Dropdown Setting

ચાલતી પટ્ટી

"જીવનમાં સૌથી વધુ ખુશી એ કામ કરતી વખતે થાય છે કે જેના માટે લોકો કહેતા હોય કે આ આ કામ તુ નહી કરી શકે."* * You Are Responsible For You

November 15, 2015

ગુજરાતી વ્યાકરણ વિશે

જાણો ગુજરાતી વ્યાકરણ વિશે
1. ગુજરાતી ભાષામાં વ્યાકરણનું મહત્વનું એક અંગ એટલે અલંકાર
અલંકાર
સાહિત્ય કૃતિની શોભામાં અને પ્રભાવમાં વધારો કરે તેવા ભાષાકિય તત્વોને અલંકાર કહેવામાં આવે છે.
અલંકારના મુખ્ય બે પ્રકાર છે.
(૧) અર્થાલંકાર
(૨) શબ્દાલંકાર
(૧) અર્થાલંકારઃ
વાક્યમાં અર્થની મદદથી ચમત્કૃતિ કે નવીનતા આવતી હોય તેને અર્થાલંકાર કહેવામાં આવે છે.
(૨) શબ્દાલંકારઃ
જે વાક્યમાં શબ્દની મદદથી ચમત્કૃતિ કે નવીનતા સર્જાતી હોય તેને શબ્દાલંકાર કહેવાય છે.
(1) અર્થાલંકારના પ્રકારઃ
(૧) ઉપમા અલંકારઃ
બે જુદી-જુદી વસ્તુઓ વચ્ચે કોઈ એક ખાસ ગુણ અંગે સરખામણી કરવામાં આવે ત્યારે ઉપમા અલંકાર બને છે.
અથવા
ઉપમેયની સરખામણી ઉપમાન સાથે કરવામાં આવે ત્યારે ઉપમા અલંકાર બને છે.
* ઉપમેય અલંકારઃ વાક્યમાં જેની સરખામણી કરવાની હોય તેને ઉપમેય કહેવામાં આવે છે.
* ઉપમાન અલંકારઃ વાક્યમાં જેના સાથે સરખાવવામાં આવે તેને ઉપમાન કહેવામાં આવે છે.
* ઉપમા વાચક શબ્દો એટલે શું?
બે જુદી-જુદી વસ્તુઓ વચ્ચેના કોઈ એક ખાસ ગુણને સાધારણ ધર્મ કહેવામાં આવે છે.
જેમકે…, સમ,સરખુ,સમાન,સમોવડુ,તુલ્ય,પેઠે,જેવુ,જેવી વગેરે ઉપમા વાચક શબ્દો કહેવામાં આવે છે.
દાઃત- સ્વામી વિવેકાનંદ શક્તિના ધોધ સરીખા હતા.
(૨) ઉત્પ્રેક્ષા અલંકારઃ
ઉપમેય અને ઉપમાન સમાન હોવાની કલ્પના,સંભાવના થતી હોય ત્યારે ઉત્પ્રેક્ષા અલંકાર બને છે.
જેમકે…, જાણે,રખે,શક,શું….
દાઃત- હૈયુ જાણે હિમાલય
(૩) વ્યતિરેક અલંકારઃ
ઉપમેયને ઉપમાન કરતા ચડિયાતું બતાવવામાં આવે ત્યારે વ્યતિરેક અલંકાર બને છે.
દાઃત- ભારત કરતાં ગુજરાત મોટુ
- કમળ કળી થકી કોમળ છે અંગ મારી બેની નું.
(૪) વ્યાજસ્તુતિ અલંકારઃ
નીંદા વડે વખાણ અને વખાણ વડે નીંદા કરવામાં આવે તેને વ્યાજસ્તુતિ અલંકાર કહેવાય છે.
દાઃત- અહો! શું તમારા દાંત જાણે પીળી લસણની કળી.
(૫) રૂપક અલંકારઃ
ઉપમેય અને ઉપમાનને બંને એક જ હોય એ રીતે વર્ણવામાં આવે ત્યારે રૂપક અલંકાર બને છે.
દાઃત-સંસાર સાગર અસાર છે.
- ભરીલો શ્વાસમાં એની સુગંધનો દરિયો.
(૬) અનન્વય અલંકારઃ
ઉપમેયની સરખામણી કરવા માટે યોગ્ય ઉપમાન ન મળતાં ઉપમેયને ઉપમેય સાથે જ સરખાવવામાં આવે ત્યારે અનન્વય અલંકાર બને છે.
દાઃત- મા તે મા
- લત્તા તો લત્તા જ,કહેવુ પડે એનુ તો.
(૭) શ્લેષ અલંકારઃ
જ્યારે એ શબ્દનાં એક કરતાં વધારે અર્થ થઈને નવીન ચમત્તકૃતિ આવે ત્યારે શ્લેષ અલંકાર બને છે.
દાઃત- જવાની તો જવાની છે.
-દિવાનથી દરબાર છે અંધારું ઘોર.
(૨) શબ્દાલંકારના પ્રકારઃ
(૧) વર્ણાનું પ્રાસઃ
જ્યારે આપેલી પંક્તિમાં કે વાક્યમાં ઓછામાં ઓછા ત્રણ કે ત્રણથી વધુ શબ્દોમાં આરંભે એકનો એક વર્ણ કે અક્ષર વારંવાર પુનરાવર્તન પામે ત્યારે વર્ણાનું પ્રાસ અલંકાર બને છે. તેને અનુપ્રાસ કે વર્ણ સગાઈ પણ કહે છે.
દાઃત- અવીનાશીન અન્નકોટનાં અવિનીત અમૃત ઓડકાર.
- ભુખથી ભૂંડી ભીખ છે.
(૨) શબ્દાનું પ્રાસઃ
જ્યારે કોઈ પંક્તિ કે વાક્યમાં એક સરખાં ઉચ્ચાર કે પ્રાસ ધરાવતાં બે કે બેથી વધુ શબ્દો આવીને વિવિધ અર્થ બતાવે ત્યારે શબ્દાનું પ્રાસ બને છે.તેને યમક અને ઝડ પણ કહે છે.
દાઃત- કાયાની માયામાંથી છુટવા ગોવિંદરાયની માયા કરો
- ખરે નર ખર જાવુ.
(૩) અંત્યાનુ પ્રાસ અલંકારઃ (પ્રાસાનુ પ્રાસ)
એક પછી એક આવતી બે પંક્તિ કે બે ચરણનાં છેડે કે અંતે એક સરખાં પ્રાસ કે ઉચ્ચાર વાળા શબ્દો આવીને જુદા-જુદા અર્થ ધરાવે ત્યારે અંત્યાનું પ્રાસ કે પ્રાસાનું પ્રાસ અલંકાર બને છે. આ અલંકાર હંમેશા બે પંક્તિમાં જ હોય છે.
દાઃત-ઝાકળના પાણીનું બિંદુ એકલવાયુ બેઠુતું,
સૂરજ સામે જોતુ‘તુને એકલુ એકલુ રોતુતું.
(૪) આંતર પ્રાસ/પ્રાસ સાંકળીઃ
જ્યારે પહેલા ચરણનાં છેલ્લા શબ્દ અને બીજા ચરણનાં પહેલા શબ્દ વચ્ચે પ્રાસ કે ઉચ્ચાર રચાય ત્યારે આંતર પ્રાસ કે પ્રાસ સાંકળી અલંકાર બને છે.
દાઃત- મહેતાજી નિશાળે આવ્યા,લાવ્યા પ્રસાદને કર્યાં ઉત્સવ.
- પ્રેમ પદારથ અમે પામીએ,વામીએ જન્મ મરણ જંજાળ.