લક્ષ્મી પૂજા (30 અશ્વિન અથવા 15 કૃષ્ણ પક્ષ અશ્વિન ): ઉત્તર ભારતમાં લક્ષ્મી પૂજા એ દિવાળીનો સૌથી વધુ મહત્વનો દિવસ છે. હિન્દુ ઘરો સંપત્તિના દેવી લક્ષ્મી અને શુભ શરૂઆતના દેવતા ગણેશની પૂજા કરે છે અને પછી તમામ ગલીઓ તથા ઘરોમાં દીવા સળગાવી સમૃદ્ધિ તથા શુભ શરૂઆતને આવકારે છે.
ગોવર્ધન પૂજા (1 કારતક અથવા 1 શુક્લ પક્ષ કાતરક ):અન્નકૂટ પણ કહેવાય છે, તે કૃષ્ણ દ્વારા ઈન્દ્રના પરાજયના દિવસ તરીકે ઉજવાય છે.ભગવાન કૃષ્ણે લોકોને તેમનું 'કર્મ' કરવા અને પ્રકૃતિનું જતન કરવા ઉપદેશ આપ્યો હતો. આ અંગે તેમણે કારણ આપ્યુ હતું કે ઈન્દ્ર અથવા અન્ય કોઈ દેવતાની પૂજા કરવાથી પાકની સફળતા પર કોઈ અસર પડતી નથી, તેના માટે માત્ર સખત મહેનત જરૂરી છે. તેમનો સંદેશો હતો કે આપણે પ્રકૃતિને સાચવીશું તો પ્રકૃતિ આપણી સંભાળ રાખશે. આપણે આપણી પોતાની જાત માટે, સમાજ માટે અને પ્રકૃતિ માટે જે કામ કરીએ છીએ તેનું પ્રતિક 'કર્મ' છે. {0અન્નકૂટ{/0} માટે ખોરાકના ટેકરાને શણગારવામાં આવે છે, જે ભગવાન કૃષ્ણે ઉંચકેલા ગોવર્ધન પર્વતનું પ્રતિક છે. મહારાષ્ટ્રમાં તે પડવા અથવા બલિપ્રતિપદા તરીકે ઉજવાય છે. મહારાજ બલિને યાદ કરવાનો દિવસ.આ દિવસે પુરુષો પોતાની પત્નીને ભેટ આપે છે.
ભાઈદૂજ (ભય્યાદૂજ, ભાઉબીજ અથવા ભાઈટિકા પણ કહેવાય છે) (2 કાર્તિક અથવા બીજ શુક્લ પક્ષ કાર્તિક ): આ દિવસે ભાઈઓ અને બહેનો મળે છે અને એકબીજા માટેના પ્રેમ તથા લાગણીને અભિવ્યક્ત કરે છે.(ગુજરાતી: ભાઈ બીજ, બંગાળી: ભાઈ ફોટા). મોટાભાગના ભારતીય ઉત્સવો પરિવારોને નજીક લાવે છે, ભાઈદૂજ પરિણિત બહેનો તથા ભાઈઓને નજીક લાવે છે અને તેમના માટે આ દિવસ તહેવારનો મહત્વનો દિવસ છે. આ તહેવાર પ્રાચીન છે અને હાલમાં ભાઈ બહેનના અન્ય તહેવાર તરીકે ઉજવાતા 'રક્ષા બંધન' કરતાં વધારે જૂનો છે.
લક્ષ્મી પૂજા
ભારત અને નેપાળના મોટાભાગના વિસ્તારોમાં દિવાળી એ લણણીની મોસમ પૂરી થયાનું સૂચવે છે. ખેડૂતો વીતેલા વર્ષના અઢળક પાક માટે આભાર માને છે અને આગામી વર્ષ માટેના સારા પાક માટે પ્રાર્થના કરે છે. પરંપરાગત રીતે આ પ્રસંગે કૃષિ ચક્ર આધારિત વેપારીઓ માટે ખાતા બંધ કરવાનો સમય તથા શિયાળા પહેલાની છેલ્લી મોટી ઉજવણી સૂચવે છે. લક્ષ્મીની પૂજા સંપત્તિ અને સમૃદ્ધિનું પ્રતિક છે અને આગામી વર્ષ સારુ જાય તે માટે તેમના આશીર્વાદ માગવામાં આવે છે. આ દિવસે લક્ષ્મીની પૂજા સાથે બે દંતકથાઓ સંકળાયેલી છે.પ્રથમ દંતકથા મુજબ સમુદ્રમંથન દરમિયાન આ દિવસે લક્ષ્મી દૂધના સમુદ્ર ક્ષીર સાગરમાંથી બહાર આવ્યા હતા. બીજી દંતકથા (પશ્ચિમ ભારતમાં વધારે પ્રચલિત છે) રાક્ષસ રાજા બલિને મારવા માટે વિષ્ણુએ લીધેલા વામન અવતાર સાથે સંકળાયેલી છે. ત્યાર બાદ આ દિવસે વિષ્ણુ પોતાના ઘર વૈકુંઠ પરત ફર્યા હતા; આથી આ દિવસે લક્ષ્મીની પૂજા કરતા લોકો લક્ષ્મીના હિતકારી મનોભાવનો લાભ મેળવે છે અને માનસિક, શારીરિક તથા ભૌતિક સમૃદ્ધિના આશીર્વાદ મેળવે છે.[૫]આધ્યાત્મિક સંદર્ભો મુજબ આ દિવસે બ્રહ્માંડમાં "લક્ષ્મી-પંચાયતન" પ્રવેશે છે. શ્રી વિષ્ણુ, શ્રી ઈન્દ્ર, શ્રી કુબેર શ્રી ગજેન્દ્ર અને શ્રી લક્ષ્મી આ "પંચાયતન" (પાંચનું જૂથ)ના સભ્યો છે.
આ તત્વોની કામગીરી છે...
વિષ્ણુ: આનંદ (આનંદ અને સંતોષ)
ઈન્દ્ર: સમૃદ્ધિ (સંપત્તિના કારણે સંતોષ)
કુબેર: સંપત્તિ (ઉદારતા; સંપત્તિનો ત્યાગ કરનાર વ્યક્તિ)
ગજેન્દ્ર: સંપત્તિનું વહન કરે છે
લક્ષ્મી: દૈવી ઊર્જા(શક્તિ) જે ઉપરની તમામ પ્રવૃત્તિઓ માટે ઊર્જા પૂરી પાડે છે.[૬]