Dropdown Setting

ચાલતી પટ્ટી

"જીવનમાં સૌથી વધુ ખુશી એ કામ કરતી વખતે થાય છે કે જેના માટે લોકો કહેતા હોય કે આ આ કામ તુ નહી કરી શકે."* * You Are Responsible For You

November 11, 2015

ભારત ના વિવિધ પ્રાંતો મા દીવાળી

વિવિધ પ્રાંતોમાં ઉજવણી અલગ-અલગ રીતે થાય છે:

દક્ષિણ ભારતમાં
દક્ષિણી ભારતમાં, નરક ચતુર્દશી મુખ્ય દિવસ છે અને લક્ષ્મીપૂજા બાદ વહેલી સવારે ફટાકડા ફોડવામાં આવે છે.
ઉત્તર ભારત આંધ્ર પ્રદેશ અને કર્ણાટકનો મુખ્ય તહેવાર અમાસ (ચંદ્ર વગરનો દિવસ)ની સાંજે હોય છે, જેમાં લક્ષ્મી પૂજા બાદ ઘરની આસપાસ દીવા પ્રગટાવવામાં આવે છે.
ત્રીજો દિવસ બલિપદ્યમી તરીકે ઉજવાય છે, કારણ કે આ દિવસે 'મહાબલિ' પર વામને વિજય મેળવ્યો હતો. આંધ્રપ્રદેશ અને કર્ણાટકમાં આ તહેવાર ખૂબ ભવ્ય રીતે ઉજવાય છે.
ગુજરાતમાં
ગુજરાત માં દિવાળી એટલે વર્ષ નો છેલ્લો દિવસ આ દિવસે ગુજરાત ના વેપારીયો માટે ખુબ મહત્વ નો હોય છે. ગુજરાત નો દરેક નાનામાં નાના કારખાના ની માંડી ને મોટા માં મોટી કંપની નો માલિક તે દિવસે સારું મુર્હુત જોઈ ને તેના હિસાબ ના ચોપડા ની પૂજા કરે છે . પહેલા તો વેપારીયો તેમના નામા માં પારમ્પરિત લાલ ચોપડા ની પૂજા કરતા હતા જે હજુ પણ કોઈક સ્થળે જોવા મળે છે બાકી તો હાલ ના કમ્પ્યુટર માં જમાના માં વેપારીઓ પણ લાલ ચોપડા નું સ્થાન લેપટોપ ને આપીજ દીધું છે પણ છતા તેમનો પૂજા ભાવ તો પહેલાના જેવો પવિત્ર જ રહયો છે. આ દિવાળી એટલે તેમના ધંધાના ચોપડા નું પૂજન કરી ને સારું મુર્હુત જોઈ આખા વર્ષ દરમિયાન થયેલા લાભ ને પૂજન કરી ને તે વર્ષ ની છેલ્લી વસ્તી કરે છે ને ત્યારબાદ નવા વર્ષે એટલે કે કારતક શુદ એકમે અથવા પાંચમે કે પછી સાતમ ના દિવસ થી પોતાનો રાબેતા મુજબ નો ધંધો શરુ કરેછે

મહારાષ્ટ્રમાં
મહારાષ્ટ્રમાં દિવાળી વાસુબારસ થી શરૂ થાય છે, જે અશ્વિન મહિનાના બીજા પખવાડિયાનો 12મો દિવસ છે. માતા અને બાળક વચ્ચેના પ્રેમના પ્રતીકરૂપે ગાય અને વાછરડાની આરતી કરીને આ દિવસ ઉજવવામાં આવે છે.બીજો દિવસ છે ધનત્રયોદશી (ધન=સંપત્તિ, ત્ર=3 દશી=10મી એટલે કે 10+3=13મો દિવસ) અથવા ધનતેરસ . વેપારીઓ અને વ્યવસાયીઓ માટે આ દિવસ વિશેષ મહત્વ ધરાવે છે. અશ્વિન નો 14મો દિવસ નરકચતુર્દશી છે. આ દિવસે લોકો સૂર્યોદય પહેલા ઉઠી જાય છે અને શરીર પર સુગંધી તેલ લગાડીને સ્નાન કરે છે (તેઓ ઉતના થી પણ સ્નાન કરે છે). ત્યાર બાદ સમગ્ર પરિવાર મંદિરની મુલાકાત લે છે અને તેમના ઈશ્વરની પૂજા કરે છે. આ મુલાકાત પછી દરેક વ્યક્તિ ફરાળ ની મિજબાની માણે છે, જેમાં "કરંજી ", "લાડુ ", "શંકરપેલ " અને "મિઠાઈ " જેવી સ્વાદિષ્ટ વાનગીઓની તથા "ચકરી ", "સેવ " અને "ચેવડા " જેવી ચટાકેદાર વાનગીઓ હોય છે.

ત્યાર બાદ લક્ષ્મી-પૂજન કરવામાં આવે છે. તે અમાસ ના દિવસે હોય છે એટલે કે ચંદ્ર વગરનો દિવસ. દીવડાઓ દ્વારા અંધારી રાતને પ્રકાશમય બનાવવામાં આવે છે અને સાંજના સમયે ફટાકડા ફોડવામાં આવે છે. પૂજા પછી હિસાબના નવા ચોપડાઓની શરૂઆત કરવામાં આવે છે. શેર બજાર મુહુર્ત ના પ્રતિકરૂપે સોદા કરે છે. સામાન્ય રીતે વેપારીઓ આ દિવસે કોઈ ચૂકવણુ કરતા નથી (માન્યતા એવી છે કે લક્ષ્મી કોઈને આપવી જોઈએ નહિ પરંતુ તેનું ઘરે આગમન થવું જોઈએ). દરેક ઘરમાં રોકડા નાણા, ઘરેણાં અને લક્ષ્મી દેવીની મૂર્તિની પૂજા થાય છે. મિત્રો, પડોશીઓ અને સંબંધીઓને આમંત્રણ આપીને બોલાવવામાં આવે છે અને ધામધૂમથી ઉજવણી કરવામાં આવે છે. કેટલાક સ્થળે ઘરની સફાઈ માટે વપરાતી સાવરણીની પણ લક્ષ્મીના પ્રતિક તરીકે પૂજા થાય છે . પડવો એ નવા મહિનાનો પ્રમથ દિવસ છે -કારતક હિન્દુ પંચાંગમાં .

'ભાઉબીજ -બહેન અને ભાઈ વચ્ચેના પ્રેમનો તાંતણો વધારે મજબૂત બનાવવાનો આ સમય છે, કારણકે બહેન ઈશ્વરને પ્રાર્થના કરીને પોતાના ભાઈના દીર્ઘાયુ તથા સફળતા માટે પ્રાર્થના કરે છે અને વહાલો ભાઈ/ઓ તેને ભેટ આપે છે.

દિવાળી પહેલા ઘરની સફાઈ કરી તેને શણગારવામાં આવે છે. ઓફિસોમાં પૂજા થાય છે. આ શુભ દિવસોમાં કર્મચારીઓને બોનસ તથા રજાઓ આપવામાં આવે છે. લોકો આ દિવસોમાં સોનું તથા સંપત્તિ પણ ખરીદે છે. બાળકો મરાઠા સામ્રાજ્યના સ્થાપક શિવાજી મહારાજની યાદમાં કિલ્લાની પ્રતિકૃતિ બનાવે છે. ફટાકડા, નવા કપડાં અને મિઠાઈઓના કારણે દિવાળી એ બાળકોનો પ્રિય તહેવાર છે અને આ તહેવારની તેઓ સમગ્ર વર્ષ દરમિયાન રાહ જોતા હોય છે.

બંગાળમાં
કોલકાતા માટે કાલિ પૂજા એ અજવાળુ પાથરવાનો દિવસ છે, દિવાળીના (બંગાળમાં દિપાબલી બોલાય છે)તહેવાર સંદર્ભે લોકો દીવા પ્રગટાવી પૂર્વજોના આત્માનું સ્મરણ કરે છે. આ તહેવાર દરમિયાન એક રાત્રે દેવી કાલિની પૂજા થાય છે. આ ફટાકડાઓની પણ રાત છે અને સ્થાનિક યુવાનો આખી રાત કોઠી તથા ફટાકડા ફોડે છે. શહેરના વિસ્તારોમાં અવાજના પ્રદૂષણનું પ્રમાણ 90 ડેસીબલ્સ કે તેનાથી વધારે થવાના કારણે કોલકાતામાં થોડા વર્ષો અગાઉ એક વિશેષ કાયદો બનાવવો પડ્યો હતો અને 65 ડેસિબલ અવાજની મર્યાદા તોડતા ફટાકડા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો.