યય થતો હતો. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા અત્યાર સુધીનાં વર્ષોના પાંચ કરોડ જેટલા વિદ્યાર્થીનાં પરિણામના રેકર્ડનું ડિજીટાઇઝેશન કરી દેવામાં આવ્યું છે.

હવેથી વિદ્યાર્થીઓને ડુપ્લીકેટ માર્કશીટ પ્રમાણપત્ર, માઇગ્રેશન અને સમકક્ષતા પ્રમાણપત્ર લેવા માટે ગાંધીનગર આવવુ નહી પડે, જેથી તેમના સમય અને નાણાંની બચત થશે. ઉપરોક્ત પ્રમાણપત્રો મેળવવા માટે વિદ્યાર્થીઓએ gsebeservice વેબસાઇટ પર Student > Online Student Services માં જઇ ઓનલાઇન એપ્લીકેશન કરવાની રહેશે, જેમાં ડુપ્લીકેટ માર્કશીટ / પ્રમાણપત્રની ફી રુ. 50/-, માઇગ્રેશન ફી રુ. 100/- તથા સમકક્ષતા પ્રમાણપત્રની ફી રુ. 200/- રહેશે. દરેકનો સ્પીડ પોસ્ટનો ચાર્જ રુ. 50/- રહેશે, જેથી વિદ્યાર્થી ધરે બેઠા પ્રમાણપત્ર મેળવી શકશે.

વધુ વિગત માટે અહીં ક્લિક કરો  👉🏼 http://bit.ly/2vTfUWK

🙏🏼 *આ ઉપયોગી માહિતી દરેક વિદ્યાર્થી સુધી પહોંચાડવા આપ સૌને વિનંતી*

February 17, 2020

*આપણી ભાષામાં વપરાતા ગ્રામ્ય રહેણી-કરણીના ખાસ શબ્દો, જેમાંના કેટલાંક નવી
પેઢીને જાણમાં પણ નહીં હોય...
જેવા કે...

● *દોરી -* કપડાં સૂકવવા કે કંઈક બાંધવા માટે.

● *જાળી -* ભમરડો ફેરવવા માટે.

● *રાશ -* બળદને કન્ટ્રોલ કરવાની લગામ.

● *વરત -* પાણી કાઢવાના કોસ માટે વપરાતું જાડું દોરડું.

● *વરતડી -* પાણી કાઢવાના કોસ માટે વપરાતું પાતળું દોરડું.

● *નાથ -* બળદના નાકમાં પરોવી તેને કન્ટ્રોલ કરવા વપરાતી દોરી.

● *રાંઢવુ -* જુદાં- જુદાં કામ માટે વપરાતી  મજબુત જાડી દોરી.

● *નાડી -* ચોરણી કે પાયજામાંં કમરે બાંધવાની પાતળી દોરી.

● *નોંજણું -* ગાયને દોહતી વખતે પાછળના બે પગ અને પુંછડાને સાથે બાંધી ગાયની હલચલ ને રોકવા માટે વપરાતી દોરી.

● *ડામણ -* ઘોડાં કે ગધેડાંને છુટ્ટા ચરવા છોડવામાં આવે ત્યારે તેના એક આગળનો પગ અને એક પાછળના પગને સાથે દોરીથી બાંધવામાં આવે છે, જેથી તે બહુ ઝડપથી દોડી શકે નહિ અને તરત જ પકડાઈ જાય. આ દોરીને ડામણ કહે છે.

● *જોતર -* બળદને ગાડા સાથે જોડવામાં વપરાતી દોરીનું સાધન.

● *નેતર -* છાશ કરવા માટે વલોણાને ફેરવવા વપરાતી દોરી.

● આ ઉપરાંત દોરીના મટિરિયલને લીધે જુદા નામો છે. દા. ત.

● *શીંદરી-* નાળિયેરના છોતરામાંથી બનાવેલી દોરી.

● *સૂતળી -* શણમાં થી બનાવેલી દોરી.

● *વાણ-* જંગલી વેલા વિગરે વનસ્પતિમાંથી બનાવેલી દોરી.

● *કાથી -* નાળિયેરના છોતરામાંથી બનાવેલી દોરી.

...તે જ રીતે કપડાના જુદા જુદા આકારના જુદા જુદા કામ માટે વપરાતા ટુકડાના જુદા જુદા નામ છે. જેમ કે,

● *ચાકળો-* સુતરાઉ કાપડનો ચોરસ ટુકડો, જેમાં ભાત કરી દીવાલ પર ટીંગાડી શકાય.

● *પછેડી-* માથે બાંધવા અથવા ખભા પર રાખવા વપરાતો કાપડનો ટુકડો.

● *ચોફાળ -* પછેડી કરતાં મોટા કાપડનો ટુકડો, જે ખાસ કરીને ગાંસડી બાંધવા વપરાય છે.

● *બુંગણ -* ચોફાળ કરતાં પણ મોટો જાડા કાપડનો ભાગ, જે જુદાં જુદાં ખેતીના કામ માટે વપરાય છે.

● *ફાળિયું-* માથે બાંધવા માટે પાતળો કાપડનો ટુકડો.

● *પનિયું-* કમરે બાંધવાનું કાપડ.

● *ગુમછો-* આછું, પાતળું લાલ કાપડ.

● *ઓછાડ-* ગાદલાંને કવર કરવા વપરાતું કાપડ.

● *કામળી-* ઉનનું વસ્ત્ર, જે ખભા પર રાખવામાં તથા ઓઢવામાં વપરાય છે.

● *મસોતું-* રસોડામાં વપરાતું હાથ લુંછવા માટે તથા વાસણ લુછવા માટે વપરાતો કાપડનો ટુકડો.

● *પંચિયું-* શરીર લુછવા માટે અને કમર નીચે બાંધવા માટે વપરાતો કાપડનો ટુકડો.

● *અબોટિયું -* પૂજા અથવા અન્ય ધાર્મિક વિધિ કરતી વખતે પહેરવામાં આવતું ધોતી જેવું કાપડ.

● *લુગડું -* સાડીને લુગડું પણ કહે છે.

*ગ્રામ્ય પ્રદેશમાં વપરાતા ઓજારો:-*

● *પરોણો -* બળદને હાંકવા માટેની લાકડી.

● *કળીયુ -* ખેતી માટેનું સાધન.

● *બેલી-* બે ભાગમાં વહેંચાયેલું લોખંડના સળીયાને ટીપીને બનાવેલું ખેતરમાં ઘાસ કાઢવાનું સાધન.

● *ફાળ -* હળનો નીચેનો ભાગ.

● *કોશ -* જમીન ખોદવા માટે વપરાતો સીધો લોખંડનો અણિદાર સળિયો.

● *કોસ (ઉ. કોહ) -* કુવામાંથી બળદ વડે પાણી કાઢવાનું સાધન.

● *સુંઢ -* કોસનો ચામડાનો ભાગ.

● *ગરેડી -* કોસને ઉપર ખેંચવા માટે વપરાતું ચક્ર.

● *પાડો -* બળદગાડીના પૈડામાંથી પસાર થતી એક્સલને જેમાંથી પસાર કરવામાં આવે છે, તે મજબુત મોટું લાકડું.

● *તરેલું -* કોસમાં બળદને જોડવાનું સાધન.

● *ધોંસરુ -* ગાડી કે હળને બળદ સાથે જોડવાનું સાધન.

● *પાટ -* ખેડયા પછી જમીનના ઢેફા ભાંગી જમીન સપાટ કરવા વપરાતુ મોટું લાકડું.

● *ઈસ -* ખાટલામાં વપરાતા બે લાંબા લાકડા.

● *ઉપલું -* ખાટલામાં વપરાતા બે ટુંકા લાકડા.

● *પાંગથ -* ખાટલાના એક છેડે ખાટલાના ભરેલા દોરડાઓ ને સખત રાખવા વપરાતું જાડું દોરડું.

● *તગારું -* સીધી ધારવાળું નાની સાઈઝનું પતરાનું માલ ભરવાનું સાધન.

● *ઘમેલું -* કાંઠાને ગોળ વાખેલું તગારા કરતા મોટું સાધન.

● *બકડીયું -* તગારાને બે બાજુ કડીથી ઉપાડી શકાય તેવું સાધન.

● *સૂયો -* કોથળાને શીવવા માટે વપરાતી જાડી સોય.

● *રાંપ -* ખેડેલી જમીનને સાફ કરવા વપરાતું સાધન.

● *રંધો -* સૂતારનું પાટિયા વગેરેને લીસા કરવાનું સાધન.

● *નેવા -* છાપરામાંથી પાણી પડવાના ભાગ.

● *મોભ -* છાપરાના મધ્યમાં આવેલ મજબુત ટેકો, જેના તરફથી બંને બાજુ ઢાળ હોય.

● *વળી -* મોભ અને દિવાલ પર રાખેલ પાતળું લાકડું જેના પર નળીયા ગોઠવી શકાય.

● *સાલ -* ખાટલામાં ઈસ કે ઉપળાંને બંને છેડે અણી કાઢી તેને પાયામાં બંધ બેસતા કરવામાં આવે છે. આવા લાકડાને સાલ કહે છે.

● *વિંધ -* સાલ જેમાં નાખવામાં આવે છે તે કાણાવાળા પોલાણને વિંધ કહે છે.

● *પાયો -* ખાટલાના ઉભા લાકડા જે વિંધમાં સાલ બેસે તે લાકડાના ભાગને પાયા કહે છે

● *ઢોલિયો -* મજબુત અને મોટા અને શણગારેલા ખાટલાને ઢોલિયો કહે છે.

● *નીક -* ખેતરમાં પાણી લઇ જવા બનાવેલ વ્યવસ્થા ને નીક કહે છે.

● *ધોરિયો -* મોટી નીકને ધોરિયો કહે છે.

● *છીંડું -* વાડમાં બાકોરું હોય તો તેને છીંડું કહે છે.

● *ખળું -* અનાજના ડુંડાને સુકવી તેને પીસીને દાણા છુટા પાડવા માટે વપરાતી જગ્યા

● *કેડો -* રસ્તો

● *કેડી -* પગ રસ્તો

● *વંડી -* દિવાલ

● *કમાડ -* મોટું બારણું

● *ડેલો -* મોટા કમાડવાળું બારણું.

January 28, 2020

મેરેજ સર્ટી કઢાવા ની વિગત વાર માહિતી


વિજ્ઞાન ના વિવિધ સાધન નો ઉપયોગ

*વિજ્ઞાનના વિવિધ સાધનનો ઉપયોગ*


 - સ્ટેથોસ્કોપ : હદયના ધબકાર માપવા વપરાતું સાધન

 - ટેલિસ્કોપ : દૂરનો ગ્રહ જોવા માટેનું સાધન

 - એપિસ્કોપ : પરાવર્તિત ચિત્ર જોઈ શકાય તેવું સાધન

 - એપિડાયોસ્કોપ : પદાર્થને વિસ્તૃત બનાવી જોવા માટેવપરાતું સાધન

 - ગાયરોસ્કોપ : પૃથ્વીના ભ્રમણની અસર બતાવતું સાધન

 - ગેલ્વેનોસ્કોપ : વિદ્યુતપ્રવાહની સ્થિતિ દર્શાવતું સાધન

 - પેરિસ્કોપ : અંતરાય છતાં વસ્તુઓ જોવા વપરાતું સાધન

 - બેરોસ્કોપ : હવાના દબાણનો ફેરફાર બતાવતું સાધન

 - ઈલેકટ્રોસ્કોપ : પદાર્થનો વિદ્યુતભાર દર્શાવતું સાધન

 - હાઈડ્રોસ્કોપ : સમુદ્રનું તળિયું જોવા માટે વપરાતું સાધન

 - હોરોસ્કોપ : હસ્તસામુદ્રિક શાસ્ત્ર અને તેનું દર્શન કરાવતું શાસ્ત્ર

 - સ્ટિરિયોસ્કોપ : ઝીણી વસ્તુને મોટી બતાવતું સાધન

 - એન્ડોસ્કોપ : ગૃહદર્શક સાધન

 - ઓટોસ્કોપ : કર્ણદર્શક સાધન

 - માઈકોસ્કોપ : લેન્સ પદ્ધતિથી પદાર્થને મોટો બતાવતું સાધન

 - રેડિયોટેલિસ્કોપ : અવકાશી પદાર્થોમાંથી આવતા રેડિયો અવાજો ઝીલતું સાધન

 - સિનેમાસ્કોપ : ત્રણ પરિમાણ દશ્યમાન થાય તેવી યાંત્રિક યોજના

 - એસિલોગ્રાફ : વિદ્યુતપ્રવાહની ધ્રુજારી માપવી

 - કાર્ડિયોગ્રાફ : હદયના દબાણની અસર નોંધતું સાધન

 - કેસ્કોગ્રાફ : વનસ્પતિને થતાં સંવેદનો દર્શાવતું સાધન

 - ટેલિગ્રાફ : તાર સંદેશો નોંધનાર સાધન

 - એડિફોન : બહેરા માણસો માટે સાંભળવા માટે મદદ કરતું સાધન

 - ઓપ્ટોફોન : આંધળો માણસ છાપેલું પુસ્તક વાંચી શકે તેવું સાધન

 - માઈક્રોફોન : વીજળીની મદદથી અવાજને મોટો બનાવતું સાધન

 - હાઈગ્રોફોન : પાણીની અંદર અવાજનો વેગ માપતું સાધન

 - ગ્રામોફોન : રેકર્ડ પરથી અસલ અવાજ ઉત્પન્ન કરતું સાધન

 - થર્મોગ્રાફ : દિવસના ઉષ્ણતામાનની અસરવાળો ગ્રાફ બતાવતું સાધન

 - સિનેમેટોગ્રાફ : હાલતાચાલતા ચિત્રની ફિલ્મ બનાવતું સાધન

 - સિસ્મોગ્રાફ : ધરતીકંપ માપક સાધન

 - ડિક્ટોફોન : કાગળો લખવાનું ગ્રામોફોનની જેમ કામકરતું સાધન

 - એમીમીટર : વિદ્યુતપ્રવાહનું બળ માપતું સાધન

 - ટ્રાન્સમીટર : રેડિયોનાં વીજળીક મોજા મોકલવાનું સાધન

 - થર્મોમીટર : તાપમાન માપવાનું સાધન

 - માઈલોમીટર : વાહને કાપેલ અંતર દર્શાવતું સાધન

 - વોલ્ટામીટર : વિદ્યુત પૃથક્કરણ કરવા માટે વપરાતું સાધન

 - સ્પીડોમીટર : ગતિશીલ વાહનની ગતિનો વેગ દર્શાવતું સાધન

 - મેગ્નોમીટર : ચુંબકીય ક્ષેત્રમાપક સાધન

 - ઓપ્ટોમીટર : દષ્ટિ ક્ષમતામાપક સાધન

 - પાર્યઝોમીટર : સંઘહતા માપક સાધન

 - હાઈગ્રોમીટર : હવામાં રહેલ ભેજ માપવાનું સાધન

 - હાઈડ્રોમીટર : પ્રવાહીની વિશિષ્ટ ઘનતા માપવાનું સાધન

 - ઈન્ટરફેરોમીટર : પકાશ તરંગ માપક સાધન

 - એટમોમીટર : બાષ્પદર માપક સાધન

 - એકિટનોમીટર : કિરણતીવ્રતા માપક સાધન

 - એનિમોમીટર : વાયુવેદ દિશા માપક સાધન

 - ઓડિયોમીટર : શ્રવણશક્તિ માપક સાધન

 - કલરિમીટર : વર્ણ તીવ્રતા માપક સાધન

 - ઓલ્ટિમીટર : ઉન્નતતા માપક સાધન

 - કેથેટોમીટર : દ્રવતલતા માપક સાધન

 - કેલરીમીટર : ઉષ્મામાપક સાધન

 - કોનોમીટર : કાલ માપક સાધન

 - પિકનોમીટર : પ્રવાહી લક્ષણ માપક સાધન

 - કિલનોમીટર : ઢાળ માપક સાધન

 - કાયોમીટર : અતિ નિમ્ન તાપ માપક સાધન

 - ગેલ્વેનોમીટર : વીજમાપક સાધન

 - ગોનિયોમીટર : કોણ માપક સાધન

 - ગોસમીટર : ચુંબકત્વ માપક સાધન

 - ગ્રેવિમીટર : ગુરુત્વ માપક સાધન

 - ડેન્સીમીટર : ઘનતા માપક સાધન

 - પાયરોમીટર : ઉચ્ચતાપ માપક સાધન

 - પ્લેનિમીટર : સમતલ ફલ માપક સાધન

 - ફોટોમીટર : પ્રકાશ માપક સાધન

 - બેકમેન થર્મોમીટર : તાપવિકાર માપક સાધન

 - પિરહેલિયોમીટર : સૂર્યકિરણ માપક સાધન

 - પ્લુવિયોમીટર : વર્ષામાપક સાધન

 - બેરોમીટર : વાયુભાર માપક સાધન

 - વેરિયોમીટર : વિમાન ચડઉતર માપક સાધન

 - સ્ફેરોમીટર : ગોળાકાર માપક સાધન

 - સેલિનોમીટર : ક્ષારતા માપક સાધન

 - માઈકોમીટર : સુક્ષ્મતા માપક સાધન

 - મેખમીટર : પરાધ્વનિ વેગ માપક સાધન

 - રિફેકટોમીટર : વક્રીકારકતા માપક સાધન

 - લેકટોમીટર : દૂગ્ધ ઘનતા માપક સાધન

 - વાઈનોમીટર : મદિરામાં મધાર્ક માપક સાધન

January 27, 2020

તેત્રીસ જિલ્લાનું ગીત*

*તેત્રીસ જિલ્લાનું ગીત*
(રાગ...જનનીની જોડ સખી....)

તેત્રીસ જિલ્લાનું ગીત સાંભળો રે લોલ,
     એવા ગરવા ગુજરાતનું સંગીત રે...તેત્રીસ.

નવસારી થઈને ડાંગ પૂર્વમાં રે લોલ,
    એવા વલસાડને વાડીઓની પ્રીત રે...તેત્રીસ.

સુરત કહેવાય સોનાની મૂરત  રે લોલ,
    એવા તાપી વહેણ પ્રવાહિત  રે....તેત્રીસ.

નર્મદા ભરૂચનો  ભાઈબંધ  રે લોલ,
     એવા વડોદરામાં સંસ્કારની રીત રે..તેત્રીસ.

છોટા ઉદેપુર છે મધ્યમાં રે લોલ,
     એવા મહિસાગર મનનું છે મીત રે..તેત્રીસ.

દાહોદ ભૂમિ છે ઊગતા સૂર્યની રે લોલ,
     એવા પંચમહાલે પાવાગઢ સ્થિત રે...તેત્રીસ.

'અમૂલ' આણંદની ઓળખ છે રે લોલ,
     એવા ખેડામાં ભર્યું ખુમારિત  રે...તેત્રીસ.

ગાંધીનગર વડું મથક  છે રે લોલ,
     એવા  અમદાવાદની પોળો અગણિત રે..તેત્રીસ.

સાબરકાંઠા છે સોહામણું રે લોલ,
      એવા અરવલ્લીની ઘાટી અજીત રે....તેત્રીસ.

પાટણનું પટોળું વખણાય છે  રે લોલ,
     એવા મહેસાણા છે મનનું મંજીત રે...તેત્રીસ.

બનાસકાંઠા છે ઓતરાદિશમાં રે લોલ,
      એવા કચ્છનું રણ છે ચકચકિત રે...તેત્રીસ.

'તરણેતરિયો મેળો' સુરેન્દ્રનગરે રે લોલ,
      એવા ઘડિયાળ મોરબીના અવનવિત રે..તેત્રીસ.

દરિયાઈ અભ્યારણ જામનગરે  રે લોલ,
     એવા દ્વારકા છે દેવભૂમિ કથિત રે...તેત્રીસ.

'ગાંધી' પોરબંદરે અવતર્યા રે લોલ,
      એવા રાજકોટ એ કાઠિયાવાડનું હિત રે. ...તેત્રીસ.

જૂનાગઢ ઊભો અભિગમ છે રે લોલ,
     એવા ગીર સોમનાથ સિંહનું વસાહિત રે..તેત્રીસ.

લાઠી કલાપીનું ગામ છે રે લોલ,
      એવા અમરેલીની અલગ રીત-પ્રીત રે...તેત્રીસ.

બોટાદ બોટાદકરનું ધામ છે રે લોલ,
     એવા ભાવનગરના ગાંઠિયા મોહિત રે....તેત્રીસ.

વહાલથી ગૂંથેલો આ હારલો રે લોલ,
     એવા ગુણિયલ ગુજરાતનું નવનીત રે....તેત્રીસ.

💐રચયિતા:પ્રવીણભાઈ  બી.પટેલ.
            શિક્ષક
નગર પ્રાથમિક મિશ્રશાળા નં. 2,નવસારી.