દિવાળી વિશ્વના વિવિધ ભાગોમાં ઉજવાય છે, યુનાઈટેડ કિંગડમ, નેધરલેન્ડ્સ, ન્યૂઝીલેન્ડ, સુરીનેમ, કેનેડા, ગુયાના, કેન્યા, મોરેશિયસ, ફિજિ, જાપાન, ઈન્ડોનેશિયા, મલેશિયા, મ્યાનમાર, નેપાળ, સિંગાપોર, શ્રીલંકા, દક્ષિણ આફ્રિકા, ટાન્ઝાનિયા, ટ્રિનિદાદ એન્ડ ટોબેગો, જમૈકા, થાઈલેન્ડ, યુનાઈટેડ આરબ અમિરાત, ઓસ્ટ્રેલિયા જેવા દેશો, આફ્રિકાના ઘણા વિસ્તારોમાં, અને યુનાઈટેડ સ્ટેટ્સ સહિત અનેક દેશોમાં ઉજવણી થાય છે.[૧૧]એટલે કે ભારત અને શ્રીલંકાના વધારેને વધારે લોકો વિશ્વના વિવિધ ભાગોમાં સ્થળાંતર કરી રહ્યા હોવાથી દિવાળીની ઉજવણી થતી હોય તેવા દેશોની સંખ્યા ધીમે-ધીમે વધી રહી છે.કેટલાક દેશોમાં મુખ્યત્વે ભારતીય મૂળના વ્યક્તિઓ દ્વારા તેની ઉજવણી થતી હોવા છતાં અન્ય લોકોમાં પણ તે સામાન્ય સ્થાનિક સંસ્કૃતિનો ભાગ બની ગયુ છે. નાની-મોટી ભિન્નતાને બાદ કરીએ તો આમાંથી મોટાભાગના દેશોમાં દિવાળી આ લેખમાં જણાવ્યા મુજબની રીતે જ ઉજવાય છે. કેટલાક મહત્વના ફેરફારોનો ઉલ્લેખનીય છે.
નેપાળમાં દિવાળીને "તિહાર" અથવા "સ્વાન્તિ" તરીકે ઓળખવામાં આવે છે. ઓક્ટોબર/નવેમ્બરના સમયગાળા દરમિયાન તેની ઉજવણી થાય છે. અહીંયા પાંચ દિવસ માટે તહેવારની ઉજવણી થાય છે અને ભારત કરતાં તેની પરંપરા અલગ છે. પ્રથમ દિવસે (કાગ તિહાર) કાગડાઓને દૈવી દૂત ગણીને ભોગ ધરાવવામાં આવે છે. બીજા દિવસે (કૂકૂર તિહાર) વફાદારી માટે કૂતરાઓની પૂજા કરાય છે. ત્રીજા દિવસે લક્ષ્મી પૂજા થાય છે અને ગાયનું પૂજન કરાય છે. નેપાળ સમ્બત મુજબ આ છેલ્લો દિવસ છે તેથી ઘણા વેપારીઓ આ દિવસે તેમના હિસાબો ચોખ્ખા કરીને બંધ કરે છે અને ઐશ્વર્યના દેવી લક્ષ્મીની પૂજા કરે છે. ચોથો દિવસ નવા વર્ષ તરીકે ઉજવાય છે. આ દિવસે સાંસ્કૃતિક સરઘસો અને અન્ય ઉજવણીઓનું આયોજન થાય છે. નેવારો આને "મ્હા પૂજા" તરીકે ઉજવે છે અને આ દિવસે આગામી વર્ષ માટે શરીરને સ્વસ્થ અને તંદુરસ્ત રાખવાની વિશેષ વિધિમાં શરીરની પૂજા કરે છે. "ભાઈ ટિકા" તરીકે ઓળખાતા પાંચમા અને છેલ્લા દિવસે ભાઈઓ અને બહેનો મળે છે તથા ભેટની આપ-લે કરે છે.
ટ્રિનિદાદ એન્ડ ટોબેગોમાં તમામ ટાપુઓના સમુદાયો એકત્ર થાય છે અને આ તહેવાર ઉજવે છે. એક મોટી ઉજવણી છે બાકી રહી ગઈ છે તે છે દિવાળી નગર અથવા પ્રકાશના ઉત્સવનું ગામ. પૂર્વ ભારતીય સંસ્કૃતિમાં માનતા લોકો દ્વારા મંચ પર કાર્યક્રમો આપે છે, લોક નાટ્યમાં લઘુનાટિકા અને નાટકો, હિન્દુ ધર્મના કોઈ પાસા પર પ્રદર્શન, હિંદુ ધર્મના વિવિધ વિભાગો અને સામાજિક સંગઠનો દ્વારા ઝાંખીઓ યોજાય છે અને રાત્રે દેવી લક્ષ્મીની પૂજા થાય છે, દીવા પ્રગટાવવામાં આવે છે અને ભારતીય સંસ્કૃતિની વિવિધ પાઠશાળાઓ કલા રજૂ કરે છે તથા ભારતીય તથા બિન-ભારતીય શાકાહારી વાનગીઓનું ખાણી-પીણી બજાર ભરાય છે. ઉત્સવમાં દીવાળીના ફટાકડાઓની ભવ્ય આતશબાજી થાય છે. દારુ કે મદિરાના વાતાવરણથી દૂર રહીને હજારો લોકો સાચા કૌટુંબિક વાતાવરણમાં ભાગ લે છે.
મલેશિયામાં દિવાળીને "હરી દીપાવલી" તરીકે ઓળખવામાં આવે છે અને હિન્દુ સૂર્ય પંચાંગના સાતમા મહિના દરમિયાન તેની ઉજવણી થાય છે. સમગ્ર મલેશિયામાં સરકાર દ્વારા જાહેર રજા હોય છે. ભારતીય ઉપખંડમાં પળાતી પરંપરાને તે ઘણી રીતે મળતી આવે છે. 'ખુલ્લા આવાસ' યોજાય છે, જ્યાં હિન્દુ મલેશિયનો વિવિધ જાતિ અને ધર્મના સભ્યોને આવકારે છે અને સમૂહભોજન લે છે. 'ખુલ્લા આવાસ' અથવા 'રુમાહ તેર્બુકા' એ મલેશિયાની આગવી પ્રથા છે અને કોઈ પણ તહેવારના પ્રસંગે તમામ મલેશિયનો દ્વારા સૌહાર્દ અને મિત્રતાના બંધનની ઝાંખી કરાવે છે.
સિંગાપોરમાં આ તહેવાર "દીપાવલી" કહેવાય છે અને તેમાં સરકારી આજ્ઞાપત્ર મુજબની જાહેર રજા હોય છે. મુખ્યત્વે લઘુમતિ ભારતીય સમુદાય તેની ઉજવણી કરે છે અને લિટલ ઈન્ડિયા જિલ્લામાં થતી રોશની તેની લાક્ષણિકતા છે. દીપાવલીના સમય દરમિયાન સિંગાપોર સરકાર સાથે મળીને સિંગાપોરનું હિન્દુ એન્ડોમેન્ટ બોર્ડ ઘણા સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરે છે.
શ્રીલંકામાં આ તહેવાર "દીપાવલી" પણ કહેવાય છે અને તમિલ સમુદાયના લોકો તેની ઉજવણી કરે છે. આ દિવસે નવા વસ્ત્રો પહેરવાની અને ભેટોની આપ-લે કરવાની પરંપરા છે.
બ્રિટનમાં હિન્દુઓ અને શીખો ભારે ઉત્સાહથી દિવાળી ઉજવે છે અને મોટાભાગે તેમની ઉજવણી ભારત જેવી જ હોય છે. લોકો સફાઈ કરીને તેમના ઘરને દીવા અને મીણબત્તીથી શણગારે છે. દીવા એ આ શુભદિવસના પ્રતિક રૂપે લોકપ્રિય બનેલી મીણબત્તી છે.લોકો એકબીજાને લાડુ અને બરફી જેવી મિઠાઈ આપે છે અને ક્યારેક ધાર્મિક ઉજવણી તથા મેળાવડા માટે સમગ્ર દેશમાંથી વિવિધ સમુદાયના લોકો એકત્ર થાય છે. ભારતમાં રહેતા પરિવારનો સંપર્ક કરવાનું અને કદાચ ટપાલ દ્વારા ભેટની આપલે કરવાનું પણ મહત્વ છે. તે ભવ્ય રીતે ઉજવાતી રજા છે અને ભારતની સંસ્કૃતિ તથા વારસા સાથે સંપર્કમાં રહેવાનો ઉત્તમ રસ્તો છે. બ્રિટનમાં દિવાળી જાણીતો તહેવાર બની રહ્યો છે અને બિન-ભારતીયો પણ ઉજવણીમાં જોડાય છે. ભારતની બહાર થતી કેટલીક સૌથી મોટી ઉજવણીઓમાં લે છે.