ભાઈ બહેનના પ્રેમ નુ પર્વ ભાઈબીજ
ભાઈબીજ એટલે ભાઈ અને બહેનનો અખંડ પ્રેમ કાતિર્ક માસના શુકલ પક્ષની દિત્યા યમદિત્યા તરીકે પણ ઓળખાતી આ ભાઈબીજ પાછળ પ્ણ એક પૌરાણિક કથા છે. એક દિવસ યમુનાજીએ મૃત્યુના દેવ યમરાજને પોતાના ઘેર ભોજનનું નિમંણત્ર આપેલ. સ્વાદિષ્ટ ભોજનથી ખુબજ પ્રસન્નતા અનુભવતા યમરાજે બહેન યમુનાજીને મનપસંદ વરદાન માગવા જણાવ્યું. યમુનાજીને મનપસંદ વરદાન માગવા જણાવ્યું, યમુનાજીએ ભાઈ યમરાજ પાસેથી વચન માગ્યું કે તેણે દર વર્ષે આ જ દિવસે તેના ઘેર ભોજન માટે આવવું. ત્યારથી યમરાજ દર વર્ષે નિત્ય યમુનાજીના ઘેર ભોજન માટે જતા અને બહેન યમુનાજીના નિત્ય સુખની કામના કારતા. આ દિવસે બહેન પોતાના ભાઈને ભોજન કરાવે છે તેનો ચૂડલો અખંડ રહે છે અને ભાઈ પણ લાંબુ આયુષ્ય પામે છે. આ દિવસે દરેક બહેન પોતાના ભાઈની લાંબી આવરદાની કામના કરે છે. આ ભાઈ બીજના પવિત્ર દિવસે આકાશમાં પ્રગટ થતો ચંદ્ર પ્રગતિ અને વિકાસનું પ્રતિકા છે, અમાસના અંધકારમાં ડૂબેલો ચંદ્ર ભાઈબીજના દિવસે ઉજજવળ ભાવિની નવી શરુઆતો કરે છે અને પોતાના કર્મબળને આધારે દેવાધિદેવ શિવજીના મસ્તિકની શોભાની અભિવૃધ્ધિ કરવા પોતાને યોગ્ય બનાવે છે તે જ રીતે જે ભાઈ દુઃખરુપી અંધકારમાં ડૂબેલો હોય તે આ ભાઈ બીજના દિવસે બહેનના હાથનું ભોજન પ્રેમપૂર્વક આરોગીને પોતાના ઉજજવળ ભાવિની નવી શરુઆતો કરે છે.
આ ભાઈબીજનું વર્તમાન સમયમાં પણ એટલું જ મહત્વ છે. જેટલું અગાઉ હતું. ભાઈબીજ ભાઈ તથા બહેન માટે એક ફરજ પણ છે. આ દિવસ નવા સંબંધોના સ્વીકાર સાથે ગઈકાલના પવિત્ર સંબંધોને યાદ કરવાનો પણ દિવસ છે. બહેન પયિરનું સર્વસ્વ છોડીને પોતાના સાસરે જાય છે. આ દિવસે ભાઈને અચુક યાદ કરે છે, અને તેને ભોજન જમાડી તેના સુખની મંગલ કામના કરે છે તો સામી બાજુ ભાઈએ પણ તેના બદલારૂપે બહેનના દુઃખોને દૂર કરવાની ફરજ નિભાવવાની છે.
આ ભાઈ બીજ વિશે પુરાણોમાં પણ મહત્વ આંકતા કહેવાયું છે કે જે વ્યકિત ભાઈબીજના દિવસે બહેનના પ્રેમપૂર્વકના નિમંર્તણને ઠુકરાવીને તેના ઘેર જતો નથી તેના વર્ષભરના તમામ પુણ્યો નાશ પામે છે. આ જ દિવસે યુગાવતાર શ્રી કૃષ્ણો બહેન દ્રૌપદીના ઘેર જમવા ગયેલ. દ્રૌપદીનું એક નામ કૃષ્ણા પણ હતું. સંકટ સમયે શ્રી કૃષ્ણે દ્રૌપદીના ચીર પૂરી ભાઈ તરીકેનું પોતાનું કર્તવ્ય નિભાવેલ. આ દિવસે નૂતનવર્ષ વર્ષ પછી તરત આવતો દિવસે છે, એ ઉપરની તેનું મહત્વ આંકી શકાય છે. જે રીતે બીજનો ચંદ્ર ત્યાગ, પુરુષાર્થ અને કર્તવ્યનું પાલન કરે છે તે રીતે જો ભાઈ-બહેન પણ આચરણ કરે તો બંનેના જીવન સુખમય વિતે આજ છે ભાઈબીજ પાછળનો મુખ્ય સંદેશ.