Dropdown Setting

ચાલતી પટ્ટી

"જીવનમાં સૌથી વધુ ખુશી એ કામ કરતી વખતે થાય છે કે જેના માટે લોકો કહેતા હોય કે આ આ કામ તુ નહી કરી શકે."* * You Are Responsible For You

November 11, 2015

દીવાળી ના પાંચ દીવસો

પાંચ દિવસો
ભારત અને સમગ્ર વિશ્વમાં દિવાળીની ઉજવણી પાંચ દિવસોમાં વહેંચાયેલી છે. દિવાળી સિવાયના તમામ દિવસોના નામ હિન્દુ પંચાંગમાં આવતી તિથિ મુજબ રાખવામાં આવ્યા છે.

By ub

દિવાળી પ્રકાશનો પર્વ હોવાથી સમગ્ર ભારતમાં લોકો દિવાળીની સજાવટના અભિન્ન અંગ તરીકે તેને પ્રતિકાત્મક દીવા અથવા કાંડિલ (રંગબેરંગી ફાનસ)ના માધ્યમથી ઉજવે છે
વસુ બારસ (27 અશ્વિન અથવા 12 ઘણાં ખરાબ તહેવારો
કૃષ્ણ પક્ષ અશ્વિન ): બારસનો અર્થ થાય છે12મો દિવસ અને વસુનો અર્થ છે ગાય. આ દિવસે ગાય તથા વાછરડાની પૂજા થાય છે.

ધનત્રયોદશિ અથવા ધન તેરસ (28 અશ્વિન અથવા 13 કૃષ્ણ પક્ષ અશ્વિન ): ધનનો અર્થ છે "સંપત્તિ" અને ત્રયોદશી એટલે "13મો દિવસ". આમ નામના અર્થ મુજબ ચંદ્ર મહિનાના બીજા પખવાડિયાના 13મા દિવસે આ તિથિ આવે છે.વાસણો અને સોનું ખરીદવા માટે આ દિવસ શુભ મનાય છે. આ દિવસને ભગવાન ધન્વંતરીની જયંતિ તરીકે પણ ઉજવાય છે કે જેઓ દેવતાઓ અને દાનવો દ્વારા થયેલા સમુદ્રમંથનમાં બહાર આવ્યા હતા.ધન્વંતરી જયંતિ
નરક ચતુર્દશી (29 અશ્વિન અથવા 14 કૃષ્ણ પક્ષ અશ્વિન ): ચતુર્દશી એ ચૌદમો દિવસ છે કે જ્યારે રાક્ષસ નરકાસુર હણાયો હતો. તે અસુર પર દૈવી શક્તિનો અને અંધકાર પર પ્રકાશનો વિજય અભિવ્યક્ત કરે છે. (ગુજરાતી: કાળી ચૌદસ, રાજસ્થાન : રુપ ચૌદસ).
નરક ચતુર્દશી: અશ્વિન પખવાડિયાનો ચૌદમો દિવસ (ચતુર્દશી)
શ્રીમદભાગવત પુરાણ અનુસાર આ દિવસે ભગવાન કૃષ્ણે નરકાસુરનો વધ કર્યો હતો. ભૌમાસુર અથવા નરકાસુર તરીકે ઓળખાતો શક્તિશાળી રાક્ષસ અગાઉ પ્રાગજ્યોતિશપુર તરીકે ઓળખાતા સ્થળ પર શાસન કરતો હતો. તેણે ભક્તજનો અને લોકો બંનેને રંજાડવાનું શરૂ કર્યુ હતું. આ ક્રૂર રાક્ષસે મહિલાઓને પજવવાનું શરૂ કર્યું. તેણે યુદ્ધોમાં જીતેલી લગ્નયોગ્ય ઉંમરની સોળ હજાર રાજકુમારીઓને જેલમાં રાખી હતી અને તેમની સાથે લગ્ન કરવા માગતો હતો. આના કારણે ચારેબાજુ હાહાકાર મચી ગયો હતો.ભગવાન કૃષ્ણએ અને સત્યભામાએ આ સાંભળ્યું ત્યારે તેમણે રાક્ષસ પર હુમલો કર્યો, વધ કર્યો અને તમામ રાજકુમારીઓને મુક્ત કરી. મરતી વખતે નરકાસુરે ભગવાન કૃષ્ણ પાસે એક વરદાન માગ્યું, "આ તારીખે (તિથિએ) પવિત્ર સ્નાન (મંગલસ્નાન) કરનાર વ્યક્તિને નરકની યાતના ભોગવવી પડશે નહિ". ભગવાન કૃષ્ણે તેને આ વરદાનના આશીર્વાદ આપ્યા. પરિણામે અશ્વિનના અંધારા પખવાડિયાનો ચૌદમો (ચતુર્દશી) દિવસ નરક ચતુર્દશી તરીકે જાણીતો બન્યો અને આ દિવસે લોકોએ સૂર્યોદય પહેલા સ્નાન કરવાનું શરૂ કર્યું. નરકાસુરના વધ પછી આ દિવસે કૃષ્ણ જ્યારે મળસ્કે ઘરે પહોંચ્યા ત્યારે તેમણે નરકાસુરના લોહીથી કપાળ પર તિલક કર્યું અને નંદે તેમને પવિત્ર સ્નાન કરાવ્યું. મહિલાઓએ તેમની આરતી ઉતારીને (ઓવારણા લઈને) પોતાનો આનંદ વ્યક્ત કર્યો.'

દક્ષિણ ભારતમાં ઉત્સવોનો આ વાસ્તવિક દિવસ છે. હિન્દુઓ સૂર્યોદય પહેલા ઉઠી જાય છે, સવારના બે વાગ્યા જેટલા વહેલા ઉઠીને તેઓ સુગંધી અત્તરથી સ્નાન કરે છે અને નવા વસ્ત્રો પહેરે છે. તેઓ સમગ્ર ઘરમાં નાના દીવા સળગાવે છે અને ઘરની બહાર આકર્ષક કોલમો/રંગોળીઓ દોરે છે.તેઓ ભગવાન શ્રી કૃષ્ણ અથવા ભગવાન શ્રી વિષ્ણુને અર્ઘ્ય ચડાવીને વિશેષ પૂજા કરે છે, કારણ કે આ દિવસે તેમણે વિશ્વને રાક્ષસ નરકાસુરમાંથી મુક્તિ અપાવી હતી. એવું માનવામાં આવે છે કે આકાશમાં તારા દેખાતા હોય તેવા સમયે વહેલી સવારે સૂર્યોદય પહેલા સ્નાન કરવાથી ગંગામાં પવિત્ર સ્નાન જેટલું ફળ મળે છે. તેથી લોકો સવારે એકબીજાને શુભેચ્છા આપતી વખતે પૂછે છે "શું તમે ગંગાસ્નાન કર્યું?".

પૂજા પછી બાળકો ફટાકડા ફોડે છે અને રાક્ષસના પરાજયને ઉજવે છે. આનંદના આ દિવસે ઘણાં લોકો વિવિધ નાસ્તો અને ભોજનનો સ્વાદ માણે છે અને મિત્રો તથા પરિવારજનોને મળે છે. સાંજે ફરીથી દીવા પ્રગટાવવામાં આવે છે અને દેવી લક્ષ્મીની પૂજા થાય છે તથા તેમને વિશેષ ભોગ ધરાવાય છે. આ દિવસે ચંદ્ર નહિ હોવાના કારણે ઘણા લોકો વડવાઓને વિશેષ તર્પણ(પાણી અને સીસમના દાણાનું અર્ઘ્ય) આપે છે. આ દિવસ રુપ ચતુર્દશી પણ કહેવાય છે