ભાઈ બીજ
ભાઈ બીજ
આધિકારિક નામ ભાઈ બીજ,ભાઈ દુજ
અન્ય નામ કારતક સુદ બીજ
અનુયાયી હિન્દુ, ભારતીય
તિથિ કારતક માસના શુક્લ પક્ષની બીજ
ઉદેશ્ય બધાની કામના પૂર્ણ થાય
ભાઈ બીજ અથવા કારતક સુદ ૨ હિંદુ વૈદિક પંચાગના વિક્રમ સંવત મુજબ વર્ષના પહેલા મહિનાનો બીજો દિવસ છે, જ્યારે શક સંવત મુજબ વર્ષના આઠમાં મહિનાનો બીજો દિવસ છે. આ દિવસે બહેનો પોતાના ભાઈના લામ્બું આયુષ્ય અને સુખભર્યુ જીવન માટે પ્રાર્થના કરે છે અને ભાઈઓ બહેનો ને ભેટ આપે છે. ગુજરાતમાં આ દિવસ બહેનો ભાઈને પોતને ઘેર ભોજન આમંત્રણ પાઠવી ઉજવાતો હોય છે.
ભાઈ બીજનો તહેવાર ગુજરાત,મહારાષ્ટ્ર,હરિયાણા,ગોઆ, પશ્ચિમ બંગાળ, કર્ણાટક માં વધારે લોકપ્રિય છે. પૌરાણિક કથા મુજબ, યમુનાને યમની બહેન માનવામાં આવે છે ને આ દિવસે યમરાજા બહેન યમુનાને ત્યાં ભોજન માટે ગયા હતા. ત્યારથી જ આ પર્વ મનાય છે.