Dropdown Setting

ચાલતી પટ્ટી

"જીવનમાં સૌથી વધુ ખુશી એ કામ કરતી વખતે થાય છે કે જેના માટે લોકો કહેતા હોય કે આ આ કામ તુ નહી કરી શકે."* * You Are Responsible For You

November 17, 2015

નર્મદા નદી

નર્મદા મધ્ય ભારતમાં આવેલી નદી છે. નર્મદા ઉત્તર ભારતના ગંગા-યમુનાના ફળદ્રુપ પ્રદેશ તથા દક્ષિણ ભારતના દખ્ખણના ઉચ્ચપ્રદેશ વચ્ચેની ભૌગોલીક સીમા પણ છે. નર્મદા નદીની લંબાઈ ૧૨૮૯ કી.મી. છે. નર્મદા નદીનું મૂળ મધ્ય પ્રદેશ રાજ્યના અમરકંટક પર્વતમાં આવેલું છે. સાતપુડા પર્વતમાળાના ઊદ્ગમ સ્થાને આવેલા મંડલા પહાડો વચ્ચેથી પસાર થતી નર્મદા જબલપુર નજીક આરસના ખડકો કોતરી વિંધ્યાચલ અને સાતપુડા પર્વતમાળાની ખીણમાંથી વહે છે. ગુજરાત રાજ્યમાં પ્રવેશ કરતા પહેલા થોડાંક અંતર માટે આ નદી મહારાષ્ટ્ર રાજ્યના ભાગમાંથી પણ વહે છે. અંતે ભરૂચનજીક ખંભાતના અખાતમાં અરબી સમુદ્રને મળે છે. ભરૂચ શહેર નર્મદા નદીના કિનારે આવેલું છેલ્લું મોટું શહેર છે.

નર્મદા નદીનું પાણી સાતપુડા પર્વતમાળામાંથી વહેતા ઝરણાઓમાંથી વહે છે, જ્યારે વિંધ્યાચળ પર્વતમાળામાંથી નીકળતા ઝરણાઓ ગંગા કે યમુનામાં મળે છે. નર્મદામાં મળી જતી નદીઓમાં સૌથી મોટી નદી તવા નદી છે જે મધ્ય પ્રદેશના હોશંગાબાદ જિલ્લાના બંદ્રા ગામ નજીક નર્મદાને મળે છે. મધ્ય પ્રદેશ અને મહારાષ્ટ્ર પસાર કર્યા પછી નર્મદા ગુજરાતના ફળદ્રુપ પ્રથમ નર્મદા જિલ્લામાં અને ત્યારબાદ ભરૂચ જિલ્લામાં પ્રવેશ કરે છે. ભરૂચ શહેર નજીક ૨૦ કી.મી.ના ફળદ્રુપ મુખત્રિકોણ નજીક તે ખંભાતના અખાત ખાતે પ્રવેશ કરે છે. નર્મદા નદીનો ઉપયોગ સિંચાઈ તથા વાહનવ્યવહાર માટે થાય છે. ચોમાસા દરમ્યાન ભરૂચ તથા અન્ય ભાગોમાં નાની મોટી હોડીઓ/વહાણોની મદદથી વાહનવ્યવહાર ચાલે છે.

નર્મદા જિલ્લાના કેવડીયા કોલોની નજીક કરોડો રૂપિયાના ખર્ચે સરદાર સરોવર બંધનો પ્રોજેક્ટ નિર્માણ પામ્યો છે. બંધની ઊચાઇ ૧૩૦ મીટર છે. આ બંધ ૧૨૧ મીટર સુધી બંધાતા ગુજરાતના લોકોનુ સ્વપ્ન સફળ થયું છે. આ યોજના દ્વારા નર્મદાનું પાણી સૌરાષ્ટ્ર, કચ્છ તથા ઉત્તર ગુજરાતમાં પહોંચાડાઇ રહ્યું છે. મધ્ય પ્રદેશ, મહારાષ્ટ્ર છત્તીસગઢ તથા રાજસ્થાનને પણ પાણી તથા વિજળી પહોચાડવામાં આવશે. સરદાર સરોવર બંધ તેની પર્યાવરણ પરની અસરને કારણે વિવાદોમાં સપડાયો હતો. મેધા પાટકર તથા અરૂંધતી રોય બંધ વિરોધી ચળવળના આગેવાનો છે. મેધા પાટકરની નર્મદા બચાઓ આંદોલન બંધનું કામ અટકાવવાની પહેલ પણ કરી હતી પરંતુ ૧૯૯૯માં ભારતના સર્વોચ્ચ ન્યાયાલયે સરકારને બંધ ઝડપભેર સમાપ્ત કરવાનો ચુકાદો આપ્યો અને બંધને રોકવાની પહેલને વખોડી કાઢી હતી.

November 16, 2015

SPOKEN ENGALISH


પરીક્ષા ની તૈયારી કેવી રીતે કરશો


ભારત નુ બંધારણ સ્પર્ધાત્મક પરીક્ષા માટે ઉપયોગી


ધો 1 માં એ બી સી ડી સિખવો


ઇગ્લીશ આસાની થી સિખો


હસ્તા રમતા ઇગ્લીસ સિખો


ધો 7 વિજ્ઞા & ટેકનો...કંકાલતંત્ર


માનવ જીવન ની‌ સંસ્ક્રુતી ..સામાજીક વિજ્ઞાન


સાબુ કેવી રીતે કામ કરે તે જોવો


ગુજરાતી વ્યાકરણ



BEST GAJAL


BEST GAJAL ........


100 વેદીક ગણિત ટ્રીક્સ ઝડપી ગણતરી માટે


કુદરતી વાતાવરણ ...STD 6 TO 8


હવા અને‌‌ પાણી‌‌ ધો 6 થી‌ 8 માટે ઉપયોગી


ખડકો ,જમીન અને ખનીજ ક્ષારો ધો 6 થી 8 માટે ખુબ જ ઉપયોગી


માનવી નુ શરીર ધો 6 થી 8 માટે ઉપયોગી


વાતાવરણ અને હવા નુ પ્રદુષણ ...std 6 o 8


સુર્ય મંડળ


animal life usefull for std 1


heart working

workig of heart

radha rajiv mehta bes speech

મિત્રો વિધાર્થી માટે ખુબ જ ઉપયોગી વિડિયો

World Best Motivational Videos for Students: http://youtu.be/Tjnq5StX68g

અંગ્રેજી વ્યાકરણ

અંગ્રેજી વ્યાકરણ

November 15, 2015

ગુજરાત ની નદી ઓ


અંબિકા નદી

આજી નદી

ઉબેણ નદી

ઊંડ નદી

ઓઝત નદી
ઓરસંગ નદી

ઔરંગા નદી

કાળવો નદી
કાળુભાર નદી
કોલક નદી

ખારી નદી

ગિરા નદી

ઘેલો નદી

ઢાઢર નદી

તાપી નદી

દમણગંગા નદી
દેવ-ચાંદની નદી

ધાતરવડી નદી

નર્મદા નદી
નર્મદા બચાઓ આંદોલન

પાર નદી
પુર્ણા નદી
પુષ્પાવતી નદી

ફુલઝર નદી

બનાસ નદી
બાવની નદી
બ્રાહ્મણી નદી

ભોગાવો નદી

મચ્છુ નદી
મછુન્દ્રી નદી
મહી નદી
માનવર નદી
માલેશ્રી (નદી)
મીંઢોળા નદી
મેશ્વો નદી

રંગાવલી નદી
રંઘોળી નદી
રાવલ નદી
રુક્માવતી નદી
રૂપેણ નદી

વાત્રક નદી
વાલ્મિકિ નદી
વિશ્વામિત્રી નદી

શેઢી નદી
શેત્રુંજી નદી

સરસ્વતી નદી
સાબરમતી નદી
સીંધણી નદી
સીપુ નદી
સુકભાદર નદી

હરણાવ નદી
હાથમતી નદી

ગઝલ

એ ન ચાલે, ચાલવા યે દે નહીં
એકપણ પગલું ગલત, એ કોણ છે ?
ખર ખબર કે છે ન ખત, એ કોણ છે ?
તોય છું જેનામાં રત, એ કોણ છે ?
ઝળહળે છે જે સતત, એ કોણ છે ?
ને નથી જે હસ્તગત, એ કોણ છે
હાથમાંથી દોર સરકે એ સમે
હાથ ઝાલી લે તરત, એ કોણ છે ?
આમ તો છે આવવા આતુર પણ
આકરી મેલે શરત, એ કોણ છે ?
– મુકુલ નાણાવટી

ગુજરાતનાં મ્યુઝિયમો

ગુજરાતનાં મ્યુઝિયમો
ભારતમાં મ્યુઝિયમોની સંખ્યાની દ્રષ્ટિએ ગુજરાતનો બીજો નંબર આવે છે.
ગુજરાતમાં કુલ ૨૬ મ્યુઝિયમો છે.
(૧) વડોદરા મ્યુઝિયમ અને પિક્ચર ગેલેરી,વડોદરા.-આ રાજ્યકક્ષાનું મ્યુઝિયમ છે.રાજ્યમાં સૌથી મોટું મ્યુઝિયમ છે.
(૨)મહારાજા ફતેહસિંહરાવ મ્યુઝિયમ,વડોદરા.
-આ કલાવિષયક મ્યુઝિયમ છે,જેમાં મુખ્યત્વે ચિત્રો તથા શિલ્પોનો સમાવેશ થાય છે.
(૩)એમ.એસ.યુનિવર્સિટીનું પુરાતત્વવિષયક મ્યુઝિયમ.
-ભૂસ્તરશાસ્ત્ર વિષયક મ્યુઝિયમ અને પ્રાણીશાસ્ત્રવિષયક મ્યુઝિયમ,વડોદરા.
આ બધા સંદર્ભ મ્યુઝિયમો છે.
(૪)વડોદરા મ્યુનિસિપાલિટીનું હેલ્થ મ્યુઝિયમ,વડોદરા.
-તેમાં સ્વાસ્થ્ય અને આરોગ્યને લગતાં નમૂના પ્રદર્શિત કરવામાં આવ્યા છે.
(૫) મેડિકલ કોલેજનું મ્યુઝિયમ,વડોદરા.
-મેડિકલ કોલેજમાં એનેટોમી,ફાર્મેકોલોજી,ટોક્સીલોજી,પેથોલોજી અને પ્રિવેન્ટિવ મેડિસિન.આમ ચાર વિભાગોનાં ચાર મ્યુઝિયમ છે.આ ઉપરાંત વડોદરામાં એગ્રીક્લ્ચર મ્યુઝિયમ પણ હાલમાં થયેલ છે.સદરહુ મ્યુઝિયમમાં ખેતી વિષયક માહિતીનો સમાવેશ કરવામાં આવેલ છે.
(૬) મ્યુનિસિપલ મ્યુઝિયમ-સંસ્કાર કેન્દ્ર , અમદાવાદ.
-ગુજરાત મ્યુઝિયમ સોસાયટી સંચાલિત આ મ્યુઝિયમમાં એન.સી.મહેતા સંગ્રહ છે,જેમાં લઘુચિત્રો તથા હસ્તપ્રતોનાં લઘુચિત્રો સંગ્રહેલાં છે.અહિં ઘણીવાર વિભિન્ન હંગામી પ્રદર્શનો પણ યોજાતા હોય છે.
(૭) ભો.જે.વિધ્યાભવન- અધ્યયન અને સંશોધન મ્યુઝિયમ, અમદાવાદ.
-આ સંદર્ભ મ્યુઝિયમ છે અને તેમાં હસ્તપ્રતો,તાડપત્રો, સિક્કઓ,ફોસિલો વગેરે પ્રાચિન અવશેષો પ્રદર્શિત કરેલા છે.
(૮) કેલિકો મ્યુઝિયમ ઓફ ટેક્ષટાઈલ, અમદાવાદ.
-ગુજરાતમાં કાપડને લગતું આ એક માત્ર મ્યુઝિયમ છે.તેથી તે ઘણું મહત્વનું સ્થાન ધરાવે છે.તે ખાનગી મ્યુઝિયમ છે અને તેમાં મુખ્યત્વે કાપડ અને ભારતનાં વિશિષ્ટ પોશાકો પ્રદર્શિત કરવામાં આવ્યા છે.
(૯) બી.જે.મેડિકલ કોલેજનું મ્યુઝિયમ, અમદાવાદ.-તેમાં એનેટોમી,પેથોલોજી, ફોર્મેકોલોજી, હાઈજીન અને ફોરેન્સિક મેડિસિન-આ પ્રત્યેક વિભાગને પોતપોતાના વિષયોના નમૂના દર્શાવતું મ્યુઝિયમ છે.
(૧૦) ગાંધી સ્મારક સંગ્રહાલય,સાબરમતી, અમદાવાદ.
-આ મ્યુઝિયમને પર્સોનેલિયાં-મ્યુઝિયમાં મુકી શકાય કારણકે તેમાં ફ્ક્ત ગાંધીજીની તસવીરો,ગાંધીજી વિષેનું સાહિત્ય અને તેમના જીવનકાળ દર્મ્યાનનાં તેમના અવશેષો એટલે કે તેમની અંગત વસ્તુઓ પ્રદર્શિત કરેલાં છે.
-આ ઉપરાંત, અમદાવાદમાં એલ.ડી.ઇન્સ્ટીટ્યુટ ઓફ ઈન્ડોલોજીમાં નાનું સરખું મ્યુઝિયમ છે;તેમાં મુખ્યત્વે જૈન સંસ્કૃતિની વસ્તુઓનો સંગ્રહ કરવામાં આવ્યો છે.
-પ્રાકૃતિક ઈતિહાસ વિષયક મ્યુઝિયમ પણ અમદાવાદમાં કાંકરિયા પાસે પ્રાણીસંગ્રહાલયમાં છે.
-તે ઉપરાંત ગુજરાત વિધ્યાપીઠમાં ટ્રાઈબલ અને ઈથનોલોજીકલ મ્યુઝિયમ છે,જેમાં ગુજરાતનાં આદિવાસીઓ અને જનજાતિઓનો પહેરવેશ તથા મોડેલો વગેરેનો સંગ્રહ રાખવામાં આવેલ છે.
(૧૧) સાપુતારા મ્યુઝિયમ, સાપુતારા.
-મ્યુઝિયમમાં મુખ્યત્વે માનવજાતિશાસ્ત્રને લગતા તથા પ્રાકૃતિક ઈતિહાસને લગતા નમૂનાઓ પ્રદર્શિત કરવામાં આવ્યા છે.
(૧૨) સરદાર વલ્લભભાઈ પટેલ મ્યુઝિયમ, સુરત.
-તેમાં કલાવિષયક વસ્તુ પ્રદર્શિત કરેલી છે.
(૧૩) આર્ટ એન્ડ આર્કિયોલોજી મ્યુઝિયમ, વલ્લભવિધ્યાનગર.
-તેમાં કલા અને પુરાતત્વ વિધ્યાને લગતી વસ્તુઓનો સંગ્રહ છે.
-તે ઉપરાંત આણંદમાં એગ્રીકલ્ચરલ મ્યુઝિયમ પણ આવેલુ છે.
(૧૪) કચ્છ મ્યુઝિયમ, ભુજ.
- આ મ્યુઝિયમને બહુહેતુક પ્રકારનાં મ્યુઝિયમમાં મુકી શકાય.કારણકે તેમાં વિભિન્ન વિષયોની વિવિધ વસ્તુઓને પ્રદર્શિત કરી છે.
(૧૫) વોટસન મ્યુઝિયમ , રાજકોટ.
-વડોદરા પછીનું મહત્વનું મ્યુઝિયમ આ છે,જે બહુહેતુક છે.
(૧૬) દરબારહોલ મ્યુઝિયમ, દીવાનચોક, જૂનાગઢ.
- આ પણ એક બહુહેતુક મ્યુઝિયમ છે.
(૧૭) જૂનાગઢ મ્યુઝિયમ, સક્કરબાગ, જૂનાગઢ.-તેમાં કલા, પુરાતત્વ વિધ્યા, પ્રાકૃતિક ઈતિહાસનાં નમૂનાં છે.
(૧૮) બાર્ટન મ્યુઅઝિયમ , ભાવનગર.
-તેમાં શિલ્પો, શિલાલેખો, તામ્રપત્રો, સંસ્કૃત હસ્તપત્રો,વલભીના માટીકામનાં નમૂનાઓ,ધાતુની પ્રતિમાઓ,તૈલચિત્રો,ફોસિલો વગેરેનો સંગહ છે.
(૧૯) ગાંધી સ્મૃતિ મ્યુઝિયમ, ભાવનગર.
-તેમાં ગાંધીજીની અંગ વસ્તુઓ , તસવીરોનો સંગ્રહ છે.
(૨૦) લેડી વિલ્સન મ્યુઝિયમ, ધરમપુર.-તેમાં માનવશાસ્ત્રને લગતાં નમૂનાઓનો સંગ્રહ છે.
(૨૧) જામનગર મ્યુઝિયમ ઓફ એન્ટિક્વિટિઝ, જામનગર.
- તેમાં કલા અને પુરાતત્વવિષયક વસ્તુઓનો સંગ્રહ છે.
(૨૨) પ્રભાસપાટણ મ્યુઝિયમ, પ્રભાસપાટણ.
- આ મ્યુઝિયમ પુરાતત્વવિધ્યાવિષયક છે.
(૨૩) શ્રી ગીરધરભાઈ બાળ સંગ્રહાલય, અમરેલી.
-તેને મ્યુઝિયમ સ્વરૂપે મુકેલ છે.
(૨૪) ગાંધી મેમોરીયલ રેસીડેન્સિયલ મ્યુઝિયમ, પોરબંદર.
-તેમાં ગાંધીજીનાં જીવનનો ઈતિહાસ દર્શાવવામાં આવેલો છે.
(૨૫) ધીરજબહેન પરીખ બાળ સંગ્રહાલય, કપડવંજ.
-જે બાળકો માટે છે.
(૨૬) રજનીપરીખ આર્ટસ કોલેજ, આર્કિયોલોજીકલ મ્યુઝિયમ, ખંભાત.
-જેમાં ખંભાત આર્કિયોલોજી વિષય અંગેનો સંગ્રહ કરવામાં આવેલો છે.

જુદા જુદા શહેર ની પ્રખ્યાત વસ્તુ ઓ

01] વડોદરા : લીલો ચેવડો, ભાખરવડી
[02] ભરૂચ : ગુંદરપાક, ખારીશિંગ
[03] સૂરત : ઘારી, સુરતી લોચો, જલેબી, ઊંઘીયું, ખમણ
[04] વલસાડ : ચીકુ
[05] ડાકોર : ગોટા
[06] ઉત્તરસંડા : પાપડ, મઠિયા
[07] રાજકોટ : પેંડા, ભજીયા, ચીક્કી
[08] જામનગર : કચોરી, પાન.
[09] ખંભાત : હલવાસન, સુતરફેણી
[10] લીમડી : કચરિયું
[11] નડિયાદ : ચવાણું
[12] કચ્છ : દાબેલી, ગુલાબપાક
[13] ભાવનગર : ગાંઠિયા, ફૂલવડી
[14] અમદાવાદ : ભજીયા (રાયપુર)
[15] ખેડા : ઘઉંનો પોંક
[16] બારડોલી : પાત્રા
[17] જૂનાગઢ : કેરી
[18] પોરબંદર : ખાજલી, થાબડી
[19] થાન : પેંડા
[20] ગોંડલ : મરચા
[21] આણંદ : દાળવડા
[22] પાલીતાણા : ગુલકંદ
[23] ડિસા : બટાટા
[24] ચોટીલા : ખાંડના લાડુ
[25] રંઘોલા (પાલીતાણા પાસે) : ફૂલવડી

ગુજરાતી વ્યાકરણ વિશે

જાણો ગુજરાતી વ્યાકરણ વિશે
1. ગુજરાતી ભાષામાં વ્યાકરણનું મહત્વનું એક અંગ એટલે અલંકાર
અલંકાર
સાહિત્ય કૃતિની શોભામાં અને પ્રભાવમાં વધારો કરે તેવા ભાષાકિય તત્વોને અલંકાર કહેવામાં આવે છે.
અલંકારના મુખ્ય બે પ્રકાર છે.
(૧) અર્થાલંકાર
(૨) શબ્દાલંકાર
(૧) અર્થાલંકારઃ
વાક્યમાં અર્થની મદદથી ચમત્કૃતિ કે નવીનતા આવતી હોય તેને અર્થાલંકાર કહેવામાં આવે છે.
(૨) શબ્દાલંકારઃ
જે વાક્યમાં શબ્દની મદદથી ચમત્કૃતિ કે નવીનતા સર્જાતી હોય તેને શબ્દાલંકાર કહેવાય છે.
(1) અર્થાલંકારના પ્રકારઃ
(૧) ઉપમા અલંકારઃ
બે જુદી-જુદી વસ્તુઓ વચ્ચે કોઈ એક ખાસ ગુણ અંગે સરખામણી કરવામાં આવે ત્યારે ઉપમા અલંકાર બને છે.
અથવા
ઉપમેયની સરખામણી ઉપમાન સાથે કરવામાં આવે ત્યારે ઉપમા અલંકાર બને છે.
* ઉપમેય અલંકારઃ વાક્યમાં જેની સરખામણી કરવાની હોય તેને ઉપમેય કહેવામાં આવે છે.
* ઉપમાન અલંકારઃ વાક્યમાં જેના સાથે સરખાવવામાં આવે તેને ઉપમાન કહેવામાં આવે છે.
* ઉપમા વાચક શબ્દો એટલે શું?
બે જુદી-જુદી વસ્તુઓ વચ્ચેના કોઈ એક ખાસ ગુણને સાધારણ ધર્મ કહેવામાં આવે છે.
જેમકે…, સમ,સરખુ,સમાન,સમોવડુ,તુલ્ય,પેઠે,જેવુ,જેવી વગેરે ઉપમા વાચક શબ્દો કહેવામાં આવે છે.
દાઃત- સ્વામી વિવેકાનંદ શક્તિના ધોધ સરીખા હતા.
(૨) ઉત્પ્રેક્ષા અલંકારઃ
ઉપમેય અને ઉપમાન સમાન હોવાની કલ્પના,સંભાવના થતી હોય ત્યારે ઉત્પ્રેક્ષા અલંકાર બને છે.
જેમકે…, જાણે,રખે,શક,શું….
દાઃત- હૈયુ જાણે હિમાલય
(૩) વ્યતિરેક અલંકારઃ
ઉપમેયને ઉપમાન કરતા ચડિયાતું બતાવવામાં આવે ત્યારે વ્યતિરેક અલંકાર બને છે.
દાઃત- ભારત કરતાં ગુજરાત મોટુ
- કમળ કળી થકી કોમળ છે અંગ મારી બેની નું.
(૪) વ્યાજસ્તુતિ અલંકારઃ
નીંદા વડે વખાણ અને વખાણ વડે નીંદા કરવામાં આવે તેને વ્યાજસ્તુતિ અલંકાર કહેવાય છે.
દાઃત- અહો! શું તમારા દાંત જાણે પીળી લસણની કળી.
(૫) રૂપક અલંકારઃ
ઉપમેય અને ઉપમાનને બંને એક જ હોય એ રીતે વર્ણવામાં આવે ત્યારે રૂપક અલંકાર બને છે.
દાઃત-સંસાર સાગર અસાર છે.
- ભરીલો શ્વાસમાં એની સુગંધનો દરિયો.
(૬) અનન્વય અલંકારઃ
ઉપમેયની સરખામણી કરવા માટે યોગ્ય ઉપમાન ન મળતાં ઉપમેયને ઉપમેય સાથે જ સરખાવવામાં આવે ત્યારે અનન્વય અલંકાર બને છે.
દાઃત- મા તે મા
- લત્તા તો લત્તા જ,કહેવુ પડે એનુ તો.
(૭) શ્લેષ અલંકારઃ
જ્યારે એ શબ્દનાં એક કરતાં વધારે અર્થ થઈને નવીન ચમત્તકૃતિ આવે ત્યારે શ્લેષ અલંકાર બને છે.
દાઃત- જવાની તો જવાની છે.
-દિવાનથી દરબાર છે અંધારું ઘોર.
(૨) શબ્દાલંકારના પ્રકારઃ
(૧) વર્ણાનું પ્રાસઃ
જ્યારે આપેલી પંક્તિમાં કે વાક્યમાં ઓછામાં ઓછા ત્રણ કે ત્રણથી વધુ શબ્દોમાં આરંભે એકનો એક વર્ણ કે અક્ષર વારંવાર પુનરાવર્તન પામે ત્યારે વર્ણાનું પ્રાસ અલંકાર બને છે. તેને અનુપ્રાસ કે વર્ણ સગાઈ પણ કહે છે.
દાઃત- અવીનાશીન અન્નકોટનાં અવિનીત અમૃત ઓડકાર.
- ભુખથી ભૂંડી ભીખ છે.
(૨) શબ્દાનું પ્રાસઃ
જ્યારે કોઈ પંક્તિ કે વાક્યમાં એક સરખાં ઉચ્ચાર કે પ્રાસ ધરાવતાં બે કે બેથી વધુ શબ્દો આવીને વિવિધ અર્થ બતાવે ત્યારે શબ્દાનું પ્રાસ બને છે.તેને યમક અને ઝડ પણ કહે છે.
દાઃત- કાયાની માયામાંથી છુટવા ગોવિંદરાયની માયા કરો
- ખરે નર ખર જાવુ.
(૩) અંત્યાનુ પ્રાસ અલંકારઃ (પ્રાસાનુ પ્રાસ)
એક પછી એક આવતી બે પંક્તિ કે બે ચરણનાં છેડે કે અંતે એક સરખાં પ્રાસ કે ઉચ્ચાર વાળા શબ્દો આવીને જુદા-જુદા અર્થ ધરાવે ત્યારે અંત્યાનું પ્રાસ કે પ્રાસાનું પ્રાસ અલંકાર બને છે. આ અલંકાર હંમેશા બે પંક્તિમાં જ હોય છે.
દાઃત-ઝાકળના પાણીનું બિંદુ એકલવાયુ બેઠુતું,
સૂરજ સામે જોતુ‘તુને એકલુ એકલુ રોતુતું.
(૪) આંતર પ્રાસ/પ્રાસ સાંકળીઃ
જ્યારે પહેલા ચરણનાં છેલ્લા શબ્દ અને બીજા ચરણનાં પહેલા શબ્દ વચ્ચે પ્રાસ કે ઉચ્ચાર રચાય ત્યારે આંતર પ્રાસ કે પ્રાસ સાંકળી અલંકાર બને છે.
દાઃત- મહેતાજી નિશાળે આવ્યા,લાવ્યા પ્રસાદને કર્યાં ઉત્સવ.
- પ્રેમ પદારથ અમે પામીએ,વામીએ જન્મ મરણ જંજાળ.

November 14, 2015

જનરલ નોલેજ

1 ગુજરાતના કયા બંધને ‘મેગા પ્રોજેકટ’ તરીકે ગણવામાં આવે છે ? Ans: ઉકાઇ બંધ

2 સૌરાષ્ટ્રમાં જે રાસ મોટેભાગે પુરૂષો લે છે તેને બીજા કયા નામથી ઓળખવામાં આવે છે? Ans: હલ્લીસક

3 ઉદય મજમુદારે કઇ ફિલ્મ માટે સંગીત આપ્યું છે, જે ગાંધીજી પર આધારિત છે? Ans: ગાંધી માય ફાધર

4 કોયલકુળનું પક્ષી બપૈયો કયા પક્ષીના માળામાં પોતાના ઇંડા સેવવા મૂકી આવે છે? Ans: લેલાં

5 શ્રીરંગ અવધૂત મહારાજે કઇ ભાષામાં પુસ્તકો લખ્યાં છે? Ans: મરાઠી, ગુજરાતી અને સંસ્કૃત

6 ગુજરાતી હાસ્યસાહિત્યના ‘હાસ્ય સમ્રાટ’ નું બિરૂદ કોને મળ્યું છે? Ans: જયોતીન્દ્ર હ. દવે

7 ગુજરાતના કયા મહાનુભાવ સૌપ્રથમ વખત રાજયપાલ બન્યા હતા? કયા રાજયમાં? Ans: ચંદુલાલ ત્રિવેદી-ઓરિસ્સા

8 ગુજરાતનો સૌ પ્રથમ મુસ્લિમ સૂબો કોણ હતો ? Ans: તાતારખાન

9 પ્રાચીન ગુજરાતની વિશ્વવિખ્યાત વિદ્યાપીઠનું નામ જણાવો. Ans: વલભી વિદ્યાપીઠ

10 સિંહ અને ઘુડખર એશિયા ખંડમાં ફકત કયાં જોવા મળે છે? Ans: ગુજરાત


11 શંકરાચાર્યે સ્થાપેલા ચાર મઠો પૈકીનો એક ગુજરાતમાં છે, તે કયાં આવેલો છે ? Ans: દ્વારકા

12 ઉડતી ખિસકોલી ગુજરાતના કયા વનવિસ્તારોમાં દેખી શકાય છે? Ans: શૂરપાણેશ્વર અને દક્ષિણ-મધ્ય ગુજરાતનાં જંગલો

13 મધ્યકાલીન ગુજરાતી સાહિત્યનાં કયા કવિ નિરક્ષર હતા ? Ans: કવિ ભોજા ભગત

14 ગુજરાતનું સૌથી મોટું ‘કૃત્રિમ સરોવર’ કયું છે? Ans: સરદાર સરોવર

15 શૈક્ષણિક અને સામાજિક પછાતવર્ગ માટે ગુજરાત સરકાર દ્વારા કઇ શાળાઓ ચલાવવામાં આવે છે? Ans: નવોદય શાળાઓ

16 નર્મદા નદીનું પાણી અન્ય કઇ નદીને મળે છે ? Ans: સાબરમતી નદી અને સરસ્વતી

17 ગુજરાતમાં વર્નાકયુલર સોસાયટીની સ્થાપના કોણે કરી ? Ans: એલેકઝાન્ડર કિન્લોક ફોર્બ્સ

18 કયા ગુજરાતી મહિલા વિશ્વપ્રવાસી તરીકે જાણીતા છે? Ans: પ્રીતી સેનગુપ્તા

19 કઇ સાલમાં ભયાનક પૂર આવવાને કારણે લોથલનો વિનાશ થયો હોવાનું મનાય છે? Ans: ઇ.સ. પૂર્વે ૧૯૦૦ આસપાસ

20 અહમદશાહે ગુજરાતની રાજધાની પાટણથી કયાં ખસેડવાનો નિર્ણય કર્યો હતો? Ans: આશાવલ (હાલનું અમદાવાદ)


21 ‘જયુબિલી ઓફ ક્રિકેટ’ નામનું પુસ્તક કયા ક્રિકેટર પર લખાયું છે? Ans: જામ રણજીતસિંહ

22 પ્રાચીન સમયમાં ‘દંડકારણ્ય’ તરીકે ઓળખાતો પ્રદેશ અર્વાચીન ગુજરાતમાં કયા નામે ઓળખાય છે? Ans: ડાંગ

23 સ્વરાજની લડત માટે રવિશંકર મહારાજે કયુ પુસ્તક ઘરે ઘરે પહોંચતું કર્યું હતું? Ans: હિંદ સ્વરાજ

24 એક સમયે ગુજરાતનો ભાગ ગણાતા ભિન્નમાલમાં જન્મેલા બ્રહ્મગુપ્તે શેની શોધ કરી હતી ? Ans: શૂન્ય

25 કચ્છના રળિયામણા રણમાં કઇ પૂર્ણિમાની રાત્રે ઉત્સવ ઊજવવામાં આવે છે? Ans: શરદ પૂર્ણિમા

26 ગુજરાતમાં જીરૂ અને વરિયાળીના વેપારના સૌથી મોટા કેન્દ્ર તરીકે કયું શહેર જાણીતું છે ? Ans: ઉંઝા

27 પૃથ્વી છંદને પ્રવાહી બનાવવાનો પ્રયોગ કયા કવિએ કર્યો છે? Ans: બળવંતરાય ક. ઠાકોર

28 ગુજરાતના કયા ખેલાડીએ ભારતીય ક્રિકેટ ટીમના કૉચની સફળ ભૂમિકા ભજવી છે? Ans: અંશુમાન ગાયકવાડ

29 સૌરાષ્ટ્રનું સૌથી મોટું બંદર કયું છે ? Ans: ઓખા

30 ગુજરાતમાં વજનકાંટા માટેનું પ્રખ્યાત સ્થળ કયું છે ? Ans: સાવરકુંડલા


31 રીંછનો પ્રિય ખોરાક શું હોય છે? Ans: ઉધઇ

32 ગુજરાતના કયા રાજવી સંતના નામ સાથે પીપાવાવ બંદરનું નામ જોડાયેલું છે? Ans: સંત પીપાજી

33 શહીદ થયેલા સ્વાતંત્ર્ય સૈનિકનું શબ જોઇને ઝવેરચંદ મેઘાણીએ કઇ કૃતિ રચી હતી? Ans: મૃત્યુનો ગરબો

34 અષ્ટાવક્ર મુનિએ પોતાનો મત પ્રતિપાદીત કરતી ગીતા કયાં રચી હતી? Ans: પ્રભાસ પાટણ

35 ગુજરાતનું સૌપ્રથમ નેચર એજયુકેશન સેન્ટર કયાં છે ? Ans: હિંગોળગઢ

36 મહાગુજરાતની અલગ રચનાની આગેવાની કોણે લીધી હતી? Ans: ઈન્દુલાલ યાજ્ઞિક

37 અંગ્રેજોની રંગભેદની નીતિ સામે સત્યાગ્રહની ઘટના મહાત્મા ગાંધીજીના કયા પુસ્તકમાં છે? Ans: દક્ષિણ આફ્રિકાના સત્યાગ્રહનો ઈતિહાસ

38 ‘રામ રમકડું જડિયું રે, રાણાજી!...’ પદ કોણે રચ્યું છે? Ans: મીરાંબાઇ

39 ગુજરાતની કઇ ચેસ ખેલાડી સૌ પ્રથમ વુમન ઇન્ટરનેશનલ માસ્ટર્સની પ્રતિયોગિતા જીતી હતી ? Ans: ધ્યાની દવે

40 ભૂજના ભૂજિયા કિલ્લામાં કયું પ્રાચીન મંદિર આવેલું છે? Ans: ભુજંગ મંદિર

41 કયા ગુજરાતીને આંતરરાષ્ટ્રીય અણુ કાઊન્સીલ (વિયેના)ના ચેરમેન બનવાનું ગૌરવ પ્રાપ્ત થયું હતું? Ans: ડૉ. મધુકર મહેતા

42 ગુજરાતના કયા રાજવીની સુપુત્રી શમ્મીકપૂર સાથે પરણ્યા છે? Ans: ભાવનગરના કૃષ્ણકુમારસિહજીના સુપુત્રી

43 ગુજરાતમાં ‘ગૅસ ક્રૅકર પ્લાન્ટ’ કયાં આવેલો છે ? Ans: હજીરા

44 ગુજરાતમાં ટેલિવીઝનનો પ્રાંરભ કયારથી થયો? Ans: ૧૫ ઓગસ્ટ, ૧૯૭૫

45 ‘એકલવ્ય આર્ચરી એકેડેમી’ની સ્થાપના કોણે કરી હતી? Ans: દિનેશ ભીલ

46 પોરબંદરમાં આવેલ મહાત્મા ગાંધી કીર્તિ મંદિર કોણે બંધાવ્યું? Ans: નાનજી કાલિદાસ મહેતા

47 ગુજરાતી સાહિત્યમાં ‘આખ્યાનનો પિતા’ કોણ ગણાય છે ? Ans: કવિ ભાલણ

જૂનાગઢનુ ગુજરાત અને ભારતમાં સ્થાન

જૂનાગઢનુ
ગુજરાત અને ભારતમાં સ્થાન

અક્ષાંશ-રેખાંશ21°31′08″N 70°27′37″E / 21.518848°N 70.460182°E
દેશ   :    ભારત
રાજ્ય  :   ગુજરાત
જિલ્લો   :  જુનાગઢ
મેયર:      જીતુભાઈ હીરપરા
મ્યુનિસિપલ કમિશ્નરરાજેન્દ્રભાઈ ત્રીવેદી
ધારાસભ્ય:            શ્રી મહેન્દ્ર મશરૂ
નગર નિગમજૂનાગઢ મહાનગર પાલિકા
વસ્તી
• ગીચતા

૩,૨૦,૨૫૦ (૨૦૧૧)
• ૫,૪૨૮ /km2 (૧૪,૦૫૮ /sq mi)

અધિકૃત ભાષા(ઓ):   ગુજરાતી,હિંદી
સમય ક્ષેત્ર:    આઇએસટી (+૦૫:૩૦.  વિસ્તાર
• ઉંચાઇ

૫૯ ચોરસ કિલોમીટર (૨૩ ચો માઈલ)
• ૧૦૭ મીટર (૩૫૧ ફુ)

કોડ
• પીન કોડ• ૩૬૨ ૦૦X
• ફોન કોડ• +૦૨૮૫
• વાહન• GJ-11
જાળસ્થળwww.junagadhmunicipal.org

જીલ્લાના ઉત્પાદનો તથા વિકાસની રૂપરેખા
મુખ્‍ય પાક મગફળી ♦ શેરડી ♦ કપાસ ♦ ઘઉં ♦ બાજરી ♦ જુવાર ♦ ચણા ♦ મકાઈ ♦ કેળ ♦કઠોળ.

મુખ્‍ય ખનીજો ચોક ♦ લાઇમ સ્ટોન ♦ બોકસાઇટ ♦ સફેદ અને કાળો પથ્‍થર.

મુખ્‍ય વ્‍યવસાય કૃષિ ♦ પશુપાલન ♦ માછીમારી

પરિવહન વ્યવસ્થા રેલ્‍વે ૪૨૧ કિ.મી.
રસ્‍તા ૪૮૧૦ કિ.મી.

બંદરો ♦ માંગરોળ

એરપોર્ટ કેશોદ

પોષ્‍ટ ઓફીસ કુલ ૯૭૪ અાવેલી છે.

બેન્‍ક રાષ્‍ટ્રીયકૃત બેન્‍કની શાખા ૧૨૬

સહકારી ખેતી અને ગ્રામીણ વિકાસ બેન્‍કની શાખા ૧૩

કો-ઓપરેટીવ બેન્‍કની શાખા ૬૩

જૂનાગઢ જિલ્‍લો ગ્રામિણ બેન્‍કની શાખા ૨૨