દિવાળીના ઉત્સવમાં ઉમેરો કરવા માટે સમગ્ર ભારતમાં ઠેર-ઠેર મેળાઓ યોજાય છે.[૧૦] ઘણા નગરો અને ગામોમાં મેળા જોવા મળે છે.ગ્રામીણ વિસ્તારોમાં મોટાભાગે મેળાઓ બજારનો દિવસ હોય છે, જ્યારે ખેડૂતો ઉત્પાદનોનું ખરીદ-વેચાણ કરે છે. છોકરીઓ અને મહિલાઓ તહેવાર દરમિયાન આકર્ષક વસ્ત્રો પહેરે છે.તેઓ રંગબેરંગી વસ્ત્રો અને નવા ઘરેણાં પહેરે છે અને તેમના હાથ મહેંદીની વિવિધ ભાતથી સુશોભિત હોય છે.
મેળામાં થતી વિવિધ પ્રવૃત્તિઓમાં જાદુગર, અંગકસરતબાજો, મદારીઓ અને જ્યોતિષિઓ દ્વારા થતા કામગીરીના પ્રદર્શનનો સમાવેશ થાય છે. ખાણી-પીણીની દુકાનો બનાવવામાં આવે છે, જેમાં મિઠાઈ અને મસાલેદાર વાનગીઓ વેચાય છે. મેળામાં વિવિધ પ્રકારની સવારીઓ પણ હોય છે, જેમાં ચકડોળો અને હાથીતથા ઊંટ જેવા પ્રાણીઓ પર સવારીનો સમાવેશ થાય છે. બાળકો માટે કઠપૂતળીના ખેલ જેવી પ્રવૃત્તિ સમગ્ર દિવસ દરમિયાન ચાલતી રહે છે.